Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૧: ઉદ્દેશક-૯
| પ૭૭ ]
જનતા દ્વારા નગરીમાં સત્યપ્રચાર :| १७ तएणं हथिणापुरे णयरे सिंघाडग जावमहापह-पहेसु बहुजणो अण्णम ण्णस्स एवमाइक्खइ जावपरूवेइ-जण्ण देवाणुप्पिया ! सिवे रायरिसी एवमाइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणे जाव तेणं परं दीव समुद्दा य वोच्छिण्णा; तंणो इणढे समढे । समणे भगवं महावीरे एवमाइक्खइ जावपरूवेइ- एवं खलु एयस्स सिवस्स रायरिसिस्स छटुंछटेणंतंचेव जावभंडणिक्खेवंकरेइ, भंडणिक्खेवं करेत्ता हत्थिणापुरे णयरे सिंघाडग जावसमुद्दा य । तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म जावतेण परंवोच्छिण्णा दीवा यसमुदाय; तण्णं मिच्छा। समणे भगवं महावीरे एवमाइक्खइ-एवं खलुजंबुद्दीवाईया दीवा लवणाईया समुद्दा तं चेव जावअसंखेज्जा दीवसमुद्दा पण्णत्ता समणाउसो! ભાવાર્થ- હસ્તિનાપુર નગરમાં શૃંગાટક આદિ અનેક નાના મોટા માર્ગો પર અનેક લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ જે કહે છે અને પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, જેનાથી હું જાણું-દેખું છું કે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે, ત્યાર પછી દ્વીપ અને સમુદ્ર નથી પરંતુ તેમ નથી. અહીં શિવરાજર્ષિનું વિર્ભાગજ્ઞાન, તવિષયક પ્રચાર, લોકોમાં થયેલી ભ્રાંતિ અને ગૌતમસ્વામી દ્વારા તે વાર્તાલાપનું શ્રવણ વગેરે સંપૂર્ણ વૃત્તાન્ત પૂર્વવત્ કહેવો જોઈએ. યાવત્ શ્રમણ ભગવાન મહાવીર
સ્વામી આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠની તપસ્યા કરતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું છે. વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થતાં જ તે પોતાની કુટીરમાં આવ્યા, ત્યાંથી તાપસ આશ્રમમાં આવીને તાપસોચિત ઉપકરણ રાખ્યા અને હસ્તિનાપુરના શૃંગાટક યાવતુ નાના મોટા માર્ગો પર સ્વયંને અતિશય જ્ઞાન હોવાનો દાવો કરવા લાગ્યા. લોકો આ પ્રકારની વાતો સાંભળીને પરસ્પર તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે શું શિવરાજર્ષિનું કથન સત્ય છે? શું સાત દ્વીપ-સમુદ્ર પછી દીપ-સમુદ્ર નથી ? એક વાર ગૌચરી પધારેલા ગૌતમ સ્વામીએ તે વાત સાંભળી અને ભગવાનને પૂછ્યું ત્યારે પ્રભુએ સમાધાન કર્યું કે આ કારણે શિવરાજર્ષિ એમ કહે છે. તેનું તે કથન મિથ્યા છે. વાસ્તવમાં જંબુદ્વીપ આદિ દ્વીપ અને લવણાદિ સમુદ્રો અસંખ્યાતા છે. તેથી તે આયુષ્યમાનું શ્રમણ ! (લોકમાં) દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા છે. શિવરાજર્ષિના વિર્ભાગજ્ઞાનનો નાશ - |१८ तए णं से सिवे रायरिसी बहुजणस्स अंतियं एयमलु सोच्चा णिसम्म संकिए कंखिए वितिगिच्छिए भेदसमावण्णे कलुससमावण्णे जाए यावि होत्था । तए णं तस्स सिवस्स रायरिसिस्स संकियस्स कंखियस्स जावकलुससमावण्णस्स से विभंगे अण्णाणे