________________
૭/૨૬૩ થી ૨૬૫
નહીં, કેમકે વ્યવસ્થાહાનિ થાય. પૂર્વોક્ત દિશપ્રશ્ન વ્યક્તિપણે પૂછતા કહે છે– ભગવન્ ! એક દિશાવિષયક ક્ષેત્રમાં જાય છે યાવત્ છ દિશા વિષયક ક્ષેત્રમાં ? ગૌતમ ! નિયમથી છ દિશામાં. તેમાં પૂર્વાદિમાં તીર્દી દિશામાં ઉદિત થઈ ફૂટપણે જતો દેખાય છે. ઉર્ધ્વ-અધો દિશામાં ગમન વિશે પૂર્વે દર્શાવેલ છે.
૧૦૩
હવે આ અતિદેશ વડે અવભાસનાદિ સૂત્રો કહે છે – ગમન સૂત્ર પ્રકારે અવભાસે છે - કંઈક ઉધોવ્ કરે છે, જેમકે સ્ફૂરતર જ દેખાય છે, તે જ પ્રકારે કંઈક દર્શાવે છે – ભગવન્ ! ક્ષેત્રને સ્પર્શીને - સૂર્યના તેજથી વ્યાપ્ત થઈને અવભાસે છે કે અસ્પૃષ્ટ થઈને ? ગૌતમ ! સ્પષ્ટ પણ અસ્પૃષ્ટ નહીં. કેમકે દીપ આદિ ભાસ્વર દ્રવ્યોની પ્રભાના ગૃહાદિ સ્પર્શપૂર્વક જ અવભાસકત્વ દર્શન ચે.
એ પ્રમાણે સૃષ્ટપદ રીતે આહાર પદો - ચોથા ઉપાંગમાં અઠ્ઠાવીસમાં પદમાં આહારગ્રહણ વિષયક પદ - દ્વારો જાણવા. જેમકે – પહેલાં પૃષ્ટ વિષયસૂત્ર, પછી અવગાઢ સૂત્ર, પછી અણુબાદર સૂત્ર, પછી ઉર્ધ્વ અધો વગેરે સૂત્ર, પછી આદિ મધ્ય અવસાન સૂત્ર, પછી વિષયસૂત્ર, પછી આનુપૂર્વી સૂત્ર, પછી ચાવત્ નિયમથી છ દિશા સૂત્ર, અહીં યથા સંભવ વિપક્ષસૂત્રો જાણવા.
અહીં ઉર્ધાદિ દિશાભાવના સૂત્રકાર સ્વયં જ કહે છે –
એ પ્રમાણે ઉધોત કરતો - ખૂબ પ્રકાશતો સ્થૂળ જેવો દેખાય છે, તાપિત કરે છે - શીતને દૂર કરે છે, જેમ સૂક્ષ્મ કીડી આદિ દેખાય તેમ કરે છે. પ્રભાસિત કરે છે - અતિ તાપના યોગ વડે વિશેષથી શીત દૂર કરે છે જેમ સૂક્ષ્મતર દેખાય છે. ઉક્ત જ અર્થ શિષ્ય હિતને માટે બીજા પ્રકારે પ્રશ્ન કરવા બાર દ્વારો કહે છે – ભગવન્ ! જંબૂદ્વીપમાં બંને સૂર્યો અતીત ક્ષેત્રમાં - પૂર્વોક્ત સ્વરૂપે ક્રિયા - અવભાસનાદિ કરે છે કે વર્તમાનમાં કે ભાવિમાં કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાનમાં કરે છે, ભાવિમાં કરતાં નથી. વ્યાખ્યા પૂર્વવત્.
તે ક્રિયા, ભગવન્ ! શું સ્પષ્ટ કરે છે કે અસ્પૃષ્ટ ? ગૌતમ ! સૃષ્ટા-તેજથી સ્પર્શન, અર્થાત્ સૂર્યતેજથી ક્ષેત્ર સાર્શનમાં અવભાસન, ઉધોતન, તાપન, પ્રભાસન ઈત્યાદિ ક્રિયા થાય છે. અહીં યાવત્ પદથી આહાર પદો ગ્રહણ કરવા, તેની સૂત્ર પદ્ધતિ -
ભગવન્ ! શું તે અવગાઢ છે કે અનવગાઢ ? અવગાઢ છે, અનવગાઢ નથી. અવાજ - અવગાહન ક્ષેત્રમાં તેજસ્ પુદ્ગલોનું અવસ્થાન, તેના યોગથી તે અવગાઢ ક્રિયા છે. એ પ્રમાણે અનંતર અવગાઢ, પરંપર અવગાઢ સૂત્રો જાણવા.
ભગવન્ ! તે અણુ કરે છે કે બાદર ? ગૌતમ ! અણુ પણ કરે અને બાદર પણ. તે ક્રિયા અવભાસનાદિ શું અણુ કે બાદર ક્રિયા કરે છે ? ગૌતમ ! અણુ -
સર્વાન્વંતર મંડલ ક્ષેત્ર અવભાસના અપેક્ષાથી વા૬૬ - સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અવભાસન અપેક્ષાથી.
ઉર્ધ્વ-અધો-તીછાં સૂત્રની વિભાવના સૂત્રકાર પછી કરશે. ભગવન્ ! તે શું આદિ કરે છે, મધ્ય કરે છે, અંત કરે છે ? આદિમાં, મધ્યમાં અને અંતે, ત્રણે પણ
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કરે છે, ગમનસૂત્રવત્ અહીં ભાવના છે એ રીતે વિષયાદિ સૂત્રો જાણવા. હવે તેરમું દ્વાર કહે છે
• સૂત્ર-૨૬૬,૨૬૭ :
[૨૬] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય કેટલાં ક્ષેત્ર ઉર્ધ્વને તપાવે છે, અધોને કે તીછનેિ તપાવે છે ?
૧૦૪
ગૌતમ! ૧૦૦ યોજન ઉર્ધ્વમાં તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ તીછાં તપાવે છે. [૨૬] ભગવન્ ! માનુષોત્તર આંતવર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, ભગવન્ ! તે દેવો શું ઉર્વોત્પન્ન છે, કલ્પોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપક છે ?
ગૌતમ ! માનુષોત્તર અંતર્વર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉર્વો નથી, કલોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે. ચારો છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપક છે.
[આ ચંદ્ર આદિ.] ઉર્ધ્વમુખ કદબપુષ્પ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપથી, હજારો વૈક્રિય લબ્ધિયુક્ત, બાહ્ય પર્યાદામાં મહા આહત-નૃત્ય-ગીતવાજિંત્ર-તંત્રી-તલ-તાલ-શ્રુતિ-ધન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત્તથી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે.
• વિવેચન-૨૬૬,૨૬૭ -
પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે, ઉત્તરસૂત્રમાં - ગૌતમ ! ઉર્ધ્વ ૧૦૦ યોજનને તપાવે છે. પોતાના વિમાનની ઉપર ૧૦૦ યોજન પ્રમાણ તાપક્ષેત્રના ભાવથી તેમ કહ્યું.
૧૮૦૦ યોજન નીચે તપાવે છે. કઈ રીતે ? સૂર્યોથી ૮૦૦ યોજન નીચે જતાં ભૂતલ છે, ત્યાંથી ૧૦૦૦ યોજને અધોગ્રામો છે ત્યાં સુધી તપાવતો હોવાથી આમ કહ્યું.
૪૭,૦૦૦ યોજન ઈત્યાદિ પ્રમાણ ક્ષેત્ર તીર્છ તપાવે છે. આ સર્વોત્કૃષ્ટ દિવસ ચક્ષુસ્પર્શની અપેક્ષાથી જાણવું. તીર્દી દિશાના કથનથી પૂર્વ-પશ્ચિમમાં આ ગ્રહણ કરવું. ઉત્તરમાં ૧૮૦ ન્યૂન ૪૫,૦૦૦ યોજન, દક્ષિણમાં વળી દ્વીપમાં ૧૮૦ યોજન અને લવણસમુદ્રમાં 33,333 - ૧/૩ યોજન જાણવું.
હવે મનુષ્યક્ષેત્રવર્તી જ્યોતિક સ્વરૂપ પૂછવાને ચૌદમું દ્વાર કહે છે – ભગવન્ ! અંતર્મધ્યે, માનુષોત્તર - મનુષ્યોથી ઉત્ત-અગ્રવર્તી, આને મર્યાદા કરીને મનુષ્યોની ઉત્પત્તિ-વિપત્તિ-સિદ્ધિ સંપત્તિ આદિ ભાવથી અથવા મનુષ્યોની ઉત્તર - વિધાદિ શક્તિ અભાવે અનુલ્લંઘનીય માનુષોત્તર પર્વતની, જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક, તે ભગવન્ ! અહીં એક જ પ્રશ્નમાં જે મહંત એમ ભગવંતનું સંબોધન ફરીથી કર્યુ, તે પૂછનારની ભગંતના નામોચ્ચારમાં અતિ પ્રીતિપણાંથી છે.
તે દેવો શું ઉત્પિન્ન - સૌધર્માદિ બાર કલ્પોથી ઉર્ધ્વ ત્રૈવેયક અને અનુત્તર