Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૨૫
જીવના ૧૬૧ ભેદના ૪૯૧ શરીર, પાંચ વર્ણ, બે ગંધ વગેરે ૨૫ ભેદે પરિણત થાય તો ૪૯૧૪૨૫ = ૧૨,૨૭૫ ભેદ થાય. પરંતુ કાર્પણ શરીરમાં ચાર સ્પર્શ જ હોય છે, તેથી ૧૬૧ જીવ ભેદના ૧૬૧ કાર્પણ શરીરમાં ચાર સ્પર્શના ૧૬૧૪૪ = ૬૪૪ ભેદ ન્યૂ ન કરતાં ૧૨,૨૭૫-૬૪૪ = ૧૧,૩૧ શરીરમાં વર્ણાદિ પરિણત પુદ્ગલો થાય છે. (૮) ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદઃ३७ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिंदिय-फासिंदिय-पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । पज्जत्तासुहुमपुढ विकाइया वि एवं चेव ।
एवं जहाणुपुव्वीए जस्स जइ इंदियाणि तस्स तइ भाणियव्वाणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईयदेवपंचिंदिय-सोइंदिय जावफासिंदियपओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आयसंठाणपरिणया वि । ભાવાર્થ:- જે પદુગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક સ્પર્શેન્દ્રિય પણ વર્ણાદિ પ્રયોગ પરિણત છે.
આ રીતે અનુક્રમથી સૂત્રો કહેવા જોઈએ, વિશેષતા એ છે કે જેને જેટલી ઇન્દ્રિય હોય તેટલી કહેવી જોઈએ યાવત જે પદગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિય શ્રોતેન્દ્રિય યાવત સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વર્ણાદિ સહિત ઇન્દ્રિય પરિણત પુદ્ગલોનું કથન છે.
ચોથા ઇન્દ્રિયદ્વારમાં ૭૧૩ ઇન્દ્રિયોનું કથન છે, તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન; આ ૨૫ ભેદે પરિણત થાય છે. તેથી ૭૧૩૪૨૫ = ૧૭,૮રપ ઇન્દ્રિય વર્ણાદિ પરિણત પુદ્ગલ થાય છે.
(૯) શરીર અને ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદઃ|३८ जे अपज्जत्ता-सुहुम पुढविक्काइयएगिदिय ओरालियतेया-कम्मा-फासिंदिय पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । पज्जत्तासुहुमपुढविक्काइया वि एवं चेव ।