Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 312
________________ ૭/૩૨૯ થી ૩૩૧ એ રીતે ભાદરવો, ઉત્તરા ભાદ્રપદ વડે, આસો અશ્વિની નક્ષત્ર વડે પરિસમાપ્ત થાય છે. શ્રાવણ આદિ પ્રાયઃ માસ પરિામાપક માસ સદેશ નામવાળા છે. અહીં પ્રાયઃ ગ્રહણથી ઉપકુલાદિ નક્ષત્ર વડે પણ માસની પરિસમાપ્તિ થાય છે. કુલના અધાન નક્ષત્રો, શ્રવણાદિ ઉપકુલો, કુલની સમીપ ત્યાં વર્તતા હોવાથી ઉપકુલ કહ્યા. અર્થાત્ ઉપચારથી તે ઉપકુલ નક્ષત્રો કહેવાય છે. ૧૬૧ જે કુલો અને ઉપકુલોની નીચે વર્તે છે, તે કુલોપકુલ. અભિજિતાદિ બાર ઉપકુલ નક્ષત્રો છે, તે આ રીતે – શ્રવણ ઉપકુલ, ભાદ્રપદ ઉકુલ આદિ સૂત્રાર્થવત્ જાણવા. ચાર કુલોપકુલ નક્ષત્રો છે, તે આ પ્રમાણે – અભિજિત્ કુલોપકુલ ઈત્યાદિ સૂત્રતા. કુલાદિ સંજ્ઞા પ્રયોજન - ક્યાં નક્ષત્રોમાં કયા કાર્ય સિદ્ધ થાય છે, તે દર્શાવવા માટે કહેલ છે. હવે પૂર્ણિમા અને અમાવાસ્યાનું દ્વાર કહે છે – ભગવન્ ! કેટલી પૂર્ણિમા – પરિસ્ક્રૂટ સોળકલાવાળા ચંદ્રયુક્ત કાળ વિશેષ રૂપ છે. પૂર્ણચંદ્ર વડે નિવૃત્ત. તથા કેટલી અમાવાસ્યા – એક કાળ અવચ્છેદથી એક જ ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય અવસ્થાનના આધાર કાળ વિશેષ રૂપ છે. અા - સાથે ચંદ્ર અને સૂર્ય જેમાં વસે છે તે. ગૌતમ ! જાતિ ભેદને આશ્રીને બાર પૂર્ણિમા અને બાર અમાવાસ્યા કહેલી છે, તે આ પ્રમાણે – (૧) શ્રવિષ્ઠા - ધનિષ્ઠા, તેમાં થાય તે શ્રાવિષ્ઠી - શ્રાવણ માસવર્તી. (૨) પ્રૌષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પ્રૌષ્ઠપદી-ભાદરવા માસ ભાવિ. (૩) અશ્વયુત્ - અશ્વિની નક્ષત્રમાં થનારી તે આશ્ચયુજી અર્થાત્ આસોમાસ ભાવિ. ૦ એ પ્રમાણે કાર્તિકી, માર્ગશિર્ષી, પૌષી, માઘી, ફાલ્ગુની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી અને આષાઢી જાણવી. પ્રશ્નસૂત્રમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ભેદથી નિર્દેશ કરેલ હોવા છતાં ઉત્તરસૂત્રમાં જે અભેદથી નિર્દેશ છે, તે નામના એકપણાને દર્શાવવાને માટે છે. તેથી અમાવાસ્યા પણ શ્રાવિષ્ઠી, પ્રૌષ્ઠપદી, આશ્ચયુજી ઈત્યાદિ જાણવી. [શંકા] શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવિષ્ઠાના યોગથી થાય છે, જ્યારે અમાવાસ્યા શ્રાવિીના યોગથી નથી કેમકે તે આશ્લેષા અને મઘાના યોગથી કહેવાનાર છે, તેનું શું ? [સમાધાન] શ્રાવિષ્ઠી પૂર્ણિમા જેમાં છે, તે શ્રાવણમાસ, તેના જ - અર્થાત્ શ્રાવણ મારાવર્તી. એ પ્રમાણે જ પ્રૌષ્ઠપદિ આદિમાં કહેવું જોઈએ. હવે જે નક્ષત્ર વડે એક એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેને પૂછવાની ઈચ્છાથી કહે છે – ભગવન્ ! શ્રાવણી પૂર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? અર્થાત્ કેટલાં 27/11 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ૧૬૨ નક્ષત્રો ચંદ્રની સાથે સંયોગ કરીને પરિસમાપ્ત કરે ? ગૌતમ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, ત્રણ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. અહીં શ્રવણ અને ઘનિષ્ઠા રૂપે બે જ નક્ષત્ર શ્રાવણી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પંચયુગભાવિ પૂર્ણિમામાં ક્યાંય પણ અભિજિતથી પરિસમાપન દર્શાવેલ નથી. માત્ર અભિજિત્ નક્ષત્ર શ્રવણ સાથે સંબદ્ધ છે, તે પણ પરિસમાપ્ત કરે છે તેમ કહ્યું. જો કે સામાન્યથી આ શ્રાવિષ્ઠી સમાપક નક્ષત્ર દર્શન જાણવું. પાંચે પણ શ્રાવણી પૂર્ણિમામાં કઈ પૂર્ણિમા, ક્યા નક્ષત્રને કેટલાં મુહૂર્તમાં, કેટલાં ભાગમાં, કેટલાં પ્રતિભાગ જતાં અને જશે ત્યારે પરિસમાપ્ત કરે છે, તેમ સૂક્ષ્મતાથી જાણવા આ પ્રવચન પ્રસિદ્ધ કરણની ભાવના કરવી જોઈએ – આ યુગમાં જો અમાવાસ્યાને જાણવા ઈચ્છે છે, જેમકે કયા નઙ્ગમાં વર્તતા પરિસમાપ્તિ થાય છે અર્થાત્ જે રૂપે જેટલી અમાવાસ્યા અતિક્રાંત થઈ, તેટલી સંખ્યા. [તે માટે] કહેવાનાર સ્વરૂપ અવધારણ કરાય છે - પ્રથમપણે સ્થપાય તે અવધાર્ય - ધ્રુવરાશિ. તે અવધાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ગુણવી. હવે કયા પ્રમાણમાં આની અવધાર્ય રાશિ છે, તે પ્રમાણની નિરુપણાર્થે કહે છે— ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પરિપૂર્ણ ૫/૬૨ ભાગ અને એક ૬૨-ભાગના, એક ૬૭મો ભાગ અર્થાત્ ૬૬-૫/૬૨ ૫૬૨/૬૭ એટલાં પ્રમાણમાં અવધાર્ય રાશિ છે. આટલા પ્રમાણની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે – અહીં જો ૧૨૪ પર્વથી ૫-સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ૨-પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રિરાશિ સ્થાપના – ૧૨૪/૫/૨. અહીં અંત્ય રાશિ બે વડે મધ્ય રાશિ-૫-ને ગુણતાં ૫ × ૨ = ૧૦ પ્રાપ્ત થાય. તેનો ૧૨૪ વડે ભાગાકાર કરતાં, તેમાં છૈધ-છેદક રાશિ આવશે - ૧૦/૧૨૪ તેને બે વડે અપવર્તના કરતાં આવે ૫/૬૨ અર્થાત્ ઉપરની રાશિ-૫ અને નીચેની છેદની રાશિ-૬૨ આવશે. આના વડે નક્ષત્રો કરવા. નક્ષત્ર કરણ માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપે ગુણવા. તેથી ૯૧૫૦ થાય, છેદરાશિ ૬૨ને પણ ૬૭ વડે ગુણો, આવશે ૪૧૫૪. ઉપરની રાશિના મુહૂર્ત કરવાને ફરી ૩૦ વડે ગુણીએ. આવશે - ૨,૭૪,૫૦૦, તેને ૪૧૫૪ વડે ભાંગવા. તો આવશે-૬૬ મુહૂર્ત અને શેષ અંશ રહેશે-૩૩૬. તેના ૬૨-ભાગ લાવવાને માટે, તેને ૬૨ વડે ગુણતાં થશે-૨૦,૮૩૨. તેના અનંતરોક્ત છેદ રાશિ વડે ૪૧૫૪થી ભાગ કરતાં આવે ૫/૬૨ ભાગ, અર્થાત્ પરિપૂર્ણ-૫ અને શેષ રહેશે-૬૨. પછી આ ૬૨-ની અપવર્તના કરીએ, એક છેદ રાશિ છતાં પણ ૬૨-અપવર્તનામાં ૬૭ થાય છે. તેથી આવેલ ૬૬-મુહૂર્તો, એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ ૬૨ ભાગો, એક ૬૨-ભાગના એક ૬૭ ભાગ થાય છે. એ પ્રમાણે અવધાર્ય રાશિ પ્રમાણ આવે છે. શેષ વિધિ કહે છે - ૪ - અનંતરોક્ત સ્વરૂપ અવધારીને રાશિની ઈચ્છામાં અમાવાસ્ય સંગુણને જાણવાને ઈચ્છે છે, તો સંગુણિત કરવી, એથી ઉર્ધ્વનક્ષત્રોને -

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336