Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 241
________________ પ/ર૧૨ થી ૨૧૪ ૧૯ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ લીલા સ્થિત એમ વિમાન વર્ણન પૂર્વવત્ કહેવું. વાવત યોજન વિસ્તીર્ણ દિવ્ય યાન-વિમાન વિફર્વને આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે તે અભિયોગિક દેવો અનેકશત dભયુકત દેવ વિમાન સ્ત્રી પાવતુ આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે અધોલોક વાસણા આઠ દિશાકુમારીઓ હર્ષિત-સંતુષ્ટ થઈને પ્રત્યેક પ્રત્યેક ૪ooo સામાનિકો, ચાર મહત્તાિ યાવતુ બીજા પણ ઘણાં દેવોદેવીઓ સાથે પરિવરીને, તે દિવ્ય યાન-વિમાને આરોહે છે, આરોહીને સર્વત્રઋદ્ધિથી, સર્વવુતિથી, ધનમૃદંગ પ્રણવના પ્રવાદિત રવ વડે, તેવી ઉત્કૃષ્ટ પાવ4 દેવગતિથી જ્યાં ભગવંત તીર્થકરનું જન્મનગર છે, જ્યાં તીર્થકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને ભગવંત તીકરના જન્મભવનમાં તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં કંઈક ચતુરગુણ ધરમિતલથી ઉંચે રહીને, તે દિવ્ય યાન વિમાનને રોકે છે, રોકીને પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકો સાથે કાવતુ સંપરિવરીને દિવ્ય માન-વિમાનથી ઉતરે છે, ઉતરીને સર્વઋદ્ધિથી યાવતુ નાદિત વડે જ્યાં ભગવાન તીર્થકર અને તીર્થકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવન તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્યારપછી પ્રત્યેકે પ્રત્યેક બે હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે કહ્યું - હે રતનકુક્ષિધારિકા જગાદીપદાયિકા [માતા આપને નમસ્કાર થાઓ. સર્વ જગતમંગલ, નેત્રરૂપ, મૂત, સર્વજગ જીવવત્સલ, હિતકાક, માગદિશક, વાક્ભ વયુકત, જિન, જ્ઞાની, નાયક, બુધબોધક, સવલોકનાથ, નિમિ, પ્રવકુલોત્પન્ન, જાત ક્ષત્રિય, યશસ્વી, લોકોત્તમ [તીકર)ની આપ માતા છો. આપ ધન્ય છો, પુન્ય અને કૃતાર્થ છો. અમે ધોલોક વાત્સલ્લા આઠ દિશાકુમારી મહત્તારિકાઓ, હે દેવાનુપિયા. ભગવાન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એ પ્રમાણે કહીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનોનો યાવતુ સંવતક વાયુ વિકુર્ત છે, વિક્વને તે શિવ, મૃદુલ, અનુદ્ધતભૂમિતલ વિમલકરણ, મનહર, સર્વઋતુક સુરભિ કુસુમ ગંધાનુવાસીક, પિડિમ-અનિહાર્રિમ ગંધોક્રૂત તીથ પ્રવાહિત વાયુ વડે ભગવંત તીર્થકરના જન્મ ભવનને ચોતરફથી એક યોજન પર્યન્ત સંમાર્જિત કરે છે. જેમ કોઈ કર્મકરદાક હોય યાવતું પૂવવ ત્યાંના ડ્રણ-ત્ર-કાષ્ઠકચરો, જે અશુચિ-અચોક્ત, પૂતિક, દુરભિગંધ છે તે બધું વાળી-cuળીને એકાંતમાં ફેંકે છે. ત્યારપછી તીર્થકર અને તીકરની માતા જ્યાં છે, ત્યાં આવે છે, આવોને, તીર્થકરની માતાની કંઈક સમીપે આગાન કરતી, પરિગાન કરતી ત્યાં રહે છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ - જે કાળે એકૈક ચક્રવર્તીના વિજેતવ્ય ક્ષેત્રખંડમાં ભારત અને ઐરવતાદિમાં ભગવનું તીર્થકર જન્મ લે છે. ત્યારે આ જન્મ મહોત્સવ પ્રવર્તે છે. આ ચક્રવર્તી વિજયમાં, એમ કહી અકર્મભૂમિ અને દેવ-કુર આદિમાં જિન જન્મ અસંભવ છે, તેમ કહ્યું. એકૈક એમ વીણા વચનથી બધી કર્મભૂમિમાં જિન જન્મ યથાકાળે અભિહિત છે. તેમાં પ૬-દિકકુમારીની વક્તવ્યતા છે. તેમાં ધોલોક નિવાસી આઠ દિશાકુમારી છે, તેનું સ્વરૂપ કહે છે – તે કાળે - ભરત રવતમાં સંભવિત જિનજન્મના બીજા-ચોથા આરા સ્વરૂપ અને મહાવિદેહમાં ચોથા આરારૂપ લક્ષણ, કેમકે તેમાં સર્વદા તેના આધ સમય સદેશકાળ વિધમાન હોય છે. તે સમયે - બધે જ મધ્યરાત્રિરૂપ, કેમકે તીર્થકરો મધ્યરાત્રિએ જ જન્મે છે. અધોલોક વાસ્તવ્ય - ચોથા ગજદંતની નીચે સમભૂતલથી 600 યોજન રૂપ, તિલોક વ્યવસ્થાને છોડીને પ્રતિ ગજદંત બે-બે છે તે ભવનોમાં વસનારી. જે ગજદંતના છઠ્ઠા-પાંચમાં કૂટની પૂર્વે ગજદંત સૂત્રમાં આનો વાસ કહેલ છે. ત્યાં કીડાર્યો આવવાના હેતુથી છે. અન્યથા આના ૪૦૦ યોજનથી પoo યોજન પર્યન્ત ઉચ્ચવ ગજતગિરિમાં ૫૦૦ યોજન ઉંચા કૂટના પ્રાસાદાવતંકવાસીપણાથી, નંદનવન-કૂટમાં મેઘંકરાદિ દિકુમારીની જેમ ઉર્વલોકવાસીપણું છે તેમ આપત્તિ આવે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – આઠ દિકકુમારી - દિકકુમાર ભવનપતિ જાતિય, પોતાના વર્ગમાં પ્રધાનતકિા, ગજદંતાગિરિવર્તી પોત-પોતાના ભવનપતિ દેવાવાસોમાં, પોત-પોતાના કૂટવર્તી કીડાવાસોમાં, પ્રત્યેકે-પ્રત્યેક ૪૦૦૦, દિશાકુમારી સર્દેશ ધ્રુતિ વિભવાદિ દેવો, સારદિકકુમારી તુરા વૈભવાદિથી તેમનાથી અનતિકમણીય, સ્વ સ્વ પરિવાર સહિત, હાથી-ઘોડા-રથ-પદાતિ-મહિપ-ગંધર્વ-નાટ્યરૂપ સાત અનિકો અને અનિકાધિપતિ વડે, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો વડે, બધું વિજયદેવ અધિકારની જેમ વ્યાખ્યા કરવી. [શંકા] કેટલીક દિકકુમારીની સ્થાનાંગમાં પલ્યોપમસ્થિતિ કહી છે, સમાન જાતિયત્વથી આમનું પણ તે પ્રમાણે આયુષ સંભવે છે, તેથી તેનું ભવનપતિ જાતિયત્વ સિદ્ધ છે, તો ભવનપતિ જાતિયોનું વ્યંતરજાતિય પકિર કઈ રહે સાથે જાય ?. (સમાધાન] આમના મહર્ધિકત્વથી જે આજ્ઞાકારી વ્યંતરો છે, તે લેવા અથવા અહીં વાણમંતર શબ્દથી વનોના અંતરોમાં ચરે છે એવો યોગિક અર્થ લેવો. તેનાથી ભવનપતિ પણ વાણમંતર કહેવાય છે. કેમકે બંનેમાં પ્રાયઃ વનકૂટાદિમાં વિહરણશીલપણું સંભવે છે. • x - આમના નામો કહે છે - ભોગંકરા આદિ, તે સ્પષ્ટ છે. હવે ત્યાં શું થયું ? તે કહે છે - પછી તે અધોલોક વાસ્તથા આઠ દિકકુમારી મહરિકાના પ્રત્યેકના આસન ચલિત થયા. x - આસન કંયા પછી તે અધોલોક વાવ્યા આઠે દિકકુમારી મહતરાએ આસનો ચલિત થતાં જોઈને અવધિજ્ઞાન પ્રયોજીને ભગવંત તીર્થકરને જોયા, જોઈને એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું –

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336