Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૪૬
૧૮૩
પછી શ, અગ્નિકુમાર દેવોને આમંત્રણ કરે છે - બોલાવે છે. બોલાવીને આ ઓ અગ્નિકુમાર દેવો ! તીર્થંકરની ચિતામાં, ગણધરની ચિતામાં અને અણગારોની ચિતામાં અગ્નિકાયની વિક્ર્વણા કરો. વિર્દીને મારી આજ્ઞા
પ્રમાણે કહે છે -
પાછી આપો.
પછીના બંને સૂત્રો પણ વ્યક્ત જ છે, ઉજ્વાલયત-દીપ્ત, પ્રગટાવો, તીર્થંકરના શરીર યાવત્ અણગારના શરીરને ધ્માપિત કરો, સ્વ વર્ણનો ત્યાગ કરીને, બીજા
વર્ણને પામે તે રીતે તે શરીરોના અગ્નિસંસ્કાર કરો.
ત્યારપછી તે શકએ ભવનપતિ આદિ દેવોને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિય ! તીર્થંકરની ચિતામાં ચાવત્ અણગાની ચિતામાં અગરુ, તુરુષ્ક, ઘી, મધ એ દ્રવ્યો કુંભાગ્રશઃ અનેક કુંભ પરિમાણ અને ભારાગ્રશઃ અનેક ૨૦-તુલા પરિમાણ અથવા પુરુષ વડે ઉત્કૃષણીય તે ભાર, તે અગ્ર - પરિમાણ જેનું છે તે ભારાગ્ર, તેવાં ઘણાં ભારાગ્રને લઈ આવો એ પૂર્વવત્ જાણવું.
હવે માંસાદિને બાળી નંખાયા પછી બાકી રહેલાં અસ્થિનું શક શું કરે છે ? કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – ક્ષીરોદક વડે અર્થાત્ ક્ષીરસમુદ્રથી
લાવેલ જળ વડે વિધ્યાર્પિત - શાંત કરે છે.
હવે અસ્થિ વક્તવ્યતા કહે છે – ત્યારપછી ચિતિકાને શાંત કર્યા પછી
ભગવંત તીર્થંકરની ઉપરની જમણી બાજુની સકિય-દાઢા શક્ર ગ્રહણ કરે છે. કેમકે તે ઉર્ધ્વલોકનો વાસી છે અને દક્ષિણ લોકાદ્ધનો અધિપતિ છે. [અહીં હી-વૃત્તિમાં જણાવે છે—]
જિનની દાઢા જિનની જેમ આરાધ્ય છે કેમકે જિનસંબંધી વસ્તુણે છે. જિનપ્રતિમા કે જિનસ્થાપિત તીર્થસમાન છે. જેનામાં જિનભક્તિ છે. તેનામાં જ તેમની દાઢાદિની ભક્તિ છે, અન્યથા ભક્તિ અસંભવ છે. અમિત્રની આકૃતિ જોઈને અને નામાદિ સાંભળીને કે અનુમોદનથી ભક્તિ ન થાય પણ કોઈપણે કોઈ રીતે તેને સાંભલીને કે જોઈને તેની ભક્તિ થાય. એમ દાઢાદિની ભક્તિ જિનભક્તિ જેવી છે.
(શંકા) જિનપ્રતિમા તેવી જિન આકૃતિવાળી હોવાથી જિનની સ્મૃતિના હેતુપણાથી તીર્થની અને તીર્થંકરસ્થાપિતપણાથી સર્વગુણોના આશ્રયત્વથી અને તીર્થંકર પણ નમસ્કરણીયતાથી તેમનું આરાધન યુક્ત છે, કેમકે વસ્તુગત તે જિનારાધનપણાથી જ છે, પરંતુ દાઢાનું આરાધન કઈ રીતે જિનભક્તિ કહેવાય ?
(સમાધાન) જેમ એક જ હરિવંશકુળ આ નેમિનાથના કુળ ઈત્યાદિ રૂપથી નેમિનાથને આશ્રીને મહાફળદાયી થાય છે, તે એ પ્રમાણે કૃષ્ણ વાસુદેવના કુળ આદિ વડે કૃષ્ણ વાસુદેવને આશ્રીને ન થાય, એ પ્રમાણે દાઢા આદિ ઋષભદેવાદિ સંબંધિ તીર્થંકરને આશ્રીને શ્રવણપણમાં આવેલ છતાં મહાફળનો હેતુ છે, તો પછી તેનું પૂજનાદિ શા માટે? પ્રતિમા તીર્થંકરની આકૃતિ માત્ર જ છે, તેના શરીરના અવયવો નથી શું? દાઢા સાક્ષાત્ શરીર અવયવ જ છે. આ દાઢા ઋષભદેવ સંબંધી છે, એ
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રમાણે સ્વયં વિચારતા કે સાંભળતા મહાનિર્જરાનો હેતુ છે. એમ કરીને સ્વયં જ સમ્યગ્ વિચારતા આશંકા થતી નથી. એ રીતે સમ્યગ્દષ્ટિને તેમના અસ્થિ આદિનું ગ્રહણ અને પૂજન જિનભક્તિ છે તેમ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હીરવૃત્તિમાં કહે છે. ઈશાનેન્દ્ર એ ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરી, કેમકે તે ઉર્ધ્વ લોકવાસી છે અને ઉત્તર લોકાદ્ધનો અધિપતિ છે.
૧૮૪
અસુરેન્દ્ર અસુરરાજ યમરે નીચેની જમણી બાજુની દાઢા ગ્રહણ કરી, કેમકે તે અધોલોકવાસી છે અને દક્ષિણ શ્રેણીનો અધિપતિ છે. બલિ, દક્ષિણના અસુર વડે વિ - વિશિષ્ટ રોન - દીપવું તે, અર્થાત્ દીપ્તિ જેની છે, તે વૈરોચન, ઉત્તરનો અસુર, દક્ષિણના કરતાં ઉત્તરીયની અધિક પુન્યપ્રકૃતિ હોવાથી, તેનો ઈન્દ્ર, એ રીતે વૈરોયન રાજા પણ છે, તેણે નીચેની ડાબી બાજુની દાઢા ગ્રહણ કરી કેમકે તે અધોલોકવાસી અને ઉત્તરશ્રેણિનો અધિપતિ છે.
બાકીના ભવનપતિ, યાવત્ શબ્દથી વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો પણ લેવા. વૈમાનિક દેવો મહદ્ધિકના ક્રમે બાકીના અંગો-ભુજાદિના અસ્થિ અને ઉપાંગઅંગની સમીપવર્તી અંગુલી આદિના અસ્થિને ગ્રહણ કરે છે.
અહીં ભાવ આ છે – સનકુમારાદિ ૨૮-ઈન્દ્રો બાકી રહેલા ૨૮-દાંતોને અને બાકી રહેલા ઈન્દ્રો અંગ-ઉપાંગના અસ્થિને ગ્રહણ કરે છે. દેવોને તેનું ગ્રહણ કરવામાં શો હેતુ છે ? તે કહે છે – કેટલાંક લોકો જિનભક્તિથી જિનેશ્વર નિર્વાણ પામ્યા પછી જિનઅસ્થિને જિનવત્ આરાધ્ય જાણે છે. કેટલાંક આ જિન-પુરાતન એવું આયી હોવાથી અમારું પણ આ કર્તવ્ય છે, એમ માનીને લે છે. કેટલાંક તે પુન્ય છે' માનીને લે છે.
અહીં બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ આ હેતુ પણ છે – જે (આ દાઢા આદિને) રોજ પૂજે છે, તેનો કદાચ ક્યારેક કોઈ પરાભવ કરે તો તે દાઢાદિને પ્રક્ષાલીને તેના જળ વડે પોતાની રક્ષા કરાય છે. સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંનેને પરસ્પર વૈર હોય છે, તેને છાંટવાથી વૈરનો ઉપશમ થાય છે ઈત્યાદિ જાણવું.
તથા “વ્યાખ્યાથી વિશેષાર્ય જણાય છે” આથી વિધાધર મનુષ્યો ચિતાની ભસ્મની શેષ ગ્રહણ કરે છે, તેઓ સર્વોપદ્રવને શાંત કરનાર માને છે. ત્રણ જગા આરાધ્ય તીર્થંકરો તો ઠીક, પણ યોગ ભૃત્ ચક્રવર્તીની અસ્થિ પણ દેવો ગ્રહણ કરે છે.
હવે ત્યાં વિધાધર આદિ વડે અહંપૂર્વિકાથી ભસ્મ ગ્રહણ કરાય ત્યારે અને અખાતની ગર્તામાં જતાં ત્યાં પામસ્જનકૃત્ આશાતના પ્રસંગ ન આવે અને તીર્થ પ્રવૃત્તિનું સાતત્ય રહે તેથી સ્તૂપવિધિ કહે છે – તે સર્વે સ્પષ્ટ છે. વિશેષ એ કે – સંપૂર્ણપણે રત્નમય - અંદર અને બહાર રત્નોથી ખચિત મહાતિમહત - અતિ વિસ્તીર્મ, - ૪ - ત્રણ ચૈત્યસ્તૂપો. તેમાં ચૈત્ય-ચિત્તને આહ્લાદક એવા સ્તૂપોને ત્રણે ચિતાની ભૂમિ ઉપર કરે છે, આજ્ઞા કરણ સૂત્રમાં તે ઘણાં ભવનપતિ આદિ દેવો તે પ્રમાણે કરે છે. [તેમ જાણવું.]