Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૦: ઉદ્દેશક્ર-૪
૫૦૭ |
णो इणढे समढे, गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए णामधेज्जे पण्णत्ते; जं ण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ; जाव णिच्चे अव्वोच्छित्तिणयट्ठयाए, अण्णे चयंति, अण्णे उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના ત્રાયસ્વિંશક દેવો છે?
ઉત્તર- હા, ગૌતમ છે.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે ચમરના ત્રાયશ્ચિંશક દેવ છે, ઇત્યાદિ પૂર્વકથિત ત્રાયસ્વિંશક દેવોનો સર્વ સંબંધ કહેવો જોઈએ, યાવતુ જ્યારથી કાકન્દી નિવાસી શ્રમણોપાસકો અસુરરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયશ્વિંશક દેવપણે ઉત્પન્ન થયા ત્યારથી જ ત્રાયસ્વિંશક દેવ છે? શું તેની પૂર્વે ન હતા ?
ઉત્તર- હે ગૌતમ ! તેમ નથી પરંતુ અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયશ્ચિંશક દેવોના નામ શાશ્વત છે. તેથી તે ક્યારે ય ન હતા તેમ નથી અને નહીં રહેશે તેમ પણ નથી. અચ્છિત્તિ નયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તે નિત્ય છે. પૂર્વના ત્રાયશ્ચિંશકદેવો ચ્યવન પામે છે અને બીજા ઉત્પન્ન થાય
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્યામહસ્તી અણગાર અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર છે. તે સૂત્ર અને ભાવાર્થથી સ્પષ્ટ છે. ત્રાયસ્વિંશક દેવો દ્રવ્યાર્થિક દષ્ટિએ શાશ્વત છે. પર્યાયાર્થિક દૃષ્ટિએ પૂર્વના ત્રાયસ્વિંશક દેવોનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું ચ્યવન થાય છે અને તેના સ્થાને નવા દેવો ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રવાહરૂપે તે દેવોનો ક્યારે ય વિચ્છેદ થતો નથી. અર્થાતુ ઇન્દ્રોની જેમ તેઓનો વિરહકાલ નથી. ત્રાયસ્વિંશક દેવઃ- જે દેવ, મંત્રી અને પુરોહિતનું કાર્ય કરે છે તેને ત્રાયસ્વિંશક દેવ કહે છે. બલીન્દ્રના ત્રાયશ્ચિશક દેવઃ[५ अस्थि णं भंते ! बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णोतायत्तीसगा देवा?
રોયના !ાંત OિI
से केणटेणं भंते ! एवं वुच्चइ- बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे बिभेले णामं सण्णिवेसे होत्था, वण्णओ । तत्थ णं बिभेले सण्णिवेसे तायत्तीसंसहाया गाहावई समाणोवासया परिवसंति एवं जहा चमरस्स जाव उववण्णा ।