Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૨૦૬ થી ૨૦૮
નીલવર્ણી, નીલપ્રકાશ, નીકટની વસ્તુને નીલવર્ણી કરે છે. તેથી નીલવર્ણ યોગથી નીલવંત ઈત્યાદિ » X -
હવે પાંચમું ક્ષેત્ર કહે છે - • સૂત્ર-૨૦૯ થી ૨૧૧ :
૨૦૩
[૨૯] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં રમ્યક્ નામે ક્ષેત્ર માં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની ઉત્તરે, રુકિમની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, એ પ્રમાણે જેમ હરિવ, કહ્યું, તેમ રમ્યક્ ક્ષેત્ર પણ કહેવું. વિશેષ એ કે - દક્ષિણમાં જીવા છે. ઉત્તરમાં ધનુ છે, બાકી પૂર્વવત્.
ભગવન્ ! રમ્યક્ ક્ષેત્રમાં ગંધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પતિ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નરકાંતાની પશ્ચિમે, નારિકાંતાની પૂર્વે, રમ્યક્ ક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં, અહીં ગંધાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ વિકટપાતી છે, તેમ ગંધાપાતીની વતવ્યતા કહેવી. અર્થ – ઘણાં ઉત્પલો યાવત્ ગંધાપાતી વર્ણના, ગંધાપાતી પ્રભાવાળા પો છે, અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દૈવ તે નામે વસે છે. રાજધાની ઉત્તરમાં છે.
ભગવન્ ! કયા કારણે તેને રમ્યક્ વ-ક્ષેત્ર કહે છે? ગૌતમ ! રમ્યક્ વર્ષ રમ્ય, રમ્યક, રમણીય છે. અહીં રમ્યક્ નામે દેવ યાવત્ વસે છે. તે કારણે રમ્યક્ વર્ષ કહે છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કિમ નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! રમ્યાસની ઉત્તરે, હૈરણ્યવત્ ક્ષેત્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, અહીં બુદ્વીપ દ્વીપમાં કમી નામે વર્ષધર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. એ પ્રમાણે જે મહાહિમવંતની વક્તવ્યતા છે, તે જ રુકમીની પણ છે. વિશેષ એ કે – દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધનુ, બાકી બધું મહાહિમવંતવત્ છે.
ત્યાં મહાપુંડરીક નામે દ્રહ છે. તેની દક્ષિણથી નરકાંતા નદી નીકળે છે. તે રોહિતા નદીની જેમ પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. રૂયકૂલા નદી ઉત્તરથી જાણવી, જેમ હરિકાંતા નદી કહી તેમ જાણવી. નરકાંતા નદી પણ પશ્ચિમથી વહે છે. બાકી પૂર્વવત્.
ભગવન્ ! રુકમી વર્ષધર પર્વતે કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ ફૂટો કહ્યા છે, તે આ પ્રમાણે
-
[૨૧૦] સિદ્ધ, કમી, રમ્યક્, નરકાંતા, બુદ્ધિ, રૂમ્યકૂલા, હૈરણ્યવંત અને મણિકંચન, એ આઠ ફૂટ રુકમીમાં છે.
[૨૧] ઉક્ત બધાં ફૂટો ૫૦૦-યોજન ઉંચા છે, રાજધાની ઉત્તરમાં છે. ભગવન્ ! કયા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! કમી વર્ષધર પર્વત રજત, રજત, રજતભાસ, સર્વ રતમય છે. ત્યાં ટુકમી નામે પલ્યોપમ સ્થિતિક દેવ યાવત્ વસે છે. તે કારણે હૈ ગૌતમ ! એક કહે છે કે તે ટુકમી [સુખી પર્વત છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં હૈરણ્યવંત નામે વક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! ટુકી પર્વતની ઉત્તરે, શીખરી પર્વતની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં હૈરણ્યવત ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે હેમવંત ક્ષેત્રવત્ હૈરણ્યવંત કહેવું, વિશેષ એ કે – દક્ષિણમાં જીવા, ઘનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવત્
ભગવન્ ! હૈરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંતપર્યાય નામે વૃતવૈતાઢ્ય પર્વત કર્યાં કહેલ છે ? ગૌતમ ! સુવર્ણકૂલાનદીની પશ્ચિમે, રૂાયકૂલાનદીની પૂર્વે, અહીં હૈરણ્યવંત ક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં માહ્યવંત પર્યાય નામે વૃદ્વૈિતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દપાતી કહ્યો તેમ માવંત યિ પણ જાણવો. અર્થ-ઉત્પલ, પો માલ્યવંત પ્રભાવાળા - માલ્યતંત વર્ણના-માલ્યતંતવભિા છે, પ્રભાસ, નામે અહીં મહદ્ધિક. પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે કારણે રાજધાની ઉત્તરમાં છે.
ભગવન્ ! કયા કારણે તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! હૈરણ્યવંત ક્ષેત્ર કમી તથા શિખરી વર્ષધર પર્વતોથી બે બાજુથી ઘેરાયેલ, નિત્ય હિરણ્ય દે છે, નિત્ય હિરણ્ય છોડે છે, નિત્ય હિરણ્ય પ્રકાશિત કરે છે, તથા હૈરણ્યવંત નામે દેવ અહીં વસે છે, તે કારણે
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે એ પ્રમાણે જેમ લઘુહિમવંત પર્વત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ એ કે જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં, બાકી
-
૨૦૪
બધું પૂર્વવત્
શિખરી પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેના દક્ષિણ દ્વારથી સુવર્ણકૂલા મહાનદી નીકળે છે. તે રોહિતાંશા નદીની માફક પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે.
એ પ્રમાણે જેમ ગંગાસિંધુ મહાનદીઓ છે, તેમજ અહીં કતા અને સ્તવતી મહાનદી જાણવી. સ્કતા પૂર્વમાં અને તવતી પશ્ચિમમાં વહે છે. બાકી બધું પૂર્વવત્ કહેવું.
ભગવન્ ! શિખરી વર્ષધર પર્વતમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે – (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) શિખરી ફૂટ, (૩) હૈરવંત ફૂટ, (૪) સુવર્ણકૂલા ફૂટ, (૫) સુરાદેવી કૂટ, (૬) તા ફૂટ, (૭) લક્ષ્મી ફૂટ, (૮) રાવતી ફૂટ, (૯) ઈલાદેવી કૂટ, (૧૦) ઐરવત ફૂટ અને (૧૧) તિiિછિ ફૂટ. બધાં ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે. તેમના અધિષ્ઠાતાની રાજધાની મેરુની ઉત્તરમાં છે.
ભગતના કયા કારણે તેને શિખરીવર્ષધર પર્વત કહે છે? ગૌતમ! શિખરી વર્ષધર પર્વતમાં ઘણાં ફૂટો શિખરી સંસ્થાન સંસ્થિત છે. તે સર્વે રત્નમય છે. તથા શિખરી નામે દેવ સાવત્ અહીં વસે છે. તે કારણથી તેને શિખરી પર્વત કહે છે. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ઐવત નામે વક્ષેત્ર ક્યાં કહેલ છે? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે,