Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૩,૮
જેને છે તે, મહા ઈશ નામે પ્રસિદ્ધિ જેને છે તે મહેશાષ્ય. અથવા ઈશ-ઐશ્વર્યપોતાની ખ્યાતિ, તે ઈશાખ્ય. મહાન એવો તે ઈશાખ્ય, તે મહેસાખ્ય અથવા
ક્યાંક મહાસૌખ્ય પાઠ છે - પ્રભૂત સત્ વેધ ઉદયને વશ છે તે. પલ્યોપમ સ્થિતિક વસે છે.
તેમાં ૪ooo સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિષી છે, તે પ્રત્યેક એક-એક હજાર સંખ્યક પરિવાર સહિત છે. ત્રણે પર્ષદામાં અનુક્રમે આઠ, દશ, બાર હજાર સંખ્યક દેવો છે. સાત સૈન્ય-આa, હાથી, થ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્યરૂપ છે. તે સામેના અધિપતિના અને ૧૬,૦૦૦ આત્મરક્ષકો, વિજયદ્વારનું, વિજયા રાજધાનીનું ત્યાં વસતા બીજા અનેક દેવ-દેવીઓનું અધિપતિકર્મ-રક્ષા કરતો, તે રક્ષા સામાન્યથી આત્મરક્ષકો વડે કરાય છે, તેથી કહે છે –
પુનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પૌપત્ય અર્થાત્ બધામાં અગ્રેસરત્વ, તે અગ્રેસરવ નાયકવ સિવાય પણ ચાય, સ્વનાયક નિયુક્ત તથાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષની માફક, તેથી નાયકત્વના સ્વીકારને માટે કહે છે – સ્વામી, તેનો ભાવ તે સ્વામીત્વ અર્થાત્ નાયકવું. તે નાયકવ પોષકત્વ સિવાય પણ થાય છે, જેમ-મૃગ ચૂંથાધિપતિ મૃગ. તેથી કહે છે – ભર્તૃત્વ-પોષકત્વ, તેથી જ મહતરકવ, એ મહત્તરકત્વ કોઈ આજ્ઞારહિતને પણ થાય, જેમ કોઈ વણિકનું સ્વ દાસ-દાસી વર્ગ પ્રતિ હોય. તેથી કહે છે –
આજ્ઞા વડે ઈશ્વર તે આડોશર, સેનાનો પતિ સેનાપતિ, આફોશર એવો આ સેનાપતિ, તેનું કર્મ આશ્ચર સેનાપત્ય સ્વસૈન્ય પ્રતિ અભૂત આજ્ઞાપાધાન્ય, અન્ય નિયુકત પુરુષ વડે પાલન કરાવતા. મોટા અવાજ સાથેઆખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત, નિત્ય અનુબંધ, જે નાટ્યગીત-નૃત્યગાન, જે વાદિત તંગીતલ-તાલ-ત્રુટિત, તંત્રી-વીણા, તલ-હસ્તતલ, તાલ-કંશિકા, ગુટિત-બાકીના વાધો તથા જે ઘનમૃદંગ-મેઘ સમાન ધ્વનિ-મુરજ, પટુ પુરુષ વડે પ્રવાદિત. આ બધાંનો જે નાદ, તેના વડે સહકારીભૂત, સ્વર્ગમાં થનાર તે દિવ્ય-અતિપ્રધાન, ભોગાઈબન-શબ્દાદિ ભોગ ભોગો અથવા ભોગ વડે - દારિકકાય ભાવથી અતિશય ભોગ તે ભોગ ભોગ, તેને ભોગવતો - અનુભવતા વિચારે છે - રહે છે. આ કારણે ગૌતમાં એમ કહે છે – વિજયદ્વાર એ વિજયદ્વાર છે. વિજય નામે તેનો સ્વામી દેવ છે. • x - ૪ -
| વિજયદેવની સ્થિતિ પ્રતિપાદકકલા પુસ્તકમાં વિજયને વિજય નામથી બોલાવેલ છે અથવા ગૌતમ! વિજયદ્વારનું શાશ્વત નામ છે. તે હંમેશા હતું - છે અને રહેશે. અથવા વિજય એ અનાદિપ્રસિદ્ધ નામ છે, બાકી સુગમ છે. * * * * * વિજયદ્વાર વર્ણન કર્યું.
ધે રાજધાની વર્ણન કહે છે. જેમકે – હે ભગવન્ ! વિજય દેવની વિજયા નામે રાજધાની કયાં આવેલી છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વે તીછ અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ૧૨,000 યોજન અવગાહ્ય પછી, આ
૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિજયદેવની વિજયા નામે રાજધાની કહી છે. અહીંથી આરંભીને વિજય દેવ ત્યાં સુધીના સૂત્રને જાણવું. પ્રશ્નસૂન સુગમ છે. ઉત્તર સૂત્રમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તીછ અસંખ્યાત દ્વીપસમુદ્રો અતિક્રમીને આ અંતરમાં જે બીજો જંબૂદ્વીપ અધિકૃત દ્વીપતુચ નામે. આના દ્વારા જંબૂદ્વીપોનું અસંખ્યયત્વ સૂચવે છે. તેમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને ત્યાં વિજયદેવની વિજયા નામે રાજધાની મેં તથા અન્ય તીર્થંકર વડે કહેવાયેલ છે. તે નિર્ગમન સૂઝ સુધી કહેવું. * હવે શેષ દ્વારાદિના સ્વરૂપ કથન માટે અતિદેશ -
એ પ્રમાણે વિજયના દ્વારના પ્રકારથી ચારે પણ જંબૂદ્વીપના દ્વારા રાજધાની સહિત કહેવા. [શંકા] વિજય દ્વારના વર્ણિતપણાની સૂત્રમાં કઈ રીતે ચતુરિ વિષયક અતિદેશ સમસૂત્રિ છે ?
અતિદેશથી અતિદેશ પ્રતિયોગીના અત્યંત તુલ્ય વકત્વના પ્રતિપાદનાર્થે છે. તેથી જે રીતે વિજયદ્વારનું વર્ણક છે, તે રીતે વૈજયંત, જયંત, અપરાજિત દ્વારોનું પણ છે. જે રીતે આ ત્રણે દ્વારો છે, તે રીતે વિજયદ્વાર પણ છે. જેમ વિજયરાજધાનીનું વર્ણક છે, તે રીતે વૈજયંતા, જયંતા, અપરાજિતા રાજધાનીનું પણ છે. જે રીતે તે ત્રણેનું છે, તે રીતે વિજયા રાજધાનીનું પણ છે.
આ દ્વારો પૂર્વ દિશાથી પ્રદક્ષિણા વડે નામથી જાણવા. તે આ રીતે - પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત છે.
અહીં વૈજયંતાદિ દ્વારો પણ જીવાભિગમથી જ પ્રશ્ન અને ઉત્તરરૂપે આલાપકો જાણવા. તે આ રીતે - ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ! જંબૂલીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪૫,ooo અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાંતથી લવણ સમુદ્ર દક્ષિણાદ્ધના ઉત્તરથી અહીં જંબૂદ્વીપ હીપનું વૈજયંત નામે દ્વાર કહેલ છે. આઠ યોજન ઉM ઉચ્ચત્વથી આદિ બધી વક્તવ્યતા યાવતું નિત્ય છે. રાજધાની, તે દક્ષિણની યાવત વૈજયંત દેવ.
ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપનું જયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપના પશ્ચિમાંતથી લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધના પૂર્વથી સીસોદા મહાનદીની ઉપર આ જંબૂદ્વીપનું જયંત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત, જયંતદેવ, પશ્ચિમથી તે રાજધાની ચાવત્ જયંતદેવ છે.
ભગવન્! જંબૂવીપનું અપરાજિત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ મેરુની ઉત્તરમાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના ઉત્તાંતથી લવણસમુદ્રમાં ઉત્તરની દક્ષિણથી અહીં જંબુદ્વીપ દ્વીપનું અપરાજિત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત રાજધાની, ઉત્તી યાવત અપરાજિત દેવ છે.
ચારે અન્ય જંબૂદ્વીપમાં છે.
હવે વ્યાખ્યા - ભગવદ્ ! જંબૂદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં આવેલ છે ? ગૌતમ ! મેરની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી, બાધા-આકમણ, ન