Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 316
________________ ૭/૩૨૯ થી ૩૩૧ ૧૬૯ ૧૫-નક્ષત્ર પછી ફાલ્ગુની અહીં લીધું. આના પાંચ યુગભાવિ ત્રણ નો મધ્યે કોઈપણથી સમાપ્ત કરે તે પૂર્વવત્. કાર્તિકી અમાવાસ્યાને બે નક્ષત્ર જોડે છે, તે આ પ્રમાણે - સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી ત્રણ છે - સ્વાતિ, વિશાખા અને ચિત્રા. આમાં પણ પૂર્ણિમાના અશ્વિનીના અનુરોધથી ચિત્રા કહેલ છે. આમાં પાંચે પણ યુગભાવિનીના ત્રણ નક્ષત્રો મધ્યે કોઈપણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માર્ગશીર્ષી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે – અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે આ છે – વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. શેષ પૂર્વવત્. પૌષી અમાવાસ્યાનો બે નક્ષત્ર યોગ કરે છે - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી વળી ત્રણે નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ – મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આમાં યુગ મધ્યે અધિકમાસના સંભવથી છ એ પણ પૂર્વવત્. માઘી અમાવાસ્યાને ત્રણ અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા. આ પૂર્ણિમાવર્તિ આશ્લેષા અને મઘાથી અભિજિત સોળમું નક્ષત્ર હોવાથી વ્યવહાર અતીતત્વમાં પણ શ્રવણના સંબદ્ધત્વથી પંદરપણું ધારણ કરવું. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી વળી ત્રણ-ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ, શેષ પૂર્વવત્. ફાલ્ગુની અમાસને ત્રણ, તે આ રીતે – પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને શતભિષા. આ પણ વ્યવહારથી, નિશ્ચયથી ત્રણ આ પ્રમાણે – ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા શેષ પૂર્વવત્. ચૈત્રી અમાસને બે નક્ષત્રો-રેવતી અને અશ્વિની સમાપ્ત કરે છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી ત્રણ, આ પ્રમાણે - પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. - વૈશાખી અમાસ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે - ભરણી, કૃતિકા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી ત્રણ નક્ષત્રો કરે – રેવતી, અશ્વિની, ભરણી. જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને બે નક્ષત્રો – રોહિણી અને મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ બે નક્ષત્રો પૂર્ણ કરે, રોહિણી અને કૃતિકા શેષ પૂર્વવત્. આષાઢી અમાવાસ્યાને ત્રણ નક્ષત્રો – આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહારથી કહ્યું, પરમાર્થથી આ ત્રણ નક્ષત્રો - મૃગશિર્ષ, આર્દ્રા, પુનર્વસુ. આનો યુગાંતે અધિક માસ સંભવથી છ એમાં - પાંચેમાં પણ પૂર્વવત્ જાણવું. અહીં સર્વત્ર નક્ષત્રગણના મધ્યે જેમાં અભિજિત્ અંતર્ભૂત છે, તેમાં ન ગણવું, કેમકે સ્તોકકાળત્વથી છે. જેમકે સમવાયાંગમાં કહ્યું છે – જંબુદ્વીપમાં અભિજિત્ વર્જીને ૨૭-નક્ષત્રોથી વ્યવહાર વર્તે છે. હવે અમાવાસ્યામાં કુલાદિ પ્રયોજનનો પ્રશ્ન – ભગવન્ ! અમાવાસ્યનો શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો કે કુલોપકુલનો જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરે છે ? ગૌતમ ! કુળને પણ જોડે, ઉપકુલને જોડે છે, પણ કુલોકુલ અહીં પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં ાવિષ્ઠી અમાવાસ્યાને મઘા નક્ષત્ર જોડે છે. આ પૂર્વોક્ત યુક્તિથી વ્યવહાસ્યી કહ્યું, પરમાર્થથી વળી કુળનો યોગ કરતાં પુષ્ય નક્ષત્રને જોડે છે આ પૂર્વોક્ત જ છે. ૧૭૦ એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ વ્યવહારને આશ્રીને યથાયોગ્ય પરિભાવિત કરવું. ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર – ઉક્ત પ્રકારે બે કુલ વડે શ્રાવણી અમાવાસ્યાને ચંદ્રયોગ સમાપ્ત કરે છે. કુલોપકુલથી નહીં. તેથી શ્રાવણી અમાવાસ્યા કુલોપયુક્ત અને ઉપકુલોપયુક્ત કહેવી. ભાદરવી અમાવાસ્યાદિના પૂર્વવત્ પ્રશ્ન. - X - X - ઉત્તરસૂત્રમાં બે કુલ ઉપકુલને જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુલને જોડતાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં પૂર્વાફાલ્ગુની નક્ષત્રને જોડે છે. માર્ગશીર્ષીનો પ્રશ્ન પૂર્વવત્. તેમાં કુળનો યોગ કરતાં મૂલનક્ષત્રનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં જ્યેષ્ઠા નક્ષત્રનો, કુલોપકુલનો યોગ કરતાં અનુરાધા નક્ષત્રનો યોગ કરે છે. યાવત્ કરણ વડે ઉપસંહાર સૂત્ર યુક્ત છે, તેમ કહેવુ. એ પ્રમાણે માઘી, ફાલ્ગુની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલોપકુલને જોડે છે. બાકીની અમાવાસ્યા કુલને કે ઉપકુલને જોડે છે, તે પ્રમાણે કહેવું. હવે સન્નિપાતદ્વાર - તેમાં સન્નિપાત એટલે પૂર્ણિમાનક્ષત્ર થકી અમાવાસ્યા અને અમાવાસ્યા નક્ષત્ર થકી પૂર્ણિમામાં નક્ષત્રનો નિયમથી સંબંધ છે, તેનું સૂત્ર ભગવન્ ! જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની પૂર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત હોય છે અને જ્યારે મઘાનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પૂર્વેની અમાવાસ્યા શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત હોય છે ? ગૌતમ ! હા, હોય છે. તેમાં જ્યારે શ્રાવિષ્ઠી ઈત્યાદિ તેમજ કહેવું, પ્રશ્નના સમાન ઉત્તર હોવાથી તેમ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે - અહીં વ્યવહાર નયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા. તેથી જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વની અમાસ મઘા નક્ષત્રયુક્ત થાય છે. કેમકે શ્રવિષ્ઠા નક્ષત્રથી આરંભીને મઘા નક્ષત્રની પૂર્વે ચૌદમું છે. - X - ભગવન્ ! જ્યારે મઘા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પાશ્ચાત્ય અમાવાસ્યા હોય છે. કેમકે મઘાનક્ષત્ર થકી આરંભીને પૂર્વ વિષ્ઠાનક્ષત્ર પંદરમું છે. આ માઘમાસને આશ્રીને કહેલ છે, તેમ વિચારવું. ભગવન્ ! જ્યારે ઉત્તરાભાદ્રપદયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર યુક્ત હોય, કેમકે ઉત્તરાભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પંદરમું છે. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા ઉત્તરાભાદ્રપદયુક્ત

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336