Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૩૪
અતિરોધાયી સ્વર જેનો છે તે. નંદિની જેમ ઘોષ-અનુનાદ જેનો છે તે. સિંહની જેમ બલિષ્ટ સ્વર જેનો છે તે, એ પ્રમાણે સિંહઘોષ.
૧૨૯
ઉક્ત વિશેષણોનો વિશેષણ દ્વારા હેતુ કહે છે – સુસ્વરા, સુસ્વર નિર્દોષ, છાયા-પ્રભા, તેના વડે ધોતિત અંગો - અવયવો જેના છે, તે એવા પ્રકારે અંગ-શરીર જેનું છે તે. વજ્રઋષભનારાય નામે સર્વોત્કૃષ્ટ આધ સંહનન જેનું છે તે, સમચતુરસ છે સંસ્થાન-સર્વોત્કૃષ્ટ આકૃતિ વિશેષ, તેના વડે સંસ્થિત, છવી-ત્વચા, નિરાલંક-નીરોગદાદર કુષ્ઠ કિલાસાદિ વગૢ દોષ રહિત શરીર અથવા છવિ-છવિવાળો, છવિ-છવિમતના અભેદ ઉપચારથી દીર્ધત્વથી “મત'નો લોપ થયો છે અર્થાત્ ઉદાત્ત વર્ણ સુકુમાર
ત્વચાયુક્ત.
અનુલોમ - અનુકૂળ વાયુવેગ - શરીર અંતવર્તી વાતજવ જેને છે તે. કપોતની જેમ ગુલ્મરહિત ઉદરનો મધ્યપ્રદેશ. કેમકે ગુલ્મમાં પ્રતિકૂળ વાયુવેગ થાય છે. કંકપક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વર્ચસ્કતાથી જેના છે તે. કપોતપક્ષી વિશેષ માફક પરિણામ-આહારનો પરિપાક જેને છે તે. કપોતને જ જઠરાગ્નિ થોડાં પાષાણને પણ પચાવી જાય છે, તેવી લૌકિક શ્રુતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ આહાર ગ્રહણ કરવા છતાં પણઅજીર્ણ દોષાદિ થતાં નથી. પછીની જેમ પુરુષના ઉત્સર્ગમાં નિર્લેપતાથી પોસ-અપાન દેશ જેને છે તે. - ૪ - તથા પૃષ્ઠ-શરીરનો પાછળનો ભાગ, અંતર-પૃષ્ઠોદરનો અંતરાલ અર્થાત્ પડખાં. ઉરૂ-સાથળ. આ બધાં પરિનિષ્ઠિતતાને પામલે છે જેમના તે પરિણત. - ૪ - અર્થાત્ યથોચિત પરિણામથી સંજાત છે. ૬૦૦૦ ધનુર્ ઉંચા, ઉત્સેધ અંગુલથી ત્રણ ગાઉ પ્રમાણકાયા અને યુગ્મીનીની જે કંઈક ન્યૂન ત્રણ ગાઉ પ્રમાણ ઉચ્ચત્વ કહેલ છે, તેની અલ્પતાથી વિવક્ષા કરી નથી.
હવે તેના શરીરના પૃષ્ઠ કરંડકની સંખ્યા કહે છે – તેમિ નં ઈત્યાદિ તે મનુષ્યોને ૨૫૬ પૃષ્ઠ કરંડક છે. પાઠાંતરતી ૧૦૦ પૃષ્ઠ કરંડક કહેલ છે. પૃષ્ઠ કરંડકપૃષ્ઠવંશવર્તી ઉન્નત અસ્થિખંડ અર્થાત્ પાંસળી, હે શ્રમણ ઈત્યાદિ પૂર્વવત્.
મનુષ્યોના પદ્મ-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પદ્મપદ્મક નામે ગંધદ્રવ્ય, ઉત્પલ-કુષ્ઠ, તે બંનેની ગંધ-પરિમલ સદેશ-સમ, જે નિઃશ્વાસ, તેના વડે સુરભિગંધી વદન જેનું છે તે. પ્રકૃતિસ્વભાવથી ઉપશાંત પણ ક્રૂર નહીં, પ્રકૃતિથી પ્રતનું - અતિમંદરૂપ ક્રોધ-માન-માયા-લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામે સુખાવહ. જે માર્દવ તેના વડે સંપન્ન, પરંતુ કપટી મૃદુતા યુક્ત નહીં.
આલીન-ગુરુજન આશ્રિત, અનુશાસનમાં પણ ગુરુ પ્રત્યે દ્વેષ ન કરનાર, અથવા માઁ - ચોતરફથી બધી ક્રિયામાં લીન-ગુપ્ત, ઉલ્વણ ચેષ્ટાકારી નહીં. ભદ્રકકલ્યાણભાગી, અથવા ભદ્રક-ભદ્ર હાથીની ગતિ, વિનિત-મોટા પુરુષને વિનય કરવાના
સ્વભાવવાળા અથવા વિનિતા જેવા - વિજિત ઈન્દ્રિયવાળા જેવા. અભેચ્છા-મણિ
કનકાદિ પ્રતિબંધ રહિત. તેથી જ જેને વિધમાન નથી સંનિધિપર્યુષિત ખાધ આદિ, સંચય-ધારણ કરવી તે.
25/9
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
વિટપાંતર - શાખાંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં પવિસન - આકાલ આવાસ જેનો છે તે, જેમકે ઈચ્છિત કામ-શબ્દાદિ કામયંત-અર્થોને ભોગવવાનો સ્વભાવ જેનો છે તે.
૧૩૦
અહીં જીવાભિગમાદિમાં યુગ્મી વર્ણનાધિકારમાં આહારાર્થે પ્રશ્નોત્તરસૂત્ર દેખાય છે. અહીં કાળદોષથી ત્રુટિત સંભવે છે, અહીં જ ઉત્તસ્ત્ર બીજા-ત્રીજા આરાના વર્ણન સૂત્રમાં આહારાર્થસૂત્રના સાક્ષાત્ દૃશ્યમાનત્વથી છે. તેથી અહીં સ્થાનશૂન્યાર્થે જીવાભિગમ આદિથી લખીએ છીએ –
• સૂત્ર-૩૫ ઃ
ભગવન્ ! તે મનુષ્યોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? ગૌતમ ! તેમને અક્રમભક્ત [ત્રણ દિવસ] પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે મનુષ્યોને પૃથ્વી, પુષ્પ, ફળનો આહાર કહેલો છે. ભગવન્ ! તે પૃથ્વીનો આસ્વાદ કેવા પ્રકારે કહેલો છે ? ગૌતમ! જેમ કોઈ ગોળ કે ખાંડ કે શકય કે મત્સંડી કે પતિ, મોદક, મૃણાલ, પુષ્પોત્તર, પૌત્તર, વિજયા, મહાવિજયા, આકાશિકા, આદર્શિકા, આકાશ ફલોપમ, ઉપમા કે અનોપમા, શું આવા પ્રકારનો તે પૃથ્વીનો આરવાદ હોય છે [ભગવન્ ! ? ના, એ અર્થ સમર્થ નથી, તે પૃથ્વી આનાથી ઈષ્ટતરિકા યાવત્ મણામમતરિકા આવાદવાળી કહી છે.
તે પુષફળોનો કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે? ગૌતમ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાનું ભોજન લાખ સુવર્ણમુદ્રના વ્યયથી નિષ્પન્ન થાય છે, તે કલ્યાણકર, પ્રશસ્ત, વર્ણયુક્ત યાવત્ સ્પર્શયુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય, દર્પણીય, મદનીય, બૃહણીય, સર્વે ઈન્દ્રિય-ગમને પ્રહ્લાદનીય હોય, [શું તે પુષ્પો ફળોનો સ્વાદ આવા પ્રકારનો કહ્યો છે ?
ના, તે અર્થ સમર્થ નથી. તે પુષ્પ ફળોનો સ્વાદ આનાથી પણ ઈષ્ટતરક યાવત્ આસ્વાદ કહેલ છે.
• વિવેચન-૩૫ :
ભગવન્ ! તે મનુષ્યોને કેટલો કાળ ગયા પછી ફરી આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે – આહાર લક્ષણ પ્રયોજન ઉપસ્થિત થાય છે ?
ભગવંતે કહ્યું – આઠ ભક્ત અતિક્રાંત થતાં આહારેચ્છા ઉત્પન્ન થાય છે. જો કે સરસ આહારિત્વથી આટલો કાળ તેમના ક્ષુધા વેદનીયના અભાવથી સ્વતઃ જ અભાર્થતા છે, નિર્જરાર્થે તપ નથી. તો પણ અભક્તાર્યત્વના સાધર્મ્સથી અટ્ટમભક્ત કહેલ છે. અનુમભક્ત એ ત્રણ ઉપવાસની સંજ્ઞા છે.
હવે તેઓ જે આહાર કરે છે, તે કહે છે – પૃથ્વી એટલે ભૂમિ અને ફળો કલ્પતરુના ફળોનો આહાર જેમને છે તે. આવા પ્રકારે તે મનુષ્યો કહેલા છે – ઈત્યાદિ.
હવે આ આહાર મધ્યે પૃથ્વીનું સ્વરૂપ પૂછે છે
-
તે પૃથ્વીનો કેવો આસ્વાદ