Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 285
________________ [૨૬૮ અને ચતુરસ છે. તે મનુષ્યક્ષેત્ર બહાર રહેલ ચંદ્ર, સૂર્યોનું આતપક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણ અને વિખુંભથી એક લાખ યોજન પ્રમાણ છે. અહીં આ ભાવના છે - ૧૦૭ માનુષોતર પર્વતથી અર્ધ લાખ યોજન જતાં કરણવિભાવના ઉક્ત કરણાનુસાર પહેલી ચંદ્ર-સૂર્ય પંક્તિ, તેથી લાખયોજન ઓળંગી બીજી પંક્તિ, તેનાથી પહેલી પંક્તિમાં ચંદ્ર-સૂર્યોની આટલી તાપક્ષેત્રની લંબાઈ અને વિસ્તાર છે. એક સૂર્યથી બીજો સૂર્ય લાખ યોજન ઓળંગતા, તેથી લાખ યોજન પ્રમાણ છે. આ ભાવના પ્રથમ પંક્તિની અપેક્ષાથી જાણવી. કેવા? સુખલેશ્યાયુક્ત. આ વિશેષણ ચંદ્ર અપેક્ષાથી જાણવું. તેથી તેઓ અતીશીત તેજયુક્ત ન હોય, મનુષ્ય લોકના શીત કાલાદિવત્ છે, પણ એકાંતે શીતરશ્મિ નહીં. મંદલેશ્યા, આ વિશેષણ સૂર્ય પ્રતિ છે. તેથી અતિ ઉષ્ણતેજ યુક્ત નહીં. મનુષ્યલોકના ઉનાળાના સમય જેવી છે, એકાંતથી ઉષ્ણ રશ્મિયુક્ત નહીં. એ જ વાતનો વિસ્તાર · - મંદાતપલેશ્યા, મન્દ્ર - અતિ ઉષ્ણ સ્વભાવ આતપરૂપ નહીં, દ્વેશ્યા - કિરણ સંઘાત જેનો છ તે. તથા ચિત્રાંતર લેશ્યા - ચંદ્રથી અંતરિતત્વથી સૂર્યોના ચિત્રમંતર. ચિત્રલેશ્યા - ચંદ્રમાના શીતરશ્મિત્વથી અને સૂર્યોના ઉષ્ણરશિત્વથી. કઈ રીતે અવભાસે છે ? અન્યોન્ય સમવગાઢ વડે અર્થાત્ પરસ્પર સંશ્લિષ્ટા લેફ્સા વડે. તે આ રીતે – ચંદ્રની અને સૂર્યની પ્રત્યેકની લેશ્મા લાખ યોજન પ્રમાણ વિસ્તારથી ચંદ્ર અને સૂર્યોની સૂચિ પંક્તિથી વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન, પછી ચંદ્રપ્રભામિશ્રા સૂર્યપ્રભા, સૂર્યપ્રભા મિશ્રા ચંદ્રપ્રભા. આ ચંદ્ર-સૂર્ય પ્રભાનો મિશ્રીભાવ, સ્થિરત્વ દૃષ્ટાંતથી બતાવે છે - કૂટની માફક પર્વત ઉપર રહેલ શિખરોની માફક સ્થાન સ્થિત - સદા એકત્ર સ્થાને સ્થિત, ચોતરફ તે પ્રદેશોને - પોતપોતાની નીકટના પ્રદેશોને અવભાસે છે આદિ. આમને પણ ઈન્દ્રના અભાવે વ્યવસ્થા પ્રશ્ન કરતાં કહે છે – તેમ ાં અંતે ઈત્યાદિ પૂર્વવત્. આ પ્રમાણે પંદર અનુયોગદ્વારથી સૂર્ય પ્રરૂપણા કરી, હવે ચંદ્ર વક્તવ્યતાને કહે છે – તેમાં આમ અનુયોગદ્વારો છે – મંડલ સંખ્યા પ્રરૂપણા, મંડલક્ષેત્ર પ્રરૂપણા ઈત્યાદિ. તેમાં પહેલી મંડલ સંખ્યા પ્રરૂપે છે – • સૂત્ર-૨૬૯ થી ૨૭૨ : [૨૯] ભગવન્ ! ચંદ્ર મંડલ કેટલાં કહેલ છે ? ગૌતમ ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ક્ષેત્રનું અવગાહન કરીને કેટલાં ચંદ્ર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ મંડલો કહેલા છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન જઇને પાંચ ચંદ્રમંડલ કહેલા છે. ૧૦૮ ભગવન્ ! લવણ સમુદ્ર વિશે પ્રા. ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન જઈને,અહીં દશ ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં પંદર ચંદ્રમંડલો છે, તેમ કહેવું. [૨૦] ભગવન્ ! સાિંતર ચંદ્રમંડલથી કેટલે દૂર સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ છે. [૨૭૧] ભગવન્ ! ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! પીશ પીશ યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગ તતા ૬૧ ભાગોના સાત ભાગ છેદીને ચાર ચૂર્ણિકા ભાગ એક ચંદ્રમંડલથી બીજા ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે. [૨૨] ભગવન્ ! ચંદ્રમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી તથા કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ ! ૫૬/૬૧ યોજન લાંબુ-પહોળું, સાધિક ત્રણગણું પરિધિથી અને ૨૮/૧૧ યોજન જાડાઈથી છે. • વિવેચન-૨૬૯ થી ૨૭૨ : ભગવન્ ! કેટલાં ચંદ્રમંડલો કહેલા છે ? ગૌતમ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. હવે તેની મધ્યે કેટલા દ્વીપ, કેટલાં લવણસમુદ્રમાં હોય ? એ પ્રમાણે વ્યક્તાર્થે પૂછે છે - ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલું જઈને કેટલા ચંદ્રમંડલ કહેલા છે ? [ઈત્યાદિ બંને સૂત્રો સૂત્રાર્થ મુજબ હોવાથી અહીં ફરી અનુવાદ કરેલ નથી. હવે મંડલક્ષેત્ર— ભગવન્ ! સર્વ અત્યંતર ચંદ્રમંડલથી કેટલા અબાધાથી સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? શું કહેવા માંગે છે ? ચંદ્રમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વ બાહ્યાંતે જે વ્યાપ્ત આકાશ છે, તે મંડલ ક્ષેત્ર, તેમાં ચક્રવાલપણે વિખુંભ ૫૧૦ - ૪૮/૬૧ યોજન છે. આ વ્યાખ્યાથી અધિક જાણવું. તે આ રીતે – ચંદ્રના મંડલો ૧૫ છે અને ચંદ્ર બિંબનો વિષ્ફભ ૫૪/૬૧ યોજન છે. તેથી ૫૬ને ૧૫ વડે ગુણતાં ૮૪૦ થાય. તેના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ દેતા, પ્રાપ્ત ૧૩ યોજન અને શેષ-૪૭ વધશે. તથા ૧૫ મંડલોનું અંતર૧૪ થાય. એકૈંક અંતરનું પ્રમાણ ૩૫-૩૦/૬૧ અને ૬૧ ભાગના / ભાગ છે. તેથી ૩૫ને ૧૪ ગુણતાં થશે - ૪૯૦ અને જે ૩૦/૬૧ ભાગ છે, તેને ૧૪ વડે ગુણતાં આવશે ૪૨૦, આ રાશિ-૬૧ ભાગાત્મક છે, તેના વડે ૬૧ ભાગો કરાતા પ્રાપ્ત થસે - ૬યોજન. તેને પૂર્વ રાશિમાં ઉમેરતાં થશે - ૪૯૬ યોજન. બાકી રહે છે - ૫૪/૬૧ ભાગ. હવે જે ૬૧ ભાગના ૪/૩ ભાગ છે, તેને ૧૪ વડે ગુણીએ, તેથી આવેલ-૫૬ને ૭ ભાગ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336