Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/૧૦૧ થી ૧૦૩
તે મધ્યભાગ, ઉદર અને શરીરમાં પાતળી હતી. તેથી તવંગી આદિ કહેવાય છે. [શંકા] સામુદ્રિક શાસ્ત્રમાં દાંત, ત્વચા પણ પાતળા કહેવાય છે, તો અહીં ત્રણ સંખ્યા જ કેમ? વિચિત્રતાથી, - ૪ - સ્ત્રીપુરુષ સાધારણ જે ત્રિકરૂપ લક્ષણ તે તેજ રીતે નિબદ્ધ છે. અહીં કેવળ સ્ત્રીજાતિને ઉચિત લક્ષણો કહ્યા તે સ્ત્રીરત્નના પ્રસ્તાવથી - ૪ - એ
૧
યોગ્ય જ છે. તેથી જ દાંત અને ત્વચાદિ પાતળા હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. નેત્રનો અંતભાગ, હોઠ, યોનિભાગમાં તામ્ર-લાલ હતી. આંખના ખૂણાનું તત્વ જ સ્ત્રીના ચક્ષુના ચુંબનમાં પુરુષને અતિ મનોહર થાય છે ત્રણ વલય-મધ્યવર્તીરેખારૂપ જેને છે તે - ૪ - ત્રિવલીકત્વ સ્ત્રી માટે અતિ પ્રશસ્ય છે, પુરુષો માટે તેમ નથી. - x - સ્તન, ઘન, યોનિભાગમાં ઉન્નત્ત, નાભિ-સત્વ-સ્વરમાં ગંભીર, રોમરાજી-સ્તાની ડીંટડી-નેત્રની કીકી ત્રણે કૃષ્ણવર્ણી, દાંત-સ્મિત-ચક્ષત્રણે શ્વેત, વેણી-બાહુલતા-લોચન ત્રણે પ્રલંબ હોય, થ્રોણિયક્ર - જઘનસ્થલી-નિતંબબિંબોમાં વિસ્તીર્ણ.
સમશરીરી-સમચતુરસ સંસ્થાનત્વથી છે, ભારત ક્ષેત્રમાં બધી મહિલામાં પ્રધાન, સુંદર સ્તન-જધન, શ્રેષ્ઠ હાથ-પગ-નયન જેના છે તે. કેશ, દાંત તેના વડે જનહદય રમણી - જોનાર લોકના ચિત્તના ક્રીડા હેતુક, તેથી જ મનોહરી. શ્રૃંગારના ગૃહ જેવી સુંદરવેષવાળી, ઉચિત એવું ગમન, સ્મિત, વાણી, અપુરુષ ચેષ્ટા, નેત્રચેષ્ટા, પ્રસન્નતાથી જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ, તેમાં નિપુણ એવી, સંગત એવા લોકવ્યવહારોમાં કુશળ, ઈન્દ્રાણી કે દેવીના સૌંદર્યરૂપને અનુસરતી, કલ્યાણકારિણી, ચૌવનમાં વર્તતી એવી સુભદ્રા સ્ત્રીરત્નને લઈને તેવી ઉષ્કૃતાદિ ગતિથી ભરત પાસે આવ્યો. આવીને આકાશમાં રહીને લઘુઘંટિકા યુક્ત પંચવર્ષી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા ઇત્યાદિ. જય અને વિજય વડે વધાવે છે, વધાવીને એમ કહ્યું – દેવાનુપ્રિય વડે જીતાયેલ છે યાવત્ શબ્દથી માગધના આલાવાવત્ કહેવું, વિશેષ એ કે ઉત્તરમાં “લઘુહિમવંતની મર્યાદામાં’. અમે આપ દેવાનુપ્રિયના આજ્ઞાવર્તી સેવકો છીએ એમ કહીને – “અમારું આ પ્રીતિદાન સ્વીકારો'' કહી વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રત્નોને સમર્પિત કર્યા.
હવે ભરતે શું કર્યુ તે કહે છે – ત્યારે તે ભરતરાજા પ્રીતિદાન ગ્રહણ કરી, સત્કારાદિ કરી, વિનમિ-નમિને વિદાય આપીને અને પૌષધશાળાથી નીકળીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને સ્નાનવિધિ પતાવીને ભોજન મંડપમાં પારણું કરે છે. શ્રેણિ-પ્રશ્રેણિ જનોને બોલાવે છે, અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યાં સુધી જાણવું. પછી તે નમિ-વિનમિ વિધાધર રાજા અાહ્નિકા મહામહોત્સવ કરે છે, આજ્ઞા પાછી સોંપે છે તેમ જાણવું.
હવે દિગ્વિજયના પરમ અંગરૂપ ચક્રરત્નનો વ્યતિકર કહે છે – પછી - નમિ વિનમિ વિધાધરોને સાધ્યા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધ ગૃહશાળાથી નીકળ્યું ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ – ઇશાનદિશા કહેવી. વૈતાઢ્યથી ગંગાદેવી ભવનાભિમુખ જતાં ઈશાનખૂણો ઋજુ માર્ગ છે. અહીં નિર્ણય કરવા જંબૂદ્વીપ આલેખીને જોવું. - x - બધું સિંધુદેવીના કથાનાનુસાર ગંગાભિલાષ વડે જાણવું. તે પ્રીતિદાન સુધી કહેવું. વિશેષ એ - ૧૦૦૮ કુંભો રત્નના, વિવિધ સુવર્ણ-મણિમય ચિત્રિત બે સિંહાસનો
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
કહેવા. બાકી બધું પૂર્વવત્ યાવત્ અષ્ટાહિકા મહોત્સવ કરે છે. - x - ૪ - ૪ - ગંગાદેવીના ભવનમાં ભોગ વડે ૧૦૦૦ વર્ષ વીતાવ્યાનું જે સંભળાય છે, તે આ સૂત્ર અને ચૂર્ણિમાં કહેલ નથી. ઋષભસ્ત્રિથી જાણવું.
૯૨
• સૂત્ર-૧૦૪ ઃ
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન ગંગાદેવીને આશ્રીને અષ્ટાક્ષિકા મહા મહોત્સવથી નિવૃત્ત થતાં આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને યાવત્ ગંગા મહાનદીના પશ્ચિમ કિનારાથી દક્ષિણદિશામાં ખંડપ્રપાત ગુફાભિમુખ જવા પ્રવૃત્ત થયું. પછી તે ભરત રાજા યાવત્ જ્યાં ખંડપપાત ગુફા છે ત્યાં આવે છે, આવીને બધુ વક્તવ્યતા કૃતમાલક દેવ સમાન જાણવી. વિશેષ એ કે નૃત્યમાલક દેવે પ્રીતિદાન રૂપે આલંકાસ્કિભાંડ અને કટક આવ્યા. બાકી બધું પૂર્વવત્ વત્ અષ્ટાહિકા મહામહિમા કર્યો.
ત્યારપછી તે ભરત રાજા નૃત્યમાલક દેવ સંબંધી અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થતાં સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને યાવત્ સિંધુના આલાવા સમાન જાણવું. ચાવત્ ગંગા મહાનદીના પૂર્વીય નિષ્કુટ જે ગંગા સહિત સમુદ્ર અને પર્વતની મર્યાદામાં સમ-વિષમ નિષ્કુટો છે, તેને જીતે છે, જીતીને પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે.
પછી જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને બીજી વખત પણ સ્કંધાવાર સૈન્ય સહિત ગંગા મહાનદી, જે નિર્મળજળના ઉંચા તરંગો યુક્ત હતી, તેને નાવરૂપ ચારિત્નથી પાર કરે છે. કરીને જ્યાં ભરત રાજાનો વિજય સ્કંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને પ્રધાન શ્રેષ્ઠ રત્નો લઈને જ્યાં ભરતરાજા
છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત્ અંજલિ કરી ભરતરાજાને જયવિજય વડે વધાવે છે, વધાવીને તે પ્રધાન શ્રેષ્ઠ રત્નો અર્પણ કરે છે.
ત્યારપછી તે ભરત રાજા સુષેણ સેનાપતિ પાસેથી પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે, સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કાર-સન્માન કરે છે, કરીને તેને વિદાય આપે છે.
ત્યારપછી સુષેણ સેનાપતિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
-
ત્યારે તે ભરત રાજા અન્ય કોઈ દિવસે સુષેણ સેનાપતિરત્નને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું . ઓ દેવાનુપ્રિય ! તું જા, ખંડપ્રપાતગુફાના ઉત્તર દ્વારના કમાડો ઉઘાડ, ઉઘાડીને જેમ તમિસા ગુફામાં કહ્યું, તે બધું અહીં કહેવું યાવત્ આપને પ્રિય થાઓ. ભાકી પૂર્વવત્ યાવત્ ભરત ઉત્તર દ્વારેથી નીકળ્યો. જેમ મેઘાંઘકારથી ચંદ્ર નીકળે, તેમ પૂર્વવત્ પ્રવેશતો મંડલોનું આલેખન કરે છે.
તે ખંડપાત ગુફાના બહુમધ્યદેશભાગમાં યાવત્ ઉન્મગ્ન-નિમનજલા નામે બે મહાનદીઓ પૂર્વવત્ છે. વિશેષ એ કે પશ્ચિમી કટકથી નીકળતી એવી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી પૂર્વવત્ પરંતુ પશ્ચિમી કુલથી ગંગામાં