Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 283
________________ ૭/૨૬૩ થી ૨૬૫ નહીં, કેમકે વ્યવસ્થાહાનિ થાય. પૂર્વોક્ત દિશપ્રશ્ન વ્યક્તિપણે પૂછતા કહે છે– ભગવન્ ! એક દિશાવિષયક ક્ષેત્રમાં જાય છે યાવત્ છ દિશા વિષયક ક્ષેત્રમાં ? ગૌતમ ! નિયમથી છ દિશામાં. તેમાં પૂર્વાદિમાં તીર્દી દિશામાં ઉદિત થઈ ફૂટપણે જતો દેખાય છે. ઉર્ધ્વ-અધો દિશામાં ગમન વિશે પૂર્વે દર્શાવેલ છે. ૧૦૩ હવે આ અતિદેશ વડે અવભાસનાદિ સૂત્રો કહે છે – ગમન સૂત્ર પ્રકારે અવભાસે છે - કંઈક ઉધોવ્ કરે છે, જેમકે સ્ફૂરતર જ દેખાય છે, તે જ પ્રકારે કંઈક દર્શાવે છે – ભગવન્ ! ક્ષેત્રને સ્પર્શીને - સૂર્યના તેજથી વ્યાપ્ત થઈને અવભાસે છે કે અસ્પૃષ્ટ થઈને ? ગૌતમ ! સ્પષ્ટ પણ અસ્પૃષ્ટ નહીં. કેમકે દીપ આદિ ભાસ્વર દ્રવ્યોની પ્રભાના ગૃહાદિ સ્પર્શપૂર્વક જ અવભાસકત્વ દર્શન ચે. એ પ્રમાણે સૃષ્ટપદ રીતે આહાર પદો - ચોથા ઉપાંગમાં અઠ્ઠાવીસમાં પદમાં આહારગ્રહણ વિષયક પદ - દ્વારો જાણવા. જેમકે – પહેલાં પૃષ્ટ વિષયસૂત્ર, પછી અવગાઢ સૂત્ર, પછી અણુબાદર સૂત્ર, પછી ઉર્ધ્વ અધો વગેરે સૂત્ર, પછી આદિ મધ્ય અવસાન સૂત્ર, પછી વિષયસૂત્ર, પછી આનુપૂર્વી સૂત્ર, પછી ચાવત્ નિયમથી છ દિશા સૂત્ર, અહીં યથા સંભવ વિપક્ષસૂત્રો જાણવા. અહીં ઉર્ધાદિ દિશાભાવના સૂત્રકાર સ્વયં જ કહે છે – એ પ્રમાણે ઉધોત કરતો - ખૂબ પ્રકાશતો સ્થૂળ જેવો દેખાય છે, તાપિત કરે છે - શીતને દૂર કરે છે, જેમ સૂક્ષ્મ કીડી આદિ દેખાય તેમ કરે છે. પ્રભાસિત કરે છે - અતિ તાપના યોગ વડે વિશેષથી શીત દૂર કરે છે જેમ સૂક્ષ્મતર દેખાય છે. ઉક્ત જ અર્થ શિષ્ય હિતને માટે બીજા પ્રકારે પ્રશ્ન કરવા બાર દ્વારો કહે છે – ભગવન્ ! જંબૂદ્વીપમાં બંને સૂર્યો અતીત ક્ષેત્રમાં - પૂર્વોક્ત સ્વરૂપે ક્રિયા - અવભાસનાદિ કરે છે કે વર્તમાનમાં કે ભાવિમાં કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાનમાં કરે છે, ભાવિમાં કરતાં નથી. વ્યાખ્યા પૂર્વવત્. તે ક્રિયા, ભગવન્ ! શું સ્પષ્ટ કરે છે કે અસ્પૃષ્ટ ? ગૌતમ ! સૃષ્ટા-તેજથી સ્પર્શન, અર્થાત્ સૂર્યતેજથી ક્ષેત્ર સાર્શનમાં અવભાસન, ઉધોતન, તાપન, પ્રભાસન ઈત્યાદિ ક્રિયા થાય છે. અહીં યાવત્ પદથી આહાર પદો ગ્રહણ કરવા, તેની સૂત્ર પદ્ધતિ - ભગવન્ ! શું તે અવગાઢ છે કે અનવગાઢ ? અવગાઢ છે, અનવગાઢ નથી. અવાજ - અવગાહન ક્ષેત્રમાં તેજસ્ પુદ્ગલોનું અવસ્થાન, તેના યોગથી તે અવગાઢ ક્રિયા છે. એ પ્રમાણે અનંતર અવગાઢ, પરંપર અવગાઢ સૂત્રો જાણવા. ભગવન્ ! તે અણુ કરે છે કે બાદર ? ગૌતમ ! અણુ પણ કરે અને બાદર પણ. તે ક્રિયા અવભાસનાદિ શું અણુ કે બાદર ક્રિયા કરે છે ? ગૌતમ ! અણુ - સર્વાન્વંતર મંડલ ક્ષેત્ર અવભાસના અપેક્ષાથી વા૬૬ - સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અવભાસન અપેક્ષાથી. ઉર્ધ્વ-અધો-તીછાં સૂત્રની વિભાવના સૂત્રકાર પછી કરશે. ભગવન્ ! તે શું આદિ કરે છે, મધ્ય કરે છે, અંત કરે છે ? આદિમાં, મધ્યમાં અને અંતે, ત્રણે પણ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કરે છે, ગમનસૂત્રવત્ અહીં ભાવના છે એ રીતે વિષયાદિ સૂત્રો જાણવા. હવે તેરમું દ્વાર કહે છે • સૂત્ર-૨૬૬,૨૬૭ : [૨૬] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય કેટલાં ક્ષેત્ર ઉર્ધ્વને તપાવે છે, અધોને કે તીછનેિ તપાવે છે ? ૧૦૪ ગૌતમ! ૧૦૦ યોજન ઉર્ધ્વમાં તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ તીછાં તપાવે છે. [૨૬] ભગવન્ ! માનુષોત્તર આંતવર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, ભગવન્ ! તે દેવો શું ઉર્વોત્પન્ન છે, કલ્પોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપક છે ? ગૌતમ ! માનુષોત્તર અંતર્વર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉર્વો નથી, કલોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે. ચારો છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપક છે. [આ ચંદ્ર આદિ.] ઉર્ધ્વમુખ કદબપુષ્પ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપથી, હજારો વૈક્રિય લબ્ધિયુક્ત, બાહ્ય પર્યાદામાં મહા આહત-નૃત્ય-ગીતવાજિંત્ર-તંત્રી-તલ-તાલ-શ્રુતિ-ધન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત્તથી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે. • વિવેચન-૨૬૬,૨૬૭ - પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે, ઉત્તરસૂત્રમાં - ગૌતમ ! ઉર્ધ્વ ૧૦૦ યોજનને તપાવે છે. પોતાના વિમાનની ઉપર ૧૦૦ યોજન પ્રમાણ તાપક્ષેત્રના ભાવથી તેમ કહ્યું. ૧૮૦૦ યોજન નીચે તપાવે છે. કઈ રીતે ? સૂર્યોથી ૮૦૦ યોજન નીચે જતાં ભૂતલ છે, ત્યાંથી ૧૦૦૦ યોજને અધોગ્રામો છે ત્યાં સુધી તપાવતો હોવાથી આમ કહ્યું. ૪૭,૦૦૦ યોજન ઈત્યાદિ પ્રમાણ ક્ષેત્ર તીર્છ તપાવે છે. આ સર્વોત્કૃષ્ટ દિવસ ચક્ષુસ્પર્શની અપેક્ષાથી જાણવું. તીર્દી દિશાના કથનથી પૂર્વ-પશ્ચિમમાં આ ગ્રહણ કરવું. ઉત્તરમાં ૧૮૦ ન્યૂન ૪૫,૦૦૦ યોજન, દક્ષિણમાં વળી દ્વીપમાં ૧૮૦ યોજન અને લવણસમુદ્રમાં 33,333 - ૧/૩ યોજન જાણવું. હવે મનુષ્યક્ષેત્રવર્તી જ્યોતિક સ્વરૂપ પૂછવાને ચૌદમું દ્વાર કહે છે – ભગવન્ ! અંતર્મધ્યે, માનુષોત્તર - મનુષ્યોથી ઉત્ત-અગ્રવર્તી, આને મર્યાદા કરીને મનુષ્યોની ઉત્પત્તિ-વિપત્તિ-સિદ્ધિ સંપત્તિ આદિ ભાવથી અથવા મનુષ્યોની ઉત્તર - વિધાદિ શક્તિ અભાવે અનુલ્લંઘનીય માનુષોત્તર પર્વતની, જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક, તે ભગવન્ ! અહીં એક જ પ્રશ્નમાં જે મહંત એમ ભગવંતનું સંબોધન ફરીથી કર્યુ, તે પૂછનારની ભગંતના નામોચ્ચારમાં અતિ પ્રીતિપણાંથી છે. તે દેવો શું ઉત્પિન્ન - સૌધર્માદિ બાર કલ્પોથી ઉર્ધ્વ ત્રૈવેયક અને અનુત્તર

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336