Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૪૦ થી ૪૯
૧૫
સ્કૂટિત શિરમ્ - ફૂલ એવું દેખાતું મસ્તક જેમનું છે તે. કપિલ-વર્ણ છે, પલિતશુક્લ [શ્વેત] વાળવાળા, ઘણાં સ્નાયુ વડે બદ્ધ એવા, દુ:ખથી જોઈ શકાય એવા રૂપવાળા. શંકુટિત - સંકુચિત વલ્લિ-નિર્માસ અને ચામડીનાં વિકાવાળા, તેને અનુરૂપ આકારપણાથી તરંગ-વીચિ, તેનાથી પરિવેષ્ટિત અંગો-અવયવો જેમાં છે, એવા પ્રકારે અગ-શરીર જેમનું છે તે. | કોની જેવા? વૃદ્ધાવસ્થાથી પરિણત એવા અર્થાત્ સ્થવિર મનુષ્યો જેવા. સ્થવિરો બીજી રીતે પણ ઓળખાવાય છે, તેથી જરાપરિણતનું ગ્રહણ કર્યું છે. પ્રવિલા - અંતરાલપણાથી છુટા છુટા દાંતવાળા, કેટલાંક પડી ગયેલા દાંતની શ્રેણિ જેમની છે તે. ઉદભટ-વિકરાળ, ઘોડાં જેવું મુખ જેમનું છે તેવા મુખવાળા, કેમકે તુચ્છ દેતા છેદવાળા છે કવચિત ‘ઉભડઘાડામુહ' એવો પાઠ છે, તેનો અર્થ છે - સ્પષ્ટ કૃકાટિક વદન જેમનું છે તેવા. વિષમ નયનવાળા, વક્રનાકવાળા. - x • x • વિકૃતબીભત્સ, ભીષણ-ભયજનક મુખવાળા.
દધ્વકિટિભસિદ્ભાનિ - દ્ધ કુષ્ઠ વિશેષ, તેથી પ્રધાન. રૂટિત અને કઠોર, શરીરની ત્વચાવાળા. તેથી જ ચિકલાંગ-કાબર ચીતરા અવયવ શરીરી, કછૂ-પામ અને કસર વડે વ્યાપ્ત થયેલા તેથી જ ખરતીણનખ - કઠિન તીવ્ર નખો વડે ખણવાથી વિકૃત-વ્ર કરાયેલા શરીરવાળા, ટોલાકૃતિ-અપશસ્ત આકારવાળા અથવા ટોલગતિ-ઉંટ આદિ માફક ચાલનારા. [તથા
વિષમ-દીર્ધહસ્વ ભાવથી સંધિરૂપ બંધનો જેને છે તે. ઉકર્ક - યથા સ્થાને અનિવિષ્ટ, અસ્થિક-પ્રીકસ [હાડકાદિ] વિભક્ત વત્ - અંતરો દેખાતા હોય તેવા - x • અથવા તેવા પ્રકારના સ્વભાવથી ઉકુટુક રહેલા, વિભકત-ભોજન વિશેષ રહિત, દુર્બળ-બળરહિત, કુસંહનન-સેવાd સંહતનવાળા, કુપમાણ-પ્રમાણહીન, કુસંસ્થિતદુ:સંસ્થાનવાળા. - x - તેથી જ કહે છે – | કુરૂપ-કુઆકારવાળા, કુચાનાસન - કુત્સિત આશ્રયે રહેલા, કુશધ્યા-કુત્સિતા શયનવાળા, કુભોજી-દુષ્ટ ભોજનવાળા, અશુચિ-સ્તાન, બ્રહ્મચર્યાદિ રહિત અથવા અશ્રુતિ-શાસ્ત્રારહિત.
અનેક વ્યાધિ વડે પરિપીડિત અંગવાળા, ખલિત થતાં કે વિહળ અથવા જેવી-તેવી ગતિવાળા, તિરસાહ, સવ પરિવર્જિત, વિકૃત ચેષ્ટાવાળા, નષ્ટ તેજવાળા. વારંવાર શીત-ઉણ ખર-કઠોર વાયુ વડે મિશ્રિત થતુ વ્યાપ્ત.
મલિન પાંસરૂપ જ વડે પણ પુરજ વડે નહીં, તે રીતે જેમના અંગો-અવયવો ધૂળથી ખરડાયા છે તેવા અંગવાળા.
ઘણાં ક્રોધ, માન, માયા, લોભતી યુક્ત તથા ઘણાં મોહવાળા, જેમને શુભઅનુકૂળ વેધ કર્મ જેમને નથી તેવા, તેથી જ દુ:ખના ભાગી, અથવા દુ:ખાનુબંધી દુ:ખના ભાગી.
બહુલતાથી ધર્મસંજ્ઞા - ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ, તે બંને વડે પરિભ્રષ્ટ.
૧૯૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્યગ્રહણથી જે રીતે તેમનું સમ્યગ્દષ્ટિતવ કદાચિત સંભવે છે, તે પ્રકારે પછીના ગ્રંથમાં વ્યાખ્યા કરેલ છે.
ઉત્કૃષ્ટથી ત્નિ-હાથ, તેના જે ૨૪-અંગુલ લક્ષણ પ્રમાણ વડે જેની માત્રાપરિમાણ છે તેવા. અહીં કદાચ ૧૬ વર્ષ અને કદાચ ૨૦-વર્ષ પમ આયુ જેમનું છે તેવા કહે છે. શ્રી વીરાત્રિમાં તો સ્ત્રીના ૧૬-વર્ષ અને પુરુષોના ૨૦-વર્ષ કહેલાં છે.
ઘણાં પુત્રો, પૌત્રોના પરિવારવાળા, તેમના પ્રણય-સ્નેહની બહુલતાવાળા છે. આના દ્વારા અપાયું હોવા છતાં ઘણાં સંતાનવાળા તેમને કહેલાં છે. અાકાળમાં ચૌવનના સદ્ભાવથી આમ કહ્યું ચે.
તેઓ ગૃહાદિના અભાવે ક્યાં વસે છે ? ગંગા-સિંધુ મહાનદીમાં, વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બોંતેર સ્થાન વિશેષાશ્રિત નિગોદ-કુટુંબો છે. તેમાં બોંતેરની સંખ્યા આ પ્રમાણે -
વૈતાદ્યની પૂર્વે ગંગાના બે કિનારે નવ-નવ બિલોનો સંભવ છે, તેથી અઢાર અને સિંધુ નદીના પણ અઢાર. એ છત્રીશમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યો વસે છે. વૈતાદ્યથી આગળ ગંગાના બંને કિનારે અઢાર અને સિંધુના બંને કિનારે અઢાર, અહીં ઉત્તરાદ્ધ ભરત વાસી મનુષ્યો વસે છે.
બીજની માફક બીજ થતાં જનસમૂહોના હેતુપણાથી બીજની જેમ માત્રા-પરિમાણ જેમનું છે તે. સ્વ અર્થાત્ સ્વરૂપથી, બિલવાસી મનુષ્યો થશે. * * - X -
હવે તેમના આહારનું સ્વરૂપ પૂછતાં કહે છે – ભગવત્ ! તે મનુષ્યો શું આહાર કરે છે ? શું ખાશે ?
ભગવંતે કહ્યું - તે કાળમાં અર્થાત એકાંત દુઃ૫મલક્ષણ રૂપ અને તે સમયમાં - છઠ્ઠા આરાના અંત સ્વરૂપ, ગંગા-સિંધુ બંને મહાનદી સ્થપથગાડાંના બે પૈડાથી મપાય તેટલો માર્ગ, તે મામા-પરિમાણ. જેનું છે, તેટલા પ્રમાણમાં વિસ્તાર • પ્રવાહનો વ્યાસ જેનો છે તે તથા અક્ષ-પૌડાની નાભિમાં મૂકાતું કાષ્ઠ, તેમાં જે સોત-ધુરીનો પ્રવેશરબ્ધ, તેટલું પ્રમાણ, તેની માત્રાઅવગાહના જેની છે, તેટલા પ્રમાણમાં જળ કહેલ છે. આટલાં પ્રમાણમાં જ, પરંતુ ગંભીર ઉંડાણમાં જળને ધારણ કરશે નહીં.
(શંકા) લઘુહિમવત્ આરાની વ્યવસ્થાના રહિતપણાથી તેમાં રહેલ પાદ્રહથી નીકળતો આ પ્રવાહ, તેનાથી આ ન્યૂનરૂપ કહેલ પ્રવાહ કઈ રીતે એક સાથે જાય છે ?
(સમાધાન) ગંગા પ્રપાત કુંડમાંથી નીકળ્યા પછી ક્રમથી કાળ નુભાવ જનિત ભરત ભૂમિમાં રહેલ તાપના વશચી જળના શોષણમાં અને સમુદ્રના પ્રવેશમાં - બંનેમાં ઉક્ત માત્રામાં જ શેષ જળના વહનપણાથી તેમ છે, તેથી તેમાં કોઈ આપત્તિ નથી.
તેટલાં પણ પાણીમાં ઘણાં મત્સ્ય અને કાચબાથી વ્યાપ્ત હોય છે અને