Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૭.
[ ૭૩૧ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક જીવના અનંત જન્મ-મરણને દષ્ટાંતના માધ્યમથી સમજાવ્યા છે.
આ લોકનો એક આકાશ પ્રદેશ પણ શેષ નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય. તે કથનની પુષ્ટિ માટે શાસ્ત્રકારે પાંચ કારણ પ્રસ્તુત કર્યા છે. (૧) લોક શાશ્વત છે (૨) સંસાર અનાદિ છે (૩) જીવ નિત્ય છે (૪) કર્મોની બહુલતા છે (૫) જન્મ મરણ પણ અનંત છે. લોક શાશ્વત છે સંસાર અનાદિ છે – લોક શાશ્વત હોવા છતાં પણ જો જીવનું સંસાર ભ્રમણ સાદિ હોય, તો લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીવના જન્મ મરણ સંભવિત નથી. પરંતુ લોક પણ શાશ્વત છે અને જીવનું પરિભ્રમણ પણ અનાદિકાલથી થઈ રહ્યું છે, પ્રત્યેક જીવનો સંસાર અનાદિ છે. જીવ નિત્ય છે :- જો ઉપર્યુક્ત બંને પરિસ્થિતિ હોય પરંતુ પરિભ્રમણ કરનાર જીવ શાશ્વત ન હોય તો પણ સૂત્રોક્ત કથનની યથાર્થતા ઘટિત થતી નથી. પરંતુ આ જીવ ત્રિકાલ શાશ્વત છે. તેથી જ તે અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. કર્મોની બહુલતા છે - જીવને નિત્ય માનવા છતાં જો કર્મની અલ્પતા હોય, તો પણ તથાવિધ સંસાર ભ્રમણ થઈ શકતું નથી. કારણ કે સંસાર ભ્રમણનું કારણ કર્મ છે. સંસારી જીવોને અનંતાનંત કર્મોની સત્તા છે અને તે સમયે સમયે નવા કર્મો બાંધે છે. તે માટે લોકમાં કર્મોની પણ બહુલતા છે. જન્મ મરણ અનંત છે:- કર્મોની બહુલતાના કારણે અનંત જન્મ-મરણ રૂપ કાર્ય થયા કરે છે.
આ રીતે પાંચ કારણો સાપેક્ષ છે અને પાંચ કારણોથી આ જીવે જન્મ મરણ દ્વારા લોકાકાશના સમસ્ત પ્રદેશની સ્પર્શના કરી છે. જીવોનું અનંત જન્મ-મરણ:| ३ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ?
गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ। एवं जहा पढमसए पंचमे-उद्देसए तहेव आवासा ठावेयव्वा जाव अणुत्तरविमाणे त्ति जाव अपराजिए, सव्वट्ठसिद्धे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીઓ સાત કહી છે. અહીં પ્રથમ શતકના પાંચમાં ઉદ્દેશક અનુસાર નરકાદિના આવાસ કહેવા જોઈએ. આ રીતે પાંચ અનુત્તર વિમાન વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન પર્યત કહેવું જોઈએ. |४ अयं णं भंते ! जीवे इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगसि णिरयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए णरगत्ताए णेरइयत्ताए उववण्णपुव्वे?