Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 300
________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૩ હવે ત્રીજુ - પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે ? ગૌતમ! પાંચ ભેદે કહેલ છે, તે આ રીતે - નાક્ષત્ર આદિ - ૪ - અહીં નબ, ચંદ્ર, અભિવર્ધિત નામે સ્વરૂપથી પૂર્વે કહ્યા છે. ઋતુ-લોક પ્રસિદ્ધ વસંત આદિ, તેનો વ્યવહારહેતુ સંવત્સર તે ઋતુ સંવાર. બીજા ગ્રંથમાં આનું નામ સાવન સંવત્સર કર્મસંવત્સર છે. આદિત્યના ચારણી દક્ષિણ અને ઉત્તરાયના વડે નિપજ્ઞ આદિત્ય સંવત્સર. પ્રમાણના પ્રધાનત્વથી આ સંવત્સરનું પ્રમાણ જ કહે છે. તેના માસ પ્રમાણાધીનત્વથી આદિમાં માસ પ્રમાણ. તે આ રીતે - અહીં ચંદ્ર આદિ સંવાર પંચક પ્રમાણ યુગમાં અહોરાત્ર ૧૮૩૦ પ્રમાણ થાય છે. આ કઈ રીતે જાણવું ? અહીં સૂર્યના દક્ષિણ કે ઉત્તર અયન ૧૮૩ દિવસરૂપ યુગમાં પાંચ દક્ષિણાયન અને પાંચ ઉતરાયન, એમ સર્વ સંખ્યાથી દશ અયનો થાય. તેથી ૧૮૩ને ૧૦ વડે ગુણતાં યથોક્ત દિન રાશિ આવે. એ પ્રમાણે દિનરાશિને સ્થાપીને નક્ષત્ર, ચંદ્ર, ગડતુ આદિ માસના દિવસ લાવવાને માટે યથાક્રમે ૬૭, ૬૧, ૬૨ સ્વરૂપથી ભાગ કરવો. તેથી યથોક્ત નાગાદિમાસ ચતુષ્કગત દિવસ પરિમાણ આવે. તે આ પ્રમાણે - યુગદિનાશિ ૧૮૩૦ છે. આના યુગમાં ૬૭ માસ, એ રીતે ૬૭ વડે ભાગ કરતાં, જે પ્રાપ્ત થાય તે નક્ષત્રમાસ. તથા આના જ યુગ દિનરાશિના ૧૮૩૦ રૂપના ૬૧ યુગમાં ઋતુમાસ, એ રીતે ૬૧ ભાગ કરતાં ઋતુમાસ પ્રમાણ આવે. તથા યુગમાં સૂર્યમાસ-૬૦, એ ધ્રુવ રાશિ ૧૮૩૦ રૂપને ૬૦ ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યમાસ પ્રમાણ. તથા અભિવદ્ધિત વર્ષમાં-ત્રીજા કે પાંચમામાં ૧૩ ચંદ્રમાસ થાય છે, તે વર્ષના બાર ભાગ કરાતા, એકૈક ભાગ અભિવર્ધિતમાસ એમ કહેવાય છે. આ અભિવર્ધિત સંવત્સરનું તેર ચંદ્રમાસ પ્રમાણને દિવસપ્રમાણ - 3૮૩ - ૪૪/૬ર છે. તે કઈ રીતે ? ચંદ્રમાસનું પ્રમાણ દિવસ - ૨૯ - ૩૨૨ છે. તેને ૧૩-વડે ગુણતાં આવશે 398 દિવસોના, ૪૧૬ અંશોના અને તે દિવસના ૬૨ ભાગો, તેના દિવસો લાવવા માટે ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત ૬-દિવસ, તેને પૂર્વોક્ત દિવસોમાં ઉમેરતા થશે - ૩૮૩ દિવસ - ૪૨ ભાગ. પછી વર્ષમાં બાર માસ, એમ માસ લાવવાને માટે બાર વડે ભાંગતા ૩૧અહોરમ પ્રાપ્ત થશે. બાકી ૧૧ અહોરાત્ર શેષ રહેશે. તેને બાર વડે ભાગ દેવાશે નહીં. તેથી જો ૧૧ ૪૪ ભાગ મીલનાર્થે ૬૨ વડે ગુણવામાં આવે ત્યારે પૂર્ણ રાશિ ત્રુટિત નહીં થાય કેમકે શેષ વિધમાન છે. તેથી સુમેક્ષિકા બમણી કરીને ૬૨ વડે ૧૨૪-૩૫-૧૧ને ગુણતાં આવશે ૧૩૬૪, પછી ૪૪/ર ને સવર્ણનાર્થે બમણાં કરીને મૂળરાશિમાં ઉમેરીએ તો ૧૪૫૨ થશે. આને ૧૨ વડે ભાંગતા ૧૨૧ આવશે. • x - ઈત્યાદિથી અભિવર્ધિત માસ પ્રમાણ આવે. આ બધાંની કમથી અંકસ્થાપના આ રીતે - આ નાગાદિ માસનું પ્રમાણ, ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વર્ષના ૧૨-માસ એ રીતે બામણું પોત-પોતાનું વર્ષ પ્રમાણ થાય છે, સ્થાપના આ રીતે - [એમ બે સ્થાપના કરી છે.] જેમકે નક્ષત્ર માસના દિન-૨૭, ભાગ ૨૧, ચંદ્રમાસના દિવસ-૨૯ અને ૩૨ ભાગ, ઋતુમાસના-30 દિવસ, સૂર્યમાસના ૩૦ દિવસ 30/ભાગ અભિવર્ધિત માસના - ૩૧ દિવસ અને ૧૨૧/૧૨૪ ભાગ. વર્ષ પ્રમાણ સ્થાપનામાં નબ વર્ષના ૩૨૭. પ૧/૪ ભાગ, ચંદ્ર વર્ષના - ૩૫૪ - ૧/૬ ભાગ, વડતુવર્ષના-૩૬૦, સૂર્યવર્ષના - ૩૬૬ અને અભિવર્ધિત વર્ષના - ૩૮૩ - ૪૪ર થશે. • x • x - aો નિસયા આ ગાથાની વ્યાખ્યા - આદિત્યાદિ સંવત્સર માસોની મધ્યે કર્મસંવત્સર સંબંધી માસ નિરંશપણે - પૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણપણે લોકવ્યવહારકાક થાય. બાકીના સૂર્ય આદિ વ્યવહારમાં ગ્રહણ કરવા દુકર છે કેમકે સાંશપણે વ્યવહારપથમાં અવતરતા નથી. તિરંશતા આ પ્રમાણે છે – ૬૦ પલની ઘટિકા, બે ઘટિકા તે મુદ્દd, 30મુહૂર્તનું અહોરાત્ર. ૧૫-અહોરાત્રનો પક્ષ, બે પક્ષનો માસ, ૧૨માસનું સંવત્સર. એ પ્રમાણે છે. શાઅવેદી વડે બઘાં પણ મારો સ્વસ્વકાર્યોમાં નિયોજિત છે, તે આ રીતે - અહીં નક્ષત્રમાસનું પ્રયોજન સંપદાયથી જાણવું. વૈશાખ, શ્રાવણ, માઘ, પોષ ફાગણમાં જ વાસ્તુનો પ્રારંભ કQો પણ બાકીના સાતમાં નહીં. ઈત્યાદિ ચંદ્રમાસનું પ્રયોજન છે. તુમાસનું પૂર્વે કહેલ છે. સિંહસ્થ ગુરુ, ધનાર્ક-મીનાક, અધિકમાસ ઈત્યાદિમાં લગ્ન ન કરવા, તે સૂર્યમાસ અને અભિવર્ધિતમામનો હેતુ છે. પૂર્વે નક્ષત્ર સંવત્સરાદિ સ્વરૂપથી નિરૂપેલ, અહીં તે દિનમાન કાઢવા વગેરે પ્રમાણ કરણથી વિશેષથી નિરૂપિત છે, માટે પુનરુક્તિ છે, તેમ ન વિચારવું. નિશીથ ભાણકારના આશયથી - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવર્ધિતરૂપ પાંચ માસ, તેના બારગણાં તે સંવત્સર છે એ રીતે સંવત્સરપંચક યુક્તિયુકત છે. અન્યથા ઉદ્દેશાધિકારમાં નક્ષત્ર સંવત્સર ઉદ્દેશ કરણ, યુગસંવત્સર અધિકારમાં ચંદ્ર અને અભિવર્ધિતનું ઉદ્દેશ કરણ, વળી પ્રમાણ સંવત્સર અધિકારમાં તેનું જ પ્રમાણ કરણ ઈત્યાદિ મોટા-ગૌરવને માટે થાય. જે સ્થાનાંગ, ચંદ્રપ્રાપ્તિ આદિમાં અને આ ઉપાંગમાં આ સંવત્સરપંચક વર્ણન કરેલ છે, તે બહુશ્રુત વડે જાણવા યોગ્ય છે (અથવા બહુશ્રુત જાણે.) હવે લક્ષણ સંવત્સર - [સૂત્રાર્થ મુજબ જાણવું] તેમાં સમ - સમપણે નક્ષત્ર • કૃતિકાદિ વન - કારતક પૂનમ આદિ તિથિ વડે સંબંધ યોજે છે. અર્થાત્ જે નક્ષત્રો જે તિથિમાં ઉત્સથિી હોય - જેમ કે કારતકે કૃતિકા, તેનું તેમાં જ હોવું. * * * જેમાં સમપણે ઋતુઓ પરિણમે, વિષમપણે નહીં, કાર્તિકી પછી હેમંતઋતુ,

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336