Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૫૧
૨૦૧
૨૦૨
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ભૂમિ ભીની થાય અને તાપની ઉપશાંતિ થાય તેટલા પ્રમાણમાં જળસમૂહને નિષ્પન્ન થયેલ ગ્રહણ કરવો.
હવે તે પ્રાદુભૂત થઈને જે કરશે, તે કહે છે - ત્યારપછી તે પુકલ સંવર્તક મેઘ જલ્દીથી * * * * * પ્રકર્ષથી ગર્જના કરશે. તેમ કરીને જલ્દીથી યુગ-રથનો અવયવ વિશેષ, મુશલ-સાંબેલુ, મુષ્ટિ-મુટ્ટી, ભેગી કરેલ આંગળી સહિતનો હાથ, આનું જે પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ આદિ, તેના વડે પ્રમાણ જેનું છે તે. આટલા પ્રમાણમાં સ્થૂળ એવી ધારાથી સામાન્યથી ભરતક્ષેત્રના ભૂમિભાગને અંગારરૂપ-મુમુરરૂપક્ષાકિરૂપ-તપ્ત કવેલકરૂપ-તપ્ત સમ જ્યોતિરૂપ છે તેને તે પુકર સંવર્તક મહામેઘ શાંત કરી દેશે.
હવે બીજા મેઘની વક્તવ્યતા કહે છે – અને તેમાં, અહીં ‘ત્ર' શબ્દ બીજા વાક્યના પ્રારંભાર્થે છે. પુકલ સંવર્તક મહામેઘ સાત અહોરણ સુધી પડ્યા પછી - નિર્ભર વરસ્યા પછી, તે અંતરમાં ક્ષીરમેઘ નામક મહામેળ ઉત્પન્ન થાય છે. બાકી પૂર્વવતુ.
ધે તે મેઘ પ્રગટ થઈને શું કરે છે ? તે કહે છે - અહીં “વરસશે" સુધી પૂર્વવત, જે મેઘ ભરતની ભૂમિમાં (શુભ) વર્ણ, ગંધ, સ, સ્પર્શને ઉત્પન્ન કરશે. અહીં વણદિ શુભ જ ગ્રહણ કરવા, જેનાથી લોકો અનુકૂળ વેદન કરે છે. કેમકે અશુભ વર્ણાદિ પૂર્વકાળના અનુભાવથી જનિત તો વર્તતા જ હોય છે.
(શંકા જો શુભવણદિને ઉત્પન્ન કરે છે, તો તરુપમાદિ નીલ વર્ણ, જાંબૂફળાદિ કૃષ્ણ, મરિય આદિમાં તીખો સ, કારેલા આદિમાં કળવો સ, ચણા આદિમાં રહ્યા સ્પર્શ, સુવર્ણ આદિમાં ભારે સ્પર્શ, કકયાદિમાં ખર સ્પર્શ, ઈત્યાદિ અશુભવણદિ કેમ સંભવે ?.
(સમાધાન] અશુભ પરિણામો પણ આમને અનુકૂળ વેધપણાથી શુભ જ છે. જેમ મસ્યા આદિનો તીખો રસ આદિ પ્રતિકૂળ વેધતાથી શુભ છતાં અશુભ જ છે, જેમ કુષ્ઠ આદિને થયેલ શ્વેત વર્ણાદિ.
ધે ત્રીજા મેઘની વક્તવ્યતા કહે છે - તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પડી ગયા પછીના અંતરમાં ઘી જેવો નિશ્વ મેઘ-ધૃતમેઘ નામે મહામેઘ પ્રગટ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વવત્.
ધે તે પ્રગટ થઈને શું કરશે તે કહે છે - બધું પૂર્વવત્. વિશેષ એ કે ધૃતમેઘ ભરતભૂમિમાં સ્નેહભાવ-નિગ્ધતાને ઉત્પન્ન કરશે.
ધે ચોથા મેઘની વક્તવ્યતા કહે છે - તે ધૃતમેઘ સાત દિનરાત્રિ પડ્યા પછી અહીં-પ્રસ્તાવિત અમૃતમેઘ નામ પ્રમાણે અર્થ ધરાવતો તેવો મહામેઘ પ્રગટ થશે, ચાવતુ વરસશે, તે બધું પૂર્વવત્ જે મેઘ ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લિ, તૃણ-આ વૃક્ષાદિ પ્રસિદ્ધ છે, પર્વગ-શેરડી આદિ. હરિત-દુર્વા આદિ, ઔષધિ-શાલિ આદિ, પ્રવાલ-પલ્લવ અંકુર - શાલ્યાદિ બીજ ઈત્યાદિ તૃણ વનસ્પતિકાયો • બાદર
વનસ્પતિકાયોને ઉત્પન્ન કરશે.
હવે પાંચમાં મેઘના સ્વરૂપની વક્તવ્યતા કહે છે – વ્યક્ત છે. પરંતુ સજનક મેઘ એટલે રસમેઘ. જે રસમેઘ, તે અમૃતમેઘથી ઉત્પન્ન ઘણાં વૃક્ષાદિ જાંકુર સુધીની વનસ્પતિના તિકત-લીંબડા આદિમાં રહેલ, કટુક-મરચા આદિમાં રહેલ, કષાય - બિભીતક, આમલકાદિમાં રહેલ, અંબ-આંબલી આદિ આશ્રિત, મધુચ્છકાદિ આશ્રિત. આ પાંચ પ્રકારના સ વિશેષોને ઉત્પન્ન કરશે. લવણરસ મધુરાદિના સંસર્ગથી જન્ય હોવાથી તેની વિવક્ષા ભેદમાં કરી નથી. કેમકે તેમાં માધુર્ય આદિ સંસર્ગ સંભવે છે. બધાં સોમાં લવણના પ્રક્ષેપથી જ સ્વાદુપણું ઉત્પન્ન થાય છે, તેથી જુદો નિર્દેશ કર્યો નથી.
આ પાંચ મેઘોનું ક્રમથી આ પ્રયોજન સૂત્ર કહ્યા છતાં સ્પષ્ટીકરણને માટે ફરી લખીએ છીએ –
(૧) પહેલાં મેઘમાં ભરતભૂમિના દાહનો ઉપશમ થાય છે. (૨) બીજા મેઘમાં તેમાં જ શુભવર્ણગંધાદિની ઉત્પત્તિ.
(3) ત્રીજા મેઘમાં તેમાં જ સ્નિગ્ધતાની ઉત્પત્તિ, અહીં ક્ષીરમેઘ વડે જ શુભ વર્ણ-ગંધ-રસ-પર્શ સંપત્તિમાં ભૂમિની નિગ્ધતા સંપત્તિ ન કહેવી. કેમકે તેમાં સ્નિગ્ધતાની અધિકતાનું સંપાદન છે, જેવી સ્નિગ્ધતા ઘી માં હોય તેવી દુધમાં ન હોય, તે અનુભવ જ સાક્ષી છે.
(૪) ચોથા મેઘમાં તેમાં વનસ્પતિની ઉત્પતિ.
(૫) પાંચમાં મેઘમાં વનસ્પતિમાં સ્વ-સ્વ યોગ્ય રસવિશેષની ઉત્પત્તિ થાય છે. જો કે અમૃતમેઘથી વનસ્પતિ સંભવમાં વણદિસંપતિ પણ તેની સહચારી હોવાથી સની પણ સંપત્તિ તેનાથી જ હોય તે યુક્તિ છે, તો પણ સ્વ-સ્વ યોગ્ય સ વિશેષને સંપાદિત કરવાને રસમેઘ જ પ્રભુ-સમર્થ છે, તેમ જાણવું.
ત્યારે ભરતક્ષોત્ર જેવું થશે, તે કહે છે - ત્યારપછી - ઉકત સ્વરૂપ પાંચ મેઘના વરસ્યા પછી ભરતક્ષેત્ર કેવું થાય છે ? તે કહે છે –
પ્રરૂઢ - ઉગેલા વૃક્ષા, ગુચ્છ, ગુભ, લતા, વલિ, વ્રણ, પર્વજ હરિત ઔષધિ જ્યાં - ત્યાં હોય છે તેવું અર્થાત્ આ વનસ્પતિજીવોથી યુક્ત, ઉપચિત-પુષ્ટિને પામેલ, વચા-પગ-પ્રવાલ-પલ્લવ-અંકુ-પુષ-સ્કૂળો સમુદિત - સમ્યક્ પ્રકારે ઉદયને પ્રાપ્ત જેમાં છે તેવું. - x” આના વડે પુષ્પ અને ફળોની શતિ દશવી, તેથી જ સુખોપભોગ્યસુખેથી સેવી શકાય તેવું થશે. અહીં વાક્યાંતરની યોજના માટે (ભવિષ્ય) થશે એવું પદ યોજેલ છે. તેથી પુનરુક્તિ ન વિચારવી.
હવે તકાલીન મનુષ્યો તેવા ભરતક્ષેત્રને જોઈને જે કરશે તેને કહેવા માટે સૂત્રકારશ્રી જણાવે છે –
• સૂર-૫૨,૫૩ : [૫] ત્યારે મનુષ્યો ભરતક્ષેત્રને વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ,