Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 314
________________ J૩૨૯ થી ૩૩૧ ૧૬૫ જેમ પૂર્વે અમાવાસ્યા ચંદ્ર ન પરિજ્ઞાનાર્થે ઘુવરાશિ કહી, તે જ અહીં પણ - પર્ણમાસી ચંદ્રનક્ષત્રની પરિાન વિધિમાં ઈચ્છિત પૂર્ણિમા ગુણિત - જે પૂર્ણિમા જાણવા ઈચ્છો. તે સંખ્યા ગણિત કરવી, ગુણીને પછી, તે જ પૂર્વોક્ત શોધનક કરવા જોઈએ. કેવલ અભિજિત આદિ, પણ પુનર્વસુ વગેરે નહીં. શુદ્ધ શોધનક પછી જે રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય. તે નક્ષત્રમાં ચંદ્રમા પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલ કરે છે. એ રીતે બે કરણ ગાયાનો અક્ષરાર્થ કહ્યો. તેની ભાવના આ પ્રમાણે કરવી જોઈએ - કોઈ પૂછે છે – યુગની આદિમાં પહેલી પૂર્ણિમા કયા ચંદ્ર નક્ષત્ર યોગમાં સમાપ્તિને પામે છે, તેમાં ૬૬ મુહૂર્તી અને એક મુહૂર્તના પર ભાગ અને એક ૬૨ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધાર્ય રાશિ લઈ લેવાય છે. તે પ્રથમા પૂર્ણિમાનો પ્રથન હોવાથી એક વડે ગુણીએ, તેથી તેમાંથી અભિજિતના નવ મુહૂર્ત અને એક મુહૂર્તના દર ભાગ, એકના બાસઠ ભાગના ૬૬/૬૭ ભાગ. એ રીતે એ પ્રમાણે શોધતકને શોધવું જોઈએ. - તેમાં ૬૬ના નવ મુહૂર્વો શુદ્ધ થતાં પછી પ૩ મુહૂર્તા રહેશે, તેમાંથી એક મુહૂર્ત લઈને, ૬૨ ભાગ કરાતા, તે ૬૨ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતા આવશે ૬૭ ભાગ. તેમાંથી ૨૪ શુદ્ધ થતાં, પછી ૪૩ ભાગ રહેશે. એક રૂપ લઈને ૬૭ ભાગ કરાતા અને તે ૬૭ ભાગો ૬૭ ભાકમાં ઉમેરતા ૬૮ ભાગો આવશે. તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ થતાં પછી ભાગ રહેશે. પછી ૩૦ મુહૂર્તા વડે શ્રવણ શુદ્ધ થતાં પછી ૨૬ મુહૂર્તા રહેશે. પછી આ આવેલ ઘનિષ્ઠા નક્ષત્રના ૩૦-મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૧૬/૬ર ભાગોમાં એકના ૬૨ ભાગના પણ ભાગો બાકી રહેતા પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય. એ પ્રમાણે પાંચ યુગ ભાવિની શ્રાવણી પૂર્ણિમાના કેટલાંક શ્રાવણથી અને કેટલાંક ધનિષ્ઠાથી પરિસમાતિ પામ છે તે પ્રમાણે ભાવના કરવી જોઈએ. તથા પ્રૌષ્ઠપદી - ભાદરવી પૂર્ણિમાને, ભગવદ્ ! કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નાનો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂર્વભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા. આ પાંચને પણ યુગ ભાવિની ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈપણ એક વડે પરિસમાપ્તિ થાય. ભગવદ્ ! આસોજ પૂર્ણિમાને કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમાં બેરેવતી, અશ્વિની. અહીં ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ કંઈક આસોજા પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે, પછી ભાદરવી પણ સમાપ્ત કરે. લોકમાં ભાદરવીમાં જ તેનું પ્રાધાન્ય છે, તે નામથી, તેના અભિધાનથી, તેથી અહીં વિવક્ષા નથી, માટે કોઈ દોષ નથી, તેથી બે સમાપ્ત કરે છે, તેમ કહ્યું. ૧૬૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આમાં ઘણી યુગભાવિનીને ઉક્ત નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર વડે પરિસમાપ્તિ થાય. તથા કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે – ભરણી અને કૃતિકા. અહીં પણ અશ્વિની નક્ષત્ર કોઈક કાર્તિકી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પરંતુ તે આસોજી પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી તેની અહીં વિવક્ષા કરી નથી, તેથી દોષ નથી. તેથી અહીં પણ બે કહેલ છે. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રની મધ્યમાં કોઈપણ વડે પરિસમાપ્તિ થાય. તથા માર્ગશિર્ષ પૂર્ણિમાને બે નક્ષત્રો સમાપ્ત કરે છે, રોહિણી અને મૃગશિર્ષ. આમાં પાંચ યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્ર મધ્યમાં કોઈપણ એક પરિસમાપન કરે છે. તથા પોષી પૂર્ણિમાને ત્રણ નક્ષત્રો - આદ્ર, પુનર્વસુ અને પુષ્ય પરિસમાપ્ત કરે છે. આમાં યુગમયે અધિકમાસના સંભવથી છમાંની કોઈપણ યુગભાવિનીને ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈ એક વડે પરિસમાપ્તિ કરે છે. તથા માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર - આશ્લેષા, મઘા તથા '' શબ્દથી પૂર્વ ફાગુની અને પુષ્ય પણ લેવા. તેના વડે આ યુમ્ભાવિની પાંચે મધ્ય કેટલીકને આશ્લેષા, કેટલીકને મઘા, કેટલીકને પૂર્વા ફાગુની, કેટલીકને પુષ્ય નp પરિસમાપ્ત કરે છે. [તેમ સમજવું જોઈએ.] તથા ફાગણ પૂર્ણિમાને બે નબ - પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાગુની, આ પાંચ યુગ ભાવિની પૂર્ણિમાને ઉક્ત નાકમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાને બે નક્ષત્ર - હસ્ત અને ચિત્રા સમાપ્ત કરે છે. આ પાંચે યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રમાંના કોઈપણ એક વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તથા વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ અને વિશાખા બે નબ તથા ‘વ’ શબ્દથી અનુરાધા પણ સમાપ્ત કરે. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પછી છે, વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી પર પૂર્ણિમામાં તેનો સાક્ષાત્ ઉપાત નથી. માટે સૂકમાં બે કહી. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક સમાપ્ત કરે છે. પેઠા મૂકી પૂર્ણિમાને ત્રણ- અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ. આ પાંચ યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર. આ પૂર્ણિમાને સમાપ્ત કરે છે. - આષાઢી પૂર્ણિમાને બે-પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આના યુગાંતમાં અધિકમાસના સંભવથી છ યુગ ભાવિનીના ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક વડે સમાપ્ત કરે છે. હવે કુલના દ્વાર પ્રતિપાદનથી સ્વતઃ સિદ્ધ છતાં પણ કુલાદિ યોજનાને મંદમતિ શિષ્યને બોધ કરવાનો પ્રશ્ન કરે છે – ભગવદ્ ! શ્રાવિઠીને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપકુલ જોડે છે ? ગૌતમ ! કુલ જોડે છે, 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ‘કુલ' પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે. તેમાં ‘કુલ' વડે યોગ કરતાં ઘનિષ્ઠા નક્ષત્ર જોડાય છે, તેના જ કુલપણે પ્રસિદ્ધપણાથી “શ્રાવિષ્ઠી પૂર્ણિમાનો” એ ભાવ છે.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336