Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 331
________________ J૩૫૬ થી ૩૫૮ ૧૯ સામાનિકો, આત્મરક્ષકો આદિ વસે છે. તેથી ચંદ્ર સામાનિકની અપેક્ષાથી ઉત્કૃષ્ટ આયુ જાણવું. કેમકે તેમને જ ઉત્કૃષ્ટ આયુ સંભવે છે. જઘન્યાયુ આત્મરક્ષક દેવોની અપેક્ષાથી છે. - શેષ બધું સુગમ છે. • x - હવે ૧૬-મું દ્વરા-પૃચ્છા – • સૂત્ર-૩૫૯,૩૬૦ : [૩૫૯] ભગવાન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અશ, મહુ, તુલ્ય કે વિશેષાવિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય બંને તુલ્ય છે, તે બંને સૌથી થોડાં છે. તેના કરતાં નામો સંખ્યાતપણાં છે, નક્ષત્રોથી ગ્રહો સંખ્યાલગણાં છે, ગ્રહો કરતાં તારા સંખ્યામાં છે. [૩૬] ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધાં મળીને કટેલાં તીર્થકરો કહેલા છે ? ગૌતમ જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૪ તીર્થકરો બધાં મળીને જંબૂદ્વીપમાં કહેલાં છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધાં મળીને કેટલાં ચક્રવર્તી કહેલાં છે ? ગૌતમ! જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૦ ચક્રવર્તી જંબૂદ્વીપમાં બધાં મળીને હોય તેમ કહ્યું છે. જેટલાં ચકવર્તી હોય તેટલાં બલદેવો હોય છે અને વાસુદેવોની સંખ્યા પણ તે પ્રમાણે જ જણવી, તેમ કહ્યું છે. ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં બધાં મળીને કેટal નિધિનો કહેલા છે ? ગૌતમ! બધાં મળીને ૩૦૬ નિધિરનો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલાં સો નિધિરનો શીઘતાથી પત્મિોગપણે આવે છે ? ગૌતમ! જાન્યતી ૩૬ અને ઉત્કૃષ્ટથી ૨૭૦ નિધિરનો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે. ભગવાન ! જંબૂદ્વીપમાં બધાં મળીને કેટલાં પંચેન્દ્રિયરનો કહેલાં છે ? ગૌતમ! બધાં મળીને ર૧૦ પંચેન્દ્રિય રનો છે. ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે કેટલાં પંચેન્દ્રિય રનો શીuતાથી પરિભોગમાં આવે છે? ગૌતમાં જઘન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ પંચેન્દ્રિય રનો શીઘતાથી પરિભોગમાં આવે છે. ભગવાન ! જંબુદ્વીપમાં બધાં મળીને કેટલાં કેન્દ્રિય રનો કહેલાં છે ? ગૌતમ બધાં મળીને ૧૦ એકેન્દ્રિયરનો છે. ભગવા ભૂદ્વીપ દ્વીપમાં કેટલાં એકેન્દ્રિયરનો શીuતાથી પશ્લિોગમાં આવે તેમ કહેલ છે ? જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગૌતમ / જEIન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ એકેન્દ્રિય નો શીઘતાથી પરિભોગમાં આવે છે. • વિવેચન-૩૫૯,૩૬૦ : ભગવન્! આ અનંતરોક્ત પ્રત્યક્ષ પ્રમાણ ગોચર ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અલ-તોક, વ - વિકલ્પ સમુચ્ચયાર્થે છે. કોણ કોનાથી બહુવધુ છે, કોણ કોનાથી તુલ્ય છે, કોણ કોનાથી વિશેષ છે ? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય આ બંને પણ પરસ્પર તુલ્ય છે. કેમકે પ્રતિદ્વીપ અને પ્રતિ સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યોની સમસંખ્યા છે. પરંતુ બાકીના ગ્રહાદિથી-બધાંથી અય છે. તેના કરતાં નબો સંખ્યાલગણાં છે. કેમકે ચંદ્ર-સૂર્ય કરતાં નામોની સંખ્યા અઠ્ઠાવશગણી છે. તેના કરતાં ગ્રહો સંખ્યાલગણાં છે, કેમકે નક્ષત્રો કરતાં ગ્રહો સાતિક ત્રણગુણાં કહેલાં છે. તેના કરતાં તારા સંખ્યાલગણાં છે, કેમકે કોટાકોટી ગણાં છે. આ રીતે સોળમું અા-બહુdદ્વાર કહ્યું. હવે જંબૂદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે તીર્થકરોને પૂછવા માટે કહે છે - ભગવન્! જંબૂદ્વીપમાં ઈત્યાદિ. ભગવદ્ ! જંબૂદ્વીપમાં જઘન્ય પદે - સર્વસ્તોક સ્થાનમાં કે ઉત્કૃષ્ટપદે - સર્વોત્કૃષ્ટ સ્થાનમાં વિચારણાં કરતાં કેટલાં તીર્થકરો સર્વાણિ - સર્વસંખ્યાથી - કેવલી દૈટ માત્રાથી કહેલ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર પ્રાપ્ત થાય છે. તે આ રીતે- જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં સીતા મહાનદીને બે ભાગ કરતાં દક્ષિણ અને ઉત્તર દિશા-ભાગમાં એકૈકના સંભાવથી અને બે પશ્ચિમ વિદેહમાં પણ સીતોદા મહાનદીને બે ભાગ કરતાં તે પ્રમાણે જ બે જિનેન્દ્રો, એ બંને મળીને ચાર હોય. ભરત અને ઐરવતમાં એકાંત સુષમાદિમાં જિનેન્દ્રોનો અભાવ જ હોવાથી ચાર કહ્યાં છે. | ઉત્કૃષ્ટ પદે સર્વસંખ્યાથી ૩૪-તીર્થકરો કહેલાં છે, તે આ રીતે- મહાવિદેહમાં પ્રતિવિજયમાં અને ભરત તથા ઐરાવતમાં પણ એક-એક તીર્થકરનો સંભવ છે, માટે બધાં મળીને ૩૪-થાય. આ વિહરમાન જિનની અપેક્ષાથી જાણવું, જન્મની અપેક્ષાથી નહીં. - ૪ - હવે અહીં જ જઘન્ય-ઉત્કૃષ્ટ પદો વડે ચકી વિશે પૂછે છે ભગવન! જંબુદ્વીપદ્વીપમાં જઘન્ય પદે કે ઉત્કૃષ્ટ પદમાં કેટલાં ચક્રવર્તી કહેલાં છે? ભગવંતે કહ્યું – ગૌતમ ! જઘન્ય પદે ચાર ચકી હોય, ઉપપત્તિ તીર્થકરોની માફક જાણવી. ઉત્કૃષ્ટ પદે 30-ચક્રવર્તી સર્વસંખ્યાથી કહેલ છે. કઈ રીતે એમ પૂછતાં કહે છે – બગીશ વિજયોમાં ચારમાં વાસુદેવ સ્વામીપણે હોય જ, તેથી ચાર વિજયોને

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336