Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 251
________________ પ/૧૨૯ પરિધૃષ્ટ સુપતિષ્ઠક, વિશિષ્ટ અનેક શ્રેષ્ઠ પંચવર્ણા હજારો કુડભી વડે પરિમંડિત હોવાથી રમણીય, વાયુ વડે ઉડતી વિજય વૈજયંતી પતાકા છમાતિછત્રયુકત, ઉંચી, ગગનતલે સ્પર્શતા શિખયુકત ૧૦૦૦ યોજન ઊંચા, મહા મોટો મહેન્દ્રધ્વજ આગળ અનુક્રમે ચાલ્યો. - ત્યારપછી પોતાના કાર્યાનુરૂપ વેષથી યુકત, સુસજિત, સર્વવિધ અલંકારોથી વિભૂષિત એવી પાંચ સેનાઓ, પાંચ સેનાપતિઓ યાવતું આગળ ચાલ્યા. " ત્યારપછી ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ પોત-પોતાના રૂપ વડે ચાવતું નિયોગ વડે દેવેન્દ્ર દેવરાજ શકની આગળ અને પાછળ અનુક્રમે પ્રસ્થાન કરે છે. ત્યારપછી ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ સર્વ ઋદ્ધિથી ચાવતું આરૂઢ થઈને યાવતું ચાલ્યા. ત્યારે તે શક્ર, તે પાંચ સૈન્યો વડે પરીવરેલ યાવન મહેન્દ્રધ્વજને આગળ કરીને ૮૪,ooo સામાનિક ચાવતુ પરિવરીને, સર્વ ઋદ્ધિથી યાવત્ રવથી સૌધર્મકતાની વચ્ચોવચ્ચથી તે દિવ્ય દેવ કદ્ધિ યાવતુ ઉપદર્શિત કરતો કરતો જ્યાં સૌધર્મકતાનો ઉત્તરનો નિયણિ માર્ગ છે, ત્યાં જાય છે. ત્યાં જઈને એક લાખ યોજન પ્રમાણ વિગ્રહથી ચાલતો-ચાલતો, તેવી ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી ચાલતો ચાલતો તી અસંખ્ય દ્વીપ સમદ્રોની મધ્યેથી જ્યાં નંદીશ્વરદ્વીપ છે, જ્યાં દક્ષિણ-પૂર્વીય રતિક્ર પર્વત છે, ત્યાં આવે છે. આવીને જેમ સૂયભિની વકતવ્યતા છે, તેમ કહેતું. વિશેષ એ કે શકનો અધિકાર કહેવો. યાવતું શક તે દિવ્ય દેવગદ્ધિ યાવત દિવ્યવિમાનને પ્રતિ સંહરીત કરતો-કરતો યાવતું જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે. જ્યાં ભગવંતનું જન્મભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને તીર્થકર ભગવંતના જન્મભવનને તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને તીર્થકર ભગવંતના જન્મભવનની ઉત્તપૂર્વ દિશા ભાગમાં ભૂમિતલથી ચાર આંગળ ઉંચે દિવ્ય વિમાન સ્થાપે છે. સ્થાપીને આઠ અગમહિણી, ગંધવનીક અને નાટ્યાનિક બંને સૈન્યો સાથે, તે દિલ યાનવિમાનના પૂર્વના Aિસોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકના ૮૪,ooo સામાનિકો દિલ યાન-વિમાનના ઉત્તરીય મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. બાકીના દેવો અને દેવીઓ, તે દિવ્યયનવિમાનના દક્ષિણી ગિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર ૮૪,૦૦૦ સામાનિકોથી યાવતુ સાથે સંપરીવરીને સર્વત્રઋદ્ધિથી યાવતુ દુભીના નિઘોંષ અને નાદિત રવથી જ્યાં તીર્થકર ભગવાન અને તીર્થકર માતા છે, ત્યાં આવે છે, આવીને લોક-પ્રણામ કરે છે. કરીને તીર્થકર ભગવનંત અને તીથર માતાને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડીને ચાવતુ આમ કહે છે – ૪૦ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હે રતનકુક્ષિારિકા! તમને નમસ્કાર થાઓ. એ પ્રમાણે જેમ દિશાકુમારી કહ્યું તેમ યાવતું આપ ધન્ય છો, આપ પુન્યવંત છો, આપ કૃતાર્થ છો. હે દેવાનુપિયા! દેવેન્દ્ર દેવરાજ શક્ર, તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશ. તો આપ ભયભીત થશો નહીં. એમ કહીને અવસ્થાપીની નિદ્રા આપે છે. ત્યારપછી તીર્થકરનું પ્રતિરૂપક વિકુર્તે છે, તીકરની માતા પાસે સ્થાપે છે, સ્થાપીને પાંચ શકની વિફર્યા કરે છે. કરીને એક શક તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્ર પાછળ છત્ર ધારણ કરે છે, બે શકો-બંને પડખે ચામર વર્ષ છે. એક શક આગળ હાથમાં જ લઈને ચાલે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક, બીજ ઘણાં ભવનપતિ-બંત-જયોતિકવૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરીવરીને સર્વત્રદ્ધિથી યાવતુ નાદિતથી, તેવી ઉત્કૃષ્ટ યાવતુ ગતિથી ચાલતા ચાલતા જ્યાં મેરુ પર્વત છે, તેમાં ક્યાં પાંડુકવન છે, જ્યાં અભિષેક શીલા છે, જ્યાં અભિષેક સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેસે છે. • વિવેચન-૨૨૯ - ત્યારે તે શક ઈત્યાદિ સ્પષ્ટ છે. દિવ્ય-પ્રધાન, જિનેન્દ્ર સમુખ જવા માટે ઉચિત, જેવા શરીરે સુરસમુદાય સર્વાતિશાયી “શ્રી” થાય, તેવા. સર્વ-મરતકાદિ અલંકારો વડે વિભૂષિત કેમકે ઉત્તરવૈક્રિય શરીર છે, સ્વાભાવિક વૈક્રિયશરીરનો આગમમાં અલંકાર હિતપણે જ ઉત્પાદ સંભળાય છે. ભવધારણીય શરીરની અને કાર્યોત્પત્તિ કાળની અપેક્ષાથી ઉતરકાળભાવી વૈક્રિયરૂપ વિકર્ષે છે. પછી સપરિવાર આઠ અગ્રમહિષી, પ્રત્યેકને ૧૬,૦૦૦ દેવીનો પરિવાર છે, નાટ્યાનીક અને ગંધર્વોનીક સાથે તે વિમાનને પ્રદક્ષિણા કરતાં-કરતાં પૂર્વ દિશાના ગિસોપાનથી ચડે છે. યાવત્ શબ્દથી સીંહાસન પાસે જઈને પૂર્વાભિમુખ બેસે છે. પછી સામાનિકાદિ વડે જે રીતે સ્થાનપૂર્તિ થઈ, તે કહે છે, તેમાં અવશેષ અતિ આત્યંતર પર્ષદા આદિના દેવો કહેવા. હવે પ્રતિષ્ઠાવી શકનો આગળ-પાછળનો ક્રમ કહે છે - તેની વ્યાખ્યા ભરતયકીના અયોધ્યાના પ્રવેશાધિકારથી જાણવી. ત્યારપછી છમ, ભંગાર આદિ પણ ભરતના અયોધ્યા પ્રવેશાધિકારથી જાણવા અને ભંગાર વિશિષ્ટ વર્મક ચિત્રયુકત છે. પૂર્વે ભંગારને જળથી ભરેલી કહી, અહીં જળરહિત કહી, તેથી પુનરુક્તિ નથી. પછી રત્નમય, વર્તુળ મનોજ્ઞ આકાર જેનો છે તે, સુશ્લિષ્ટ અર્થાત્ મકૃણ, ખરસાણ વડે પટેલ પાષાણની પ્રતિમાવતુ ઘસેલ, સુકુમાર શાણ વડે પાષાણની પ્રતિમાવતુ સ્નિગ્ધ કરાયેલ, સુપ્રતિષ્ઠિત-વક નહીં તેવી, તેવી જ બાકીના સ્વજોથી વિશિષ્ટ તથા અનેક શ્રેષ્ઠ પંચવર્ણી લાપતાકાથી અલંકૃત અને તેથી અભિગમ લાગતી, - X• અંબરતલને સ્પર્શતા અગ્રભાગયુકત, ૧૦૦૦ યોજન ઉંચો, તેથી કહે છે – અતિશય મહાનું મહેન્દ્રવજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સ્વકર્માનુસારી વેષ પહેરેલા તથા પૂર્ણ સામગ્રી વડે સુસજ્જ, સર્વાલંકાર વિભૂષિત પાંચ સૈન્યોના અધિપતિઓ અનુક્રમે

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336