Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 299
________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૫ ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી યાવત્ ૨૮મું નરમ ઉત્તરાષાઢા કહેલ છે.. અથવા શનૈદાર મહાગ્રહ ૩૦ સંવત્સરોમાં સમસ્ત નામમંડલનું સમાપન કરે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય છે. • વિવેચન-૩૮ થી ૨૮૫ : નક્ષત્રોમાં થાય તે નાક્ષત્ર, શું કહેવા માંગે છે ? ચંદ્રને ચાર ચરતાં જેટલાં કાળથી અભિજિતથી આરંભીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધી જાય છે, તેટલાં પ્રમાણમાં નાક્ષત્રમાસ અથવા ચંદ્રના નક્ષત્ર મંડલમાં પરિવર્તનના નિષજ્ઞ, ઉપચારથી તે માસ પણ નમ્ર છે. તે બાણુણ નામ સંવત્સર છે. તથા યુગ સંવત્સર - પાંચ સંવત્સરાત્મક યુગ, તેના એકદેશરૂપ વચમાણ લક્ષણ ચંદ્રાદિ યુગ પૂરકપણાથી યુગ સંવત્સર. પ્રમાણ - દિવસ આદિનું પરિમાણ, તેનાથી ઉપલક્ષિત વક્ષ્યમાણ જ નક્ષત્ર સંવત્સરાદિ તે પ્રમાણ સંવત્સર. તે જ લક્ષણોના વક્ષ્યમાણ સ્વરૂપની પ્રધાનતાથી જે છે તેને લક્ષણ સંવત્સર કહે છે. જેટલાં કાળથી શનૈશ્ચર નક્ષત્ર કે બાર રાશિને ભોગવે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય. નામ નિરુક્ત કહીને, હવે આના ભેદોને કહે છે - ભગવન! નક્ષત્ર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમાં તે બાર ભેદે કહેલ છે, તે આ - શ્રાવણાદિ (સૂગાર્ચવતુ જાણવું.] આ ભાવ છે - અહીં ચોક સમસ્ત નમયોગ પર્યાય બાર વડે ગુણતાં નક્ષત્ર સંવત્સર થાય. તેથી જે નક્ષત્રસંવત્સર પૂરક બાર સમસ્ત નક્ષત્રયોગપર્યાયો શ્રાવણાદિ નામે છે. તે પણ અવયવમાં સમુદાયના ઉપચારથી તે માત્ર સંવત્સર કહેવાય. તેથી શ્રાવણ આદિ બાર ભેદે નક્ષત્ર સંવત્સર છે અથવા બૃહસ્પતિ મહાગ્રહ બાર સંવત્સર વડે યોગને આશ્રીને જે સર્વ નમ મંડલ - અભિજિતાદિ ૨૮-નાગને પરિસમાપ્ત કરે છે, તેટલો કાળ વિશેષ બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર. હવે બીજો-યુગ સંવત્સર. પ્રશ્ન સ્પષ્ટ છે, ઉત્તરમાં – ગૌતમ! યુગસંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચંદ્ર આદિ - x • ચંદ્રમાં થાય તે ચાંદ્ર, યુગની આદિમાં શ્રાવણ વદ એકમથી આરંભીને પૂર્ણિમાની, પરિસમાપ્તિ સુધીનો કાળ પ્રમાણ ચાંદ્ર માસ. એક પૂણિમાં પરાવર્ત ચાંદ્રમાસ. અથવા ચંદ્રથી નિપજ્ઞત્વથી ઉપચારથી જે માસ તે પણ ચાંદ્ર, તે બાણુણ ચંદ્ર સંવત્સર. બીજા અને ચોથાની પણ વ્યુત્પત્તિ એમ જ જાણવી. ત્રીજો યુગસંવત્સર અભિવર્તિત નામે છે, મુખ્યતાથી તે તેર ચંદ્રમાસ પ્રમાણ સંવત્સર •x - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે કેટલાં કાળે સંભવે? તે કહે છે. આ યુગ ચંદ્ર, ચંદ્ર આદિ પાંચ સંવત્સર રૂ૫, સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂન અતિક્તિ પાંચ વર્ષોનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ અને ચંદ્રમાસ ૨૯ દિવસ અને *દર ભાગ દિવસ છે. તેથી ગણિત સંભાવનાથી સૂર્યસંવત્સરના 30 માસ અતિક્રમતા એક ચાંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય છે, તે રીતે પૂર્વાચાર્ય દ્વારા પ્રદર્શિત આ કરણગાયા છે – ચંદ્રનું જે વિશેષ, સૂર્યનું માંસનું થાય. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે – સૂર્ય સંબંધી માસની મધ્ય ચંદ્ર-ચંદ્ર માસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષ કરતાં જે બાકી રહે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે, તે 3 વડે ગણતાં એક અધિક માસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી ૩૦ll અહોરાત્રરૂપ ચંદ્ર માસ પરિમાણ ૨૯ - 3ર ભાગ દિવસ બાદ કરવામાં આવે તો રહેશે - ૧ - ૧૨ ભાગ ન્યૂન. તે દિવસને ૩૦ વડે ગુણતાં થશે ૩૦ દિવસ અને ૧/ભાગને ૩૦ વડે ગુણતાં થશે 30: ભાગ. ૩૦ દિવસ વડે શોધિત કરતાં પછી રહેલ શેષ ૨૯ - ૩૨/ર દિનનો આટલા પરિમાણ ચાંદ્રમાસ, થાય છે. એ રીતે સૂર્ય સંવત્સરના 30 માસ અતિક્રમતા એક અધિક માસ થાય. યુગમાં ૬૦ સૂર્યમાસ થાય, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિકમતાં બીજો અધિકમાસ થાય છે. કહ્યું છે કે – યુગના અદ્ધમાં સાઈઠ ઈત્યાદિ. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે - એક યુગમાં અનંતર કહેલ સ્વરૂપ પના - પક્ષોના ૬૦ અતીતમાં - સાઈઠ સંખ્યામાં પક્ષો અતિક્રાંત થતાં, આ અવસરમાં યુગાદ્ધ પ્રમાણમાં એક અધિક માસ થાય છે. બીજો અધિક માસ ૧૨૨ પર્વો - પક્ષ વ્યતીત થતાં યુગના અંતે થાય છે. તેથી યુગની મધ્યમાં બીજા સંવત્સરમાં અધિક માસ અથવા પાંચમામાં થાય, એ રીતે એક યુગમાં બે અભિવર્ધિત સંવત્સર થાય છે. જો કે પાંચ સૂર્ય વર્ષરૂપ એક યુગમાં બે ચંદ્રમાસવ નક્ષત્ર માસ આધિકયા સંભવે છે, તો પણ નક્ષત્રમાસનો લોકમાં વ્યવહાર અવિષયવયી છે. અર્થાત જેમ. ચંદ્રમાસ લોકમાં વિશેષથી યવન આદિ વડે વ્યવહરાય છે, તે રીતે નક્ષત્રમાસનો વ્યવહાર થતો નથી. આ નાગાદિ સંવત્સરના માસ, દિનમાન, અયનાદિ પ્રમાણ સંવત્સર અધિકારમાં કહેવાશે. આ ચંદ્રાદિ પાંચ યુગ સંવસર પર્વ વડે પૂરાય છે, એ રીતે તે કેટલાં પ્રતિવર્ષે થાય છે, એમ પૂછતાં કહે છે – ભગવદ્ ! પ્રથમ-યુગની આદિમાં પ્રવૃત્ત ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો-પારૂપ કહેલાં છે? ગૌતમ. ૨૪-પર્વો છે. બાર માસરૂપથી પ્રતિમાસ બે પર્વના સંભવતી થાય. બીજા અને ચોથાના પ્રશ્ન સત્રમાં એ પ્રમાણે જ છે. અભિવર્ધિત સંવત્સર સૂત્રમાં ૨૬-પર્વો, તેના ૧૩ ચંદ્રમાસપણાથી પ્રતિમાસ બે પર્વના સંભવથી કહ્યું. એ રીતે બીજો અભિવર્ધિત પણ જાણવો. એમ બધાં મળીને ૧૨૪ પ થાય.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336