Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 266
________________ ૬/૨૪૬ થી ૨૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે દ્રહો-૧૬ મહાદ્રહો, છ વર્ષધરોના અને સીત-સીટોદાના પ્રત્યેકના પાંચપાંચ એ રીતે ૬+૧૦=૧૬. ધે નદીઓ-જંબદ્વીપમાં વર્ષઘરથી નીકળતી કેટલી મહાનદીઓ છે ? વર્ષધરના કહી નીકળતી તે વર્ષઘરપ્રવહા કહી. અન્યથા વર્ષધરના તટે રહેલ કુંડથી નીકળતી નદીને પણ વર્ષuપ્રભવા કહી હોત. કેટલી મહાનદીઓ વર્ષધરના તટે રહેલ કુંડમાંથી નીકળતી કહેલી છે ? જંબૂદ્વીપમાં ૧૪ મહાનદી વર્ષઘરના દ્રહથી નીકળતી, ભરત ગંગાદિની પ્રતિક્ષોગમાં બબ્બે હોવાથી કહી. કુંડથી નીકળતી ૩૬ મહાનદી. તેમાં સીતાની ઉત્તરે આઠ વિજયોમાં, સીસોદાની દક્ષિણે આઠ વિજયોમાં એકૅક, ૧૬-ગંગા અને ૧૬-સિંદુ ઈત્યાદિ ગણતાં ૬૪ નદી અને ૧૨ રતનદી ઉમેરતા કુલ ૩૬ નદીઓ કુંડાભવ થઈ. તે સીતા-સીતોદા પરિવારરૂપ સંભવે છે, તો પણ મહાનદીત્વ સ્વસ્વવિજયમાં ૧૪,ooo નદી પરિવાર સંપદાની પ્રાપ્તિથી જાણવી. એ રીતે ૧૪+૩૬ થી 6 નદી કહી. ધે આ ચૌદ મહાનદીની નદી પરિવાર સંખ્યાની સમુદ્ર પ્રવેશ દિશાને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – જે ભરત - ઐરાવતને સાથે ગ્રહણ કર્યા છે તેના સમાન ક્ષેત્રવથી છે. ભરતમાં ગંગા પૂર્વલવણસમુદ્રમાં અને સિંધુ પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. ઐરવતમાં રકતા પૂર્વસમુદ્રમાં અને તાવતી પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. હૈમવતમાં રોહિતા પૂર્વમાં અને રોહિતાંશા પશ્ચિમમાં, હૈરણ્યવતમાં સુવર્ણકુલા પૂર્વમાં અને રયક્ષા પશ્ચિમમાં લવણસમુદ્રમાં મળે છે. - X - X - એ પ્રમાણે જંબૂદ્વીપમાં હસિલિલા પૂર્વસમુદ્રમાં જનારી અને હરિકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. રમ્યોગમાં નકાંતા પૂર્વસમુદ્રમાં જનારી, નારીકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. બાકી સંખ્યા ગણિત સૂબાનુસાર સમજી લેવું. વિશેષ એ કે સીતા અને સીતોદામાં 4 કાર એ બંને વસ્તુની તુલ્યકક્ષતા જણાવવા માટે છે તેનાથી સમપરિવાપણું આદિ લેવા. સમુદ્ર પ્રવેશ પૂર્વમાં સીતાનો, પશ્ચિમમાં સીસોદાનો પ્રવેશ થાય છે, તેમ જાણવું. - વ્યાખ્યાથી વિશેષ પણ જાણવું - બાર અંતર્નદી અધિક લેવી. કેમકે મહાવિદેહની નદીવ વિશેષથી છે. બાકીની કુંડપ્રભવ નદીઓ સીતા-સીતોદા પરિવાર નદીની અંતર્ગતુ છે, તેમ સૂત્રકારે સૂગમાં અલગથી વિવરણ કરેલ નથી. હવે મેરુની દક્ષિણથી કેટલી નદી છે, તે કહે છે - તેમાં વિશેષતા એ છે કે – ભરતમાં ગંગા અને સિંધમાં ચૌદ-ચૌદ હજાર, હૈમવતમાં સેહિતા અને સેહિતાંશામાં અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર, હરિવર્ષમાં હરિસલિલા અને હરિકાંતામાં છપન્ન-છપન્ન હજાર નદીઓ મળે છે. તે બધી મળીને ઉક્ત સંખ્યા આવે છે. હવે મેરની ઉત્તરવર્તી નદીની સંખ્યા - તેમાં વિશેષ એ છે કે – સર્વ સંધ્યા દક્ષિણના સૂત્રવત કહેવી. વષક્ષેત્ર અને નદીના નામોમાં તફાવત છે તે સ્વયં જાણવું. . (શંકા મેરની દક્ષિણોતર નદી સંખ્યાના મીલનમાં સપરિવાર ઉત્તરદક્ષિણા પ્રવાહમાં સીતા-સીતોદા કેમ મળતી નથી ? [સમાધાન પ્રશ્ન જ મેરથી દક્ષિણ-ઉત્તર દિમાગવર્તી પૂર્વ-પશ્ચિમ સમુદ્રપ્રવેશ રૂપ વિશિષ્ટાર્થ વિષયક છે. તેથી મેરુથી શુદ્ધ પૂર્વ-પશ્ચિમ સમુદ્ર પ્રવેશીનીમાં આ નિવર્સનસત્ર અંતભવ છે. કેમકે પ્રશ્નાનુસાર ઉત્તર દેવાનો શિષ્ણવ્યવહાર છે. હવે પૂર્વાભિમુખ કેટલી લવણસમુદ્રમાં પ્રવેશે છે ? આ પ્રશ્ન કેવળ નદીના પૂર્વ દિગ્ગામિત્વરૂપ પ્રપ્ટવ્ય વિષયક છે, તેથી પૂર્વના પ્રશ્નસૂમથી જુદું પડે છે. ઉત્તરમાં ૭,૨૮,૦૦૦ સુધી ભળે છે કહ્યું, તે આ રીતે- પૂર્વ સૂત્રમાં મેરુથી દક્ષિણે ૧,૯૬,૦૦૦ કહી. તેની અડધી પૂર્વમાં જાય, તેથી થયા ૯૮,૦૦૦, એ રીતે ઉત્તરની નદી પણ ૯૮,૦૦૦, સીતા પરિકર નદીઓ - ૫,૩૨,૦૦૦ છે. બધી મળીને ઉક્ત સંખ્યા આવે. - હવે પશ્ચિમ સમદ્રગામીનીની સંખ્યાનો પ્રશ્ન - અનંતર સૂસવતુ કહેવી. હવે બધી નદીની સંકલના ગાથા - સ્પષ્ટ છે. વિશેષ એ કે- જંબૂદ્વીપમાં પૂર્વ સમુદ્રગામિની અને પશ્ચિમ સમુદ્ર ગામિની નદીના સંયોજનમાં ચૌદ લાખ છપન્ન હજાર થાય છે. શંકા - આ બધી નદી સંખ્યા માત્ર પરિકર નદીની છે કે મહાનદી સહિતની છે ? સમાધાન - મહાનદી સહિત સંભવે છે. સંભાવના બીજ - કચ્છ વિજયના સિંધુ નદી વર્ણનાધિકાર અને પ્રવેશમાં છે - “સર્વ સંગાથી પોતાની સાથે ૧૪,000 નદી સહિત.” •x - જો કે ક્ષેત્રસમાસમાં મહાનદીઓને અલગ ગણેલ છે, તેથી drd તો બહુશ્રુત જાણે. [આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ક્ષેત્રસમાસ, ક્ષેત્ર વિચાર ઈત્યાદિના મત ટાંકેલ છે, જેમાં મતભેદ ઉલ્લેખ છે.] હરિભદ્રસૂરિ વડે - “જીંદા નો ઈત્યાદિ ગાથાની સંગ્રહણીમાં ચોયણિી પ્રમાણ કુર નદી અંતભવિત કરીને, તેના સ્થાને આ જ બાર નદી વડે ચૌદ-ચૌદ હજાર નદી સાથે લઈને ચરોક્ત સંખ્યા પૂર્ણ કરેલ છે. તે આ રીતે - ૧૪,ooo ગણિત ૩૮ નદીઓ વિજય મણે સીતા નદીમાં લેવી, એ પ્રમાણે જ સીસોદામાં પણ ગણવું. કેટલાંક વિજયમાં રહેલ ગંગા-સિંધુ કે રક્તા-ક્તવતીને ૨૮,૦૦૦ નદીરૂપ પરિવાર, તે જ નીકટપણાથી ઉપચાર વડે અંતર્નાદી પરિવારપણે કહેલ છે, તેથી જે અંતર્નાદી પરિવારને આશ્રીને મતવૈચિત્ર્ય દર્શનાદિ વડે કોઈક હેતુથી પ્રસ્તુત સૂત્રકારે પણ સર્વ નદી સંકલનામાં તે ગણેલ નથી. અહીં પણ તત્વ બહુશ્રુત જાણે. જો અંતર્નાદી પરિવાર નદી સંકલના પણ કરાય તો જંબૂદ્વીપમાં ૧૩,૯૨,૦૦૦ નદીઓ થાય. •x - ૪ - ધે જંબૂદ્વીપના વ્યાસના લાખ યોજન પ્રમાણને આશ્રીને દક્ષિણ-ઉત્તર વડે બધાં ક્ષેત્ર યોજન મળીને જિજ્ઞાસુને બતાવે છે – (૧) ભરતોત્ર - ૫૨૬ યોજન, ૬ કળા. (૨) લઘુ હિમવંત પર્વત-૧૦૫૨ યોજન, ૧૨ કળા, (3) હૈમવત ક્ષેત્ર - ૨૧૦૫ યોજન, ૫-કળા, (૪) બૃહત્ હિમવંત પર્વત - ૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૫) હરિવર્ષ ક્ષેત્ર-૮૪ર૧ યોજન, ૧-કળા, (૬) નિષધ પર્વત-૧૬,૮૪૨ યોજન, ૨ કળા છે. (૩) મહાવિદેહક્ષેત્ર - 33,૬૮૪ યોજન-૪ કળા છે. (૮) નીલવતુ પર્વત-૧૬૮૪ર યોજન, ૨કળા, (૯) રમ્ય ફોગ-૮૪ર૧ યોજન,

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336