Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 298
________________ |૨૭૭ પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. - x » X - ૧૩૩ પૂર્વાંગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાંગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા. એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાથી ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ સ્થાન ૧૯૪ અંકથી થાય. અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી. ભગવન્ ! જ્યારે દક્ષિણાદ્ધમાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે – સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે. - X - હવે પ્રસ્તુત અધિકારનો ઉપરાંહાર કરતાં કહે છે – કૃત્ત્રમાં અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે. સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ વસ્તુ - મંડલ સંખ્યાદિનો સમાસ - સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષેપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે – ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવક્તવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - [ભગવતીજી સૂત્રના] પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો. ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું? તે કહે છે - જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે ફખ્રસા ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવત્, તફાવત એ કે – સૂર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, એથી તેનો ભેદ પ્રશ્ન કહે છે – • સૂત્ર-૨૭૮ થી ૨૮૫ : [૨૭] ભગવન્ ! સંવત્સર કેટલાં કહેલાં છે? ગૌતમ ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્વર સંવત્સર [એ પાંચ છે.] ભગવન્ ! નન્ન સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ યાવતુ પાટ. અથવા બૃહસ્પતિ મહાગ્રહ, જે બાર સંવત્સર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નક્ષત્ર સંવત્સર છે. ૧૩૪ ભગવન્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ચંદ્ર અને અભિવર્ધિત. ભગવન્ ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં વોં કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે. તે યુગ સંવત્સર કહ્યો. - ભગવન્ ! બીજા ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે. ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમ ! ૨૬- પર્વો છે. ચોથા સંવારના ચોવીશ પર્વો છે. પાંચમાં અભિવર્ધિતના ૨૬- પર્વો કહેલાં છે. એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે. આદિત્ય [સૂ] અને અભિવર્ધિત. તે આ પ્રમાણ સંવત્સર કહ્યો. ભગવન્ ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, ભગવન્ ! લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! તે પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે [૨૭] સમક નક્ષત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [ પરિણત થાય છે.] જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે. [૨૮૦] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નક્ષત્રનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વર્ષાયુક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં આવે છે. [૨૮] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યક્ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે. [૨૮૨] જેમાં સૂર્ય પૃથ્વી, જળ, પુષ્પ અને ફળને પદાન કરે છે, જેમાં થોડી વર્ષાથી જ ધાન્ય સભ્યો નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે. [૨૮૩] જેમાં ક્ષણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિમ્ન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ [સમજ.] [૨૮૪] ભગવન્ ! શનૈશ્વર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેટે કહેલ છે, તે આ – [૮૫] અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336