Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 322
________________ ૭/૩૩૪ થી ૩૩૯ અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે, તેનું કથન (૧૧) તારાના પરસ્પર અંતરનું કથન (૧૨) ચંદ્રાદિમાં કોણ શીઘ્ર ગતિક કે મંદગતિક છે, તે વિશેની વાતા. ૧૮૧ (૧૩) અગ્રમહિષી કથન, (૧૪) ત્રુટિક - અત્યંતર પર્યાદામાં સ્ત્રીજન સાથે ભોગ કરવાને સમર્થ ચંદ્રાદિ છે કે નહીં, તેનું કથન. (૧૫) સ્થિતિ-આયુષ્ય, (૧૬) જ્યોતિકોનું અલ્પબહુત્વ. હવે પ્રથમ દ્વારને પૂછવા માટે કહે છે – ભગવન્ ! ચંદ્ર-સૂર્ય દેવોને ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ - તારા વિમાનાધિષ્ઠાતા દેવો ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાં અણુ-હીન હોય છે, કેટલાં તુલ્ય-સદેશ હોય, અધિકપણું તો સ્વસ્વ ઈન્દ્રોથી પરિવારના દેવોને સંભવતું નથી માટે પૂછેલ નથી. તથા સમ પણ ચંદ્રાદિ વિમાનોથી ક્ષેત્રની અપેક્ષાથી સમ-સમશ્રેણિસ્થિત પણ તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્ર-સૂર્યોના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય હોય. તથા ચંદ્રાદિ વિમાનોના ક્ષેત્રની અપેક્ષાથી ઉપર સ્થિત તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્રસૂર્યના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન, કેટલાંક તુલ્ય પણ હોય. એ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું – જે ગૌતમ! હા, અર્થાત્ જે પૂછ્યું, તે બધું તેમજ હોય, તેથી તેમજ કહેવું જોઈએ. આ અર્થમાં હેતુ પ્રશ્ન કહે છે આ - ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યું? અર્થાત્ તે જ સૂત્ર અનુસ્મરણ કરવું ? તેનો ઉત્તર આપતા કહે છે – - જે-જે રીતે તારાવિમાનના અધિષ્ઠાતા દેવોનું પૂર્વ ભવમાં તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉત્કટ હોય, તેમાં તપ-અનશનાદિ બાર ભેદે છે, નિયમ-શૌચ આદિ, બ્રહ્મચર્યમૈથુનવિરતિ. અહીં શેષ વ્રતોનું ઉપદર્શન ઉત્કટવ્રતધારીનો જ્યોતિષ્કમાં ઉત્પાદ અસંભવ છે માટે કહેલ નથી. ઉત્કટના ઉપલક્ષણથી અનુત્કટ પણ જાણવું. અન્યથા ઉત્તરસૂત્રમાં કહેવાનાર અણુત્વ ન આવે. યત્ શબ્દ ગર્ભિત વાક્યની સાપેક્ષતાથી તત્ શન્ગર્ભિત વાક્ય હોવાથી ઉત્તરવાક્ય કહે છે – તે તે રીતે તે દેવોને એ પ્રમાણે જાણવા. તે આ રીતે – અણુત્વ કે તુલ્યત્વ. આમાં કંઈ અનુચિત નથી. મનુષ્યલોકમાં પણ દેખાય છે કે – કેટલાંક જન્માંતરોપચિત તથાવિધ પુન્યના ભારથી રાજ્યત્વને પામ્યા વિના પણ રાજા જેવો તુલ્ય વૈભવ ભોગવે છે. અહીં વ્યતિરેકથી કહે છે – જેમ જેમ તે તારાવિમાન અધિષ્ઠાતાના પૂર્વ ભવ અર્જિત ઉત્કટ તપ-નિયમબ્રહ્મચર્ય ન હોય, તેમ-તેમ તે-તે દેવાને આવું અણુત્વ કે તુલ્યત્વ હોતું નથી. કેમકે આભિયોગિક કર્મોદયથી અતિનિકૃષ્ટત્વ હોય છે. અર્થ આ છે – અકામનિર્જરાદિ યોગથી દેવત્વપ્રાપ્તિ થવા છતાં પણ દેવ ઋદ્ધિના અલાભથી ચંદ્ર-સૂર્યથી ધુતિ-વૈભવ આદિ અપેક્ષાએ અણુત્વ પણ સંભવે છે. - x - ૧૮૨ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે ભગવન્ ! એકૈક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે આદિ પ્રશ્ન સૂત્રાર્થવત્ જાણવા, ઉત્તર સૂત્ર પણ તેમજ છે. વિશેષ એ કે – ભલે અહીં આ ચંદ્રના જ પરિવારપણે કહેલા છે, તો પણ સૂર્યના પણ ઈન્દ્રત્વથી આ પણ તેના પરિવારપણે જાણવા. કેમકે સમવાયાંગ અને જીવાભિગમની વૃત્તિમાં તેમ કહેલ છે. હવે ત્રીજા દ્વારનો પ્રશ્ન કરે છે – ભગવન્ ! મેરુ પર્વતથી કેટલે દૂર જ્યોતિશ્વક ગતિ કરે છે ? ગૌતમ ! જગના સ્વભાવથી ૧૧૨૧ યોજનના અંતરે જ્યોતિષ ગતિ કરે છે. શું કહેવા માંગે છે ? મેરુથી ચક્રવાલથી ૧૧૨૧ યોજન છોડીને ચલ જ્યોતિશ્ચક્ર તારારૂપ ગતિ કરે છે. પ્રક્રમથી જંબુદ્વીપગત જ જાણવું અન્યયા લવણસમુદ્રાદિ જ્યોતિશ્ચક્રના મેરુથી દૂરવર્તિત્વથી ઉક્ત પ્રમાણ અસંભવ છે. પૂર્વે સૂર્યચંદ્ર વક્તવ્યતાધિકારમાં અબાધા દ્વારમાં સૂર્ય અને ચંદ્રનું જ મેરુથી અંતર કહ્યું, અહીં તારાપટલની કહ્યું. તેથી તેમાં પૂર્વાપર વિરોધ નથી. હવે સ્થિર જ્યોતિશ્વક જોતાં કેટલી અબાધાથી પૂર્વે રહે છે, એમ પૂછતાં ચોથું દ્વાર કહે છે . લોકાંતથી - અલોકાદિથી પૂર્વે કેટલા અંતરે પ્રક્રમથી સ્થિર જ્યોતિશ્વક કહેલ છે ? ગૌતમ ! જગત્ સ્વભાવથી ૧૧૧૧ યોજન દૂરે જ્યોતિપ્ કહેલ છે, પ્રક્રમથી સ્થિર જાણવા. ત્યાં ચર જ્યોતિશ્ચક્રનો અભાવ છે. હવે પાંચમાં દ્વારને પૂછે છે - ભગવન્ ! ભૂમિતલથી ઉર્ધ્વ ઉંચે કેટલે દૂર અધઃસ્તન જ્યોતિષુ ચાર ચરે છે ? ગૌતમ ! સિદ્ધાંત પ્રસિદ્ધ સમભૂતલ ભૂભાગથી ઉર્ધ્વ ઉંચે કેટલે દૂર અધાન જ્યોતિષ તારાપટલ ચાર ચરે છે ? ગૌતમ ! ૭૯૦ યોજન દૂર અધસ્તન જ્યોતિશ્ચક્ર ચાર ચરે છે. હવે સૂર્યાદિ વિષયક અબાધા સ્વરૂપને સંક્ષેપીને ભગવંત સ્વયં કહે છે – એ પ્રમાણે જેમ સમભૂમિભાગથી અધસ્તન જ્યોતિશ્ચક્ર ૭૯૦ યોજને છે, તેમ સમભૂમિભાગથી સૂર્ય વિમાન ૮૦૦ યોજને, ચંદ્રવિમાન ૮૮૦ યોજને, ઉપરિતન તારા ૯૦૦ યોજને ચાર ચરે છે. હવે જ્યોતિક્રના ચાર ક્ષેત્રની અપેક્ષાથી અંતનો પ્રશ્ન – જ્યોતિશ્વક્રના ૧૧૦ યોજન જાડાઈની નીચેના તલથી કેટલી દૂરે સૂર્યવિમાન ચાર ચરે છે ? ગૌતમ ! ૧૦ યોજન રૂપ અંતરથી સૂર્યવિમાન ગતિ કરે છે. આ સૂત્રમાં સમભૂભાગથી ઉંચે ૭૯૦ યોજન અતિક્રમતા જ્યોતિશ્ચક્રનું બાહલ્ય મૂળભૂત આકાશપ્રદેશ પ્રતર છે, તે અવધિ માનવી. એ પ્રમાણે ચંદ્રાદિ સૂત્રમાં પણ છે. એ પ્રમાણે ચંદ્રવિમાન ૯૦૦ યોજન રૂપ અંતરે ચાર ચરે છે. ઉપરના તારાવિમાન ૧૧૦ યોજન દૂર જ્યોતિશ્ચક્રની જાડાઈને અંતે ચાર ચરે છે. હવે ગતાર્થ છતાં શિષ્યને જણાવવા સૂર્યાદિનું પરસાર અંતર સૂત્રકાર કહે છે -

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336