Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 308
________________ ૭/૩૧૦ થી ૩૧૮ સમાન છે. [૩૧૮] નક્ષત્ર- ૨૨ થી ૨૮ ના સંસ્થાન આ રીતે – કીલક, દામનિ, એકાવલિ, ગદંત, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૮ : ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગૌતમ ! મૌદ્ગલાયન અર્થાત્ મૌદ્ગલ ગોત્રીય વડે સમાન ગોત્ર તે મૌદ્ગલાયન. એમ આગળ પણ જાણવું. હવે અભિજિતથી આરંભીને લાઘવાર્થે આ ગાથાઓ - (૧) મૌદ્ગલાયન, (૨) સાંખ્યાયન, (૩) અગ્રભાવ, (૪) કણિલાયન, (૫) જાતુકરઅમ, (૬) ધનંજય, (૭) પુષ્પાયન, (૮) આશ્વાયન, (૯) ભાવેશ, (૧૦) અગ્નિવેશ્ય, (૧૧) ગૌતમ, (૧૨) ભારદ્વાજ, (૧૩) લૌહિત્યાયન, (૧૪) વાશિષ્ટ, (૧૫) અવમજ્જાયન, (૧૬) માંડ વ્યાયન, (૧૩) પિંગાયન, (૧૮) ગોવલ્લાયન, (૧૯) કાશ્યપ, (૨૦) કૌશિક, (૨૧) દાર્ભાયન, (૨૨) ચામરચ્છાયન, (૨૩) ગાયન, - ૪ - (૨૪) ગોલવ્યાયન, (૨૫) ચિકિત્સાયન, (૨૬) કાત્યાયન, (૨૭) વાભવ્યાયન, (૨૮) વ્યાઘ્રાપત્ય. ૧૫૩ હવે સંસ્થાનદ્વાર - ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું સંસ્થાન કોના જેવું છે ? ગૌતમ ! ગોશીર્ષ, તેની આવલી, તેના પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણી, તેની સમાન સંસ્થાન કહેલ છે. એ પ્રમાણે બાકીના નક્ષત્રોના સંસ્થાન જાણવા. શ્રવણનું કાસાર સંસ્થાન, ધનિષ્ઠાનું શકુનિ પિંજર સંસ્થાન, શતભિષાનું પુષ્પોયરા સંસ્થાન, પૂર્વાભાદ્રપદનું અર્ધવાપી, ઉત્તરાભાદ્રપદનું પણ અર્ધવાપી, આ બંનેના ભેગા થવાથી પરિપૂર્ણ વાપી થાય છે, તેથી સૂત્રમાં વાપી-વાવળી કહેલ છે, તેથી સંસ્થાનોમાં સંખ્યા ન્યૂનતા ન વિચારવી. રેવતીનું નાવ સંસ્થાન, અશ્વિનીનું અશ્વ સ્કંધ, ભરણીનું ભગ ઈત્યાદિ સંસ્થાનો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની બંનેમાં અર્ધપત્યંક સંસ્થાન કહેવા, તેથી બંને મળીને પરિપૂર્ણ પલ્લંક થાય. ચિત્રાનું મુખમંડન પુષ્પ સંસ્થાન છે, દામનિ એટલે પશુના દોરડાનો આકાર. હવે ચંદ્ર-સૂર્ય યોગ દ્વાર – • સૂત્ર-૩૧૯ થી ૩૨૮ : [૩૧] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? ગૌતમ ! નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે આ ગાથાઓ જાણવી – [૨૦] અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાત્રમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત અને ૨૭-કળા છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ [૩૨૧] શતભિષા, ભરણી, આર્ટ, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે. [૩રર] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫મુહૂર્ત સંયોગવાળા છે. ૧૫૪ [૩૨૩] બાકીના ૧૫-નક્ષત્રો ૩૦ મુહૂર્તોથી ચંદ્રમાં યોગ કરે છે. આ નક્ષત્રોનો યોગ જાણવો. [૩ર૪] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કેટલાં અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ? ગૌતમ! ચાર અહોરાત્ર અને છ મુહૂર્તોથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી – [૩૨૫] અભિજિત નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્તથી સૂર્યની સાથે જાય છે, હવે બાકીના કહે છે – [૩૨૬] શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નક્ષત્રોનો સૂર્યની સાથે ૬-અહોરાત્ર અને ૨૧-મુહૂર્તો સુધી યોગ રહે છે, તેમ જાણ. [૩૨] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નક્ષત્રો સૂર્ય સાથે ૨૦-અહોરાત્ર અને ૩-મુહૂર્ત સુધી રહે છે. [૩૨૮] બાકીના ૧૫-નક્ષત્રો સૂર્યની સાથે ૧૨-મુહૂર્ત અને ૧૩-અહોરાત્ર સાથે રહે છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૮ : ભગવન્ ! આ અઠ્ઠાવીશ નક્ષત્રો મધ્યે અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્ત, ચંદ્રની સાથે યોગ કરે છે ? - સંબંધ કરે છે ? ગૌતમ ! ૯ - ૨૭/૬૭ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે. એ કઈ રીતે જાણવું ? આ અભિજિત્ નક્ષત્ર ૬૭ ખંડીકૃત્ અહોરાત્રના ૨૧ ભાગોથી ચંદ્રની સાથે યોગ કરે છે. તે ૨૧ ભાગોના મુહૂર્તગત ભાગ કરવાને, અહોરાત્રના ૩૦-મુહૂર્તો છે, તેથી ૩૦ વડે ગુણાય છે, તેથી ૬૩૦ થાય. તેને ૬૭ વડે ભાંગતા ૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨/૬૭ ભાગ થાય. આ સર્વજઘન્ય ચંદ્રનો નક્ષત્ર યોગકાળ છે. જો કે શ્રી અભયદેવસૂરિએ સમવાયાંગમાં નવમા સમવાયની વૃત્તિમાં ૯ - ૨૪/ ૬૨ I ૬૬/૬૭ ભાગ સુધી ચંદ્રનો યોગ કહેલ છે, તે પૂર્ણિમા અને અમાવાસ્યા પરિસમાપ્તિ કાલ ભાવિ નક્ષત્ર જાણવાનો ઉપાય કહેવાથી ૬૬ - ૫/૬૨ / ૧/૬૭ ભાગરૂપ ધ્રુવરાશિના નક્ષત્ર શોધન-અધિકારમાં ૨/૬૩ ભાગ દુઃશોધ્ય છે, તેથી ૨૭/૬૭ ભાગને સવર્ણનાર્થે ૬૨ વડે ગુણવાથી ૧૬૩૪ થાય છે. તેને ૬૭ ભાગથી ભાંગતા આવશે – ૨૪/૬૨ I ૬૬/૬૭• • x + X - આ કહેવાનારી ગાથા વડે જાણવું - ચંદ્રયોગ કાળમાન. તે આ રીતે – અભિજિતનો ચંદ્ર સાથે યોગ ૬૭ ખંડી અહોરાત્ર કલ્પવું. તે પૂર્વોક્ત ૨૧ ભાગ

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336