Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૧૧: ઉદ્દેશક-૯
ભાવાર્થ :- ત્યારપછી શિવરાજર્ષિને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો– મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી દ્વીપ અને સમુદ્ર નથી.' આ પ્રકારનો વિચાર કરીને, તે આતાપના ભૂમિથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને, વલ્કલના વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યા. પોતાની લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપસોચિત ઉપકરણો અને કાવડ લઈને, હસ્તિનાપુર નગરમાં જ્યાં તાપસોનો આશ્રમ હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને ઉપકરણો રાખીને શ્રૃંગાટક, ત્રિક આદિ રાજમાર્ગોમાં અનેક મનુષ્યોને આ પ્રમાણે કહેવા લાગ્યા— “હે દેવાનુપ્રિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે, જેથી હું એ જાણું છું, દેખું છું કે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે.’’
૫૭૩
१० तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतियं एयमट्ठ सोच्चा णिसम्म हत्थणापुरे णयरे सिंघाडग- तिग जाव पहेसु बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जाव परूवेइ - एवं खलु देवाणुप्पिया ! सिवे रायरिसी एवं आइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदंसणे जाव तेण परं वोच्छिण्णा दीवा य समुद्दा य। से कहमेयं मण्णे एवं ?
ભાવાર્થ :- શિવરાજર્ષિની ઉપરોક્ત વાત સાંભળીને હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક આદિ માર્ગમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા— “હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે, પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિય ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે યાવત્ આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે ત્યાર પછી દ્વીપ-સમુદ્ર નથી,’તેનું આ પ્રકારનું કથન કેવી રીતે માની શકાય ?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શિવરાજર્ષિને પ્રગટ થયેલું વિભંગજ્ઞાન અને તદ્વિષયક થયેલી ભ્રાંતિનું કથન છે. વિભગજ્ઞાન ઃ– ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવા તેને અવધિજ્ઞાન કહે છે અને મિથ્યાત્વીના તે જ્ઞાનને વિભંગજ્ઞાન કહે છે.
શિવરાજર્ષિના વિભગજ્ઞાનનો વિષય :– આ લોકના સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યંતનો હતો.
શિવરાજર્ષિ મિથ્યાદષ્ટિ હતા. તેથી ઇન્દ્રિયાતીત જ્ઞાન થવા છતાં મિથ્યાત્વના પ્રભાવે તેની સમજ મિથ્યા અને ભ્રાંત થઈ. તેણે સ્વયં નિર્ણય કરી લીધો કે મને જે જ્ઞાન થયું છે તે પૂર્ણજ્ઞાન છે અને મારા જ્ઞાનમાં દેખાતા સાત દ્વીપ-સમુદ્ર પર્યંતનો જ લોક છે. તે પોતાના જ્ઞાનનો પ્રચાર ચારે બાજુ કરવા લાગ્યા. ભગવાન દ્વારા સત્ય નિરૂપણ
:
११ ते काणं तेणं समएणं सामी समोसढे, परिसा निग्गया जाव पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी