Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
e/૩૫૯.૩૬૦
૨૦૧ વજીને ૨૮ વિજયોમાં ચકી કહેવા, ભરત અને ઐરાવતમાં બે મળીને કુલ ૩૦ ચકી થાય.
જ્યારે મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ર૯-ચક્રવર્તી હોય, ત્યારે નિયમથી ચાર ચિકીનો સંભવ છે, તેમના નિદ્ધ ક્ષેત્રમાં ચક્રવર્તી સંભવતા નથી કેમકે બંને સાથે હોઈ ન શકે.
હવે અહીં તે પ્રમાણે બલદેવ અને વાસુદેવને કહે છે –
બલદેવો પણ તેટલાં જ ઉત્કૃષ્ટપદે અને જઘન્યપદે હોય છે, જેટલાં ચક્રવર્તીની સંક્યા કહી, વાસુદેવો પણ તેટલાં જ હોય કેમકે તેઓ બલદેવના સહચારી જ હોય છે.
ઉકત વિધાનનો અર્થ - જ્યારે ચક્રવર્તી ઉતકૃષ્ટપદે 30 હોય ત્યારે અવશ્ય બલદેવ અને વાસુદેવ જઘનાદમાં ચાર હોય કેમકે તેમનો ચારનો અવશ્ય સંભવ છે. તેથી આમનું પરસ્પર સહ અનવસ્થાન લક્ષણ વિરોધભાવથી અત્યંતર આશ્રિત ક્ષેત્રમાં અન્યતરનો અભાવ છે.
( ધે તેઓ નિધિપતિઓ હોય છે, તેથી જંબૂદ્વીપદ્વીપમાં નિધિની સંખ્યા પૂછતાં કહે છે કે –
- જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં નિધિરત્નો - ઉલ્ટ નિધાનો છે, જે ગંગાનદીના મુખ સ્થાનમાં ચક્રવર્તી હસ્તગત પરિપૂર્ણ છ ખંડનો દિવિજયથી નિવૃત્ત થઈ અઠ્ઠમ તપ કરીને પછી આત્મસાત્ કરે છે. તેની સવગ્રહ-સર્વસંખ્યાથી કેટલાં કહ્યાં છે ?
ભગવંતે કહ્યું – ગૌતમ ! ૩૦૬ નિધિરનો સર્વસંગાથી કહેલ છે, તે આ પ્રમાણે - નવ સંખ્યક નિધાનોને ૩૪ વડે ગુણતાં આ 3૦૬ નિધિની જયોત સંખ્યા પ્રાપ્ત થાય. આ પ્રરૂપણા સતાને આશ્રીને કરાયેલ છે, તે પ્રમાણે જાણવું.
ધે નિધિપતિના કેટલાં નિધાનો વિવક્ષિત કાળે ભોગ્ય થાય છે, એ પ્રમાણે પ્રશ્ન કરતાં કહે છે -
જંબુદ્વીપદ્વીપમાં કેટલાં સો નિધિરત્નો પરિભોગ્યપણે ઉત્પન્ન થયા પછી પ્રયોજન હોય ત્યારે ચક્રવર્તી વડે વ્યાપાર્કમાણપણે શીઘ અથતુ ચક્રવર્તીની અભિલાષા ઉત્પણ થયા પછી વિના વિલંબે ઉપયોગમાં આવે છે ? ભગવંતે કહ્યું -
ગૌતમ! જઘન્યથી ૩૬, કેમકે જઘન્યપદવર્તી ચાર ચક્રવર્તી હોય. તેથી નવા નિધાનને ચારથી ગુણતાં ૩૬ થાય. ઉત્કૃષ્ટ પદમાં ૨૭૦ નિધિરન પબ્લિોગ્રપણે જલ્દી આવે છે. કેમકે ઉત્કૃષ્ટ પદે ૩૦ ચકી હોય, તેને ૯ વડે ગુણતાં ૨eo થાય.
હવે જંબૂદ્વીપવર્તી ચક્રવર્તીની રન સંખ્યા પૂછે છે –
ભગવદ્ ! જંબૂદ્વીપમાં કેટલાં પંચેન્દ્રિયરનો-સેનાપતિ આદિ સાત, તેની સર્વસંખ્યાથી કેટલાં સો કહ્યા છે ?
ગૌતમ ! ૨૧૦ પંચેન્દ્રિયરનો સર્વસંખ્યાથી કહેલ છે. તે આ રીતે - ઉત્કૃષ્ટ પદ વત 30 ચકીના પ્રત્યેકના સાત પંચેન્દ્રિય રત્નોના સભાવથી 3૦ x 9 કરતાં ૨૧૦ સંખ્યા પ્રાપ્ત થાય.
૨૦૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ | (શંકા સર્વ સંખ્યાથી નિધિની પૃચ્છામાં ૩૪ વડે ગુણેલા, અહીં પંચેન્દ્રિય રત્નોમાં 30 વર્ડ ગુણન કેમ ?
[સમાધાન ચાર વાસુદેવ વિજયમાં ત્યારે તે પંચેન્દ્રિયરનો પ્રાપ્ત થતાં નથી, જ્યારે નિધિઓ નિયતભાવત્વથી સર્વદા પ્રાપ્ત જ હોય છે, તેથી રન સર્વસંખ્યા સૂત્રમાં અને રક્ત પરિભોગ સૂગમાં સંખ્યામૃત કોઈ જ ભેદ ન સમજવો.
હવે રત્ન પરિભોગ સૂત્ર કહે છે - બંધૂ ઈત્યાદિ. તે પ્રાયઃ વ્યાખ્યાત હોવાથી વ્યક્ત છે, પછી એકેન્દ્રિય રનોનો પ્રશ્ન - તે પણ સ્પષ્ટ છે. વિશેષ છે - એકેન્દ્રિય રનો ચકાદિ સાત હોય છે. પછી એકેન્દ્રિય રક્ત પરિભોગ pl છે, તે પણ વ્યક્ત જ છે.
હવે જંબૂદ્વીપના વિઠંભાદિની પૃચ્છા – • સૂત્ર-૩૬૧ થી ૩૬૩ :
[૬૧] ભગવન્! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલાં ઉદળ ઉચ્ચવથી, કેટલો સવગ્રથી-બંને મળીને કહેલ છે ?
ગૌતમ(૧) જંબુદ્વીપ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજના છે. (૨) તેની પરિધિ - ૩,૧૬,૨૨૭ યોજન, ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧all અંગુલથી કંઈક વિશેષ કહેલી છે.
(૩) જંબૂદ્વીપ દ્વીપનો ઉદ્વેધ-ભૂમિગત ઉંડાઈ ૧૦eo યોજન છે અને (૪) સાતિરેક ૯,૦૦૦ યોજન ઉM ઉંચો છે.
(૫) એ રીતે સર્વગ્રણી સાધિક એક લાખ યોજન કહેલ છે. [૩૬] ભગવન ! જંબૂદ્વીપ હીપ શાશ્વત છે કે શાશ્વત
ગૌતમ ! જંબૂઢીપદ્વીપ કથંચિત શાશ્વત કહેલ છે, અને કથંચિત્ આશald છે, તેમ કહેલ છે.
ભગવાન ! કયા હેતુથી એમ કહે છે કે – જંબૂદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે ?
ગૌતમ! દ્વવ્યાર્થતાથી શાશ્વત છે અને વર્ણ પર્યાયોથી, ગંધ પયરયોથી, રસ પયયોગી અને સ્પર્શ પર્યાયોથી જંબૂદ્વીપ અશાશ્વત છે, તે કારણથી હે ગૌતમાં એમ કહેલ છે કે – જંબૂદ્વીપદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે.
ભગવદ્ ! જંબૂદ્વીપ કાળથી જ્યાં સુધી રહેશે ?
ગૌતમ જંબૂઢીપદ્વીપ ક્યારેય ન હતો તેમ નથી, ક્યારેય નથી તેમ પણ નહીં, કયારેય ન હશે, તેમ પણ નથી. તે હતો • છે અને રહેશે. તે ઘવ, નિત્ય, શાશad, અવ્યય, અવસ્થિત, નિતિય એવો જંબૂદ્વીપ દ્વીપ છે, તે પ્રમાણે કહેલ છે.
[33] ભગવન ! જંબૂઢીપદ્વીપ શું પૃeી પરિણામ છે ?, આ પરિણામ