Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૪૩ થી ૧૪૫
અષ્ટ-અષ્ટમંગલ પર્યન્ત જાણવા.
=
હવે તેની ચારે દિશામાં જે છે, તે કહે છે – તે સ્તૂપોની પ્રત્યેક ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી છે. અહીં જિનપ્રતિમા કહેવી. તેનું સૂત્ર આ પ્રમાણે – તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકે પ્રત્યેકમાં ચાર જિનપ્રતિમાઓ, જિનોત્સેધ પ્રમાણ માત્ર, પદ્માસને રહેલી, રૂપાભિમુખ બેઠેલી રહી છે. તે આ – ઋષભ, વર્ધમાન, ચંદ્રાસન, વારિષણ. આનું વર્ણન પૂર્વે વૈતાઢ્યમાં સિદ્ધાયતન અધિકારમાં કહેલ છે.
અહીં ચૈત્યવૃક્ષનું વર્ણન જીવાભિગમથી કહેલ કહેવું – તે આ પ્રમાણે છે – તે ચૈત્યવૃક્ષનું આ પ્રમાણે વર્ણન કહેલ છે – વજ્રમૂલ, રજતની સુપ્રતિષ્ઠિત વિડિમા, ષ્ટિમય કંદ-વૈર્યના રુચિર સ્કંધો, સુજાત શ્રેષ્ઠ જાત્યરૂપ પહેલી વિશાળ શાખા, વિવિધ મણિ-રત્ન, વિવિધ શાખા-પ્રશાખા, ધૈર્યના પત્ર, તપનીય પત્રબિંટ, જાંબૂનદ રક્ત મૃદુ સુકુમાર પ્રવાલ પલ્લવ શ્રેષ્ઠ અંકુર ધર, વિચિત્ર મણિરત્ન સુરભિ કુસુમ ફળાદિયુક્ત શાખા, છાયા-પ્રભા-શ્રી-ઉધોત સહિત, અમૃતના રસ જેવા રસવાળા ફળો, મને અને નયનને અધિક શાંતિદાયી, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા - તે ચૈત્યવૃક્ષોનું આવુંમ વર્ણન કહેલ છે તેના મૂલ વજ્રરત્નમય છે, રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમાબહુ મધ્યદેશ ભાગમાં ઉર્ધ્વ નીકળેલી શાખા જેમાં છે, જેનો કંદ રિષ્ઠ રત્નમય છે. તેનો સ્કંધ ધૈર્યરત્નમય રુચિર છે. મૂલદ્રવ્ય શુદ્ધ-પ્રધાન-રૂપામય તેની મૂળભૂત વિશાળ શાખા છે. વિવિધ મણિત્નમય મૂળ શાખામાંથી નીકળેલી શાખા છે, શાખામાંથી નીકળેલી પ્રશાખા તેમાં છે. તથા વૈસૂર્યમય પત્રો તેમાં છે. તપનીય સુવર્ણમય પત્રવૃંત તેમાં છે - ૪ - જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય રક્તવર્ણી, અત્યંત કોમળ, કંઈક ઉગેલ પત્રભાવરૂપ પ્રવાલ, જાતપૂર્ણ પ્રથમ પત્રભાવરૂપ પલ્લવ, વાંકુરને તે ધારણ કરે છે. વિચિત્ર મણિ-રત્નમય સુગંધી પુષ્પો અને ફળોના ભારથી નમેલ જેની શાખા છે. શોભન છાયા ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું.
તે ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક, લવક, છત્રોપગત, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોઘ ધવ ચંદન ની૫ કુટજક પના તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિવૃક્ષથી ચોતરફથી સંપવિરેલ છે. આ વૃક્ષોમાં કેટલાંકને નામકોશથી અને કેટલંકને લોકથી જાણવા. - ૪ - તે તિલકાદિ વૃક્ષો બીજી ઘણી પાલતા ચાવત્ શ્યામલતા વડે ચોતરફથી પરિવરેલ છે. યાવત્ શબ્દથી અહીં નાગલતા, ચંપકલતાદિ પણ ગ્રહણ કરવા. તે પાલતાદિ નિત્ય કુસુમિત ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ સુધી જાણવું.
તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ, છત્રાતિ છત્રો ઈત્યાદિ ચૈત્યસ્તૂપવત્ કહેવા.
હવે મહેન્દ્રધ્વજ કહે છે – તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકા કહેલ
=
૧૫૭
છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અર્ધયોજન જાડી છે. તે મણિપીઠિકાની
ઉપર પ્રત્યેકપ્રત્યેકમાં મહેન્દ્ર ધ્વજ કહેલ છે. તે ગા યોજન ઉર્ધ્વ ઉંચો છે. અર્ધક્રોશહજાર ધનુમ્ ઉદ્વેધ-ઉંડાઈથી, તેટલાં જ બાહલ્યથી છે. વજ્રમય-વૃત્ત એ પદથી ઉપલક્ષિત પરિપૂર્ણ જીવાભિગમાદિ વર્ણન લેવું.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
તે આ પ્રમાણે – વજ્રમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે તથા જે રીતે સુશ્લિષ્ટ થાય છે, એમ પરિધૃષ્ટ સમાન ખરશાણથી પાષાણ પ્રતિમાવત્ સુશ્લિષ્ટપરિષ્કૃષ્ટ તથા સુકુમાર શાણ વડે પાષાણ પ્રતિમાવત્ તથા કંઈપણ ચલિત ન થવાથી તથા અનેક પ્રધાન પંચવર્ણી હજારો લઘુપતાકા વડે પરિમંડિત હોવાથી તે અભિરામ છે, બાકી પૂર્વવત્. - X +
મહેન્દ્ર ધ્વજ કહ્યો, હવે પુષ્કરિણી, તે વેદિકા વનખંડ ઈત્યાદિ સુધીના સૂત્રનો સંગ્રહ કરવો. તે આ પ્રમાણે – તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી કહી છે. તે ૧૨ યોજન લાંબી, ૬॥ યોજન જાડાઈ, ૧૦ યોજન ઉડી, સ્વચ્છ, શ્લણ છે પુષ્કરિણીનું વર્ન કરવું. પ્રત્યેકે પ્રત્યેક પાવરવેદિકાથી પવૃિત્ત છે, તે પ્રત્યેક વનખંડથી પરિવૃત્ત છે. વર્ણન કરવું.
તે નંદા પુષ્કરિણીની પ્રત્યેકની ત્રણે દિશામાં ત્રિસોપાનપ્રતિરૂપક કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપક અને તોરણનું વર્ણન છત્રાતિછત્ર સુધી કહેવું. અહીં જગતીની પુષ્કરિણીવત્ બધું કહેવું.
૧૫૮
-
હવે સુધર્માંસભામાં જે છે, તે કહે છે તે બંને સુધર્માંસભામાં છ હજાર મનોગુલિકા-પીઠિકા કહેલ છે. તે આ રીતે – પૂર્વમાં ૨૦૦૦, પશ્ચિમે ૨૦૦૦, દક્ષિણમાં૧૦૦૦ અને ઉત્તરમાં-૧૦૦૦. ચાવત્ પદથી આમ લેવું - મનોગુલિકામાં ઘણાં સુવર્મરૂપયમય ફલકો કહેલા છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોમાં ઘણાં વજ્રમય નાગદંતકો કહ્યા છે. તે વજ્રમય નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્રથી બાંધેલ પુષ્પોની માળા ચાવત્ શુક્લ સૂત્રથી બાંધેલ પુષ્પોની માળા છે. તે માળામાં તપનીયમય લંબૂષક રહેલ છે. તે બધું વિજયદ્વારવત્ કહેવું.
અનંતરોક્ત ગોમાનસિકા સૂત્રને અતિદેશથી કહે છે – એ પ્રમાણે - મનોગુલિકા ન્યાયથી ગોમાનસિ-શય્યારૂપ સ્થાન વિશેષ કહેવું. વિશેષ એ કે – દામના સ્થાને ધૂપનું વર્ણન કહેવું.
-
હવે આના જ ભૂ ભાગનું વર્ણન કહે છે તે બંને સુધર્મા સભામાં અંદર બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં મણિવર્ણ આદિ કહેવા. ઉલ્લોક પણ પાલતાદિથી ચિત્રિત છે. અહીં વિશેષથી જે વક્તવ્યતા છે, તે કહે છે – અહીં સુધર્માભાના મધ્ય ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહેવી, તે બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી છે. તે બંને મણિપીઠિકાની ઉપર પ્રત્યેકમાં માણવક નામે ચૈત્યસ્તંભ મહેન્દ્રધ્વજ સમાન, પ્રમાણથી જ્ઞા યોજન પ્રમાણ છે વર્ણન મહેન્દ્રધ્વજવત્ જાણવું. ઉપર અને નીચેના છ કોશને છોડીને મધ્યના ૪ યોજનમાં જાણવી. ત્યાં જિન સક્રિય છે. વ્યંતરજાતિક જિનદાઢાનું ગ્રહણ અનધિકૃત્ હોવાથી (અરિહંતના) સક્રિય લેવા. કેમકે સૌધર્મ-ઈશાન-ચમ-બલિ તેનું ગ્રહણ કરે છે, તે કહેવાયેલ છે. બાકી વર્ણન જીવાભિગમોક્ત જાણવું.
તે આ પ્રમાણે – તે માણવક ચૈત્યના સ્તંભની ઉપર અને નીચે છ કોશ વર્જીને મધ્યના અર્ધપંચમ યોજનોમાં અહીં ઘણાં સુવર્ણ-રૂણ્યમય ફલકો કહેલા છે. ત્યાં ઘણાં વજ્રમય નાગદંતકો કહેલા છે. તેમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તેમાં ઘણાં