Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 823
________________ શતક–૧૨ : ઉદ્દેશક-૯ ૭૫૫ ગતિ નરકની છે. કારણ કે તે જીવ ભોગ વિલાસમાં અત્યંત આસક્ત છે. તેમ છતાં જો તે ચક્રવર્તી પદ છોડીને સંયમ અંગીકાર કરે, ધર્મદેવનું પદ પ્રાપ્ત કરે તો દેવગતિ અથવા સિદ્ધગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. (૩) ધર્મદેવ સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરે તો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અને કર્મો શેષ રહે તો વૈમાનિક જાતિના દેવ બને છે. (૪) દેવાધિદેવ અવશ્ય મોક્ષમાં જ જાય છે (૫) ભાવદેવ મરીને નારકી કે દેવ થતાં નથી, તેથી તિર્યંચ અને મનુષ્ય ગતિને પ્રાપ્ત કરે છે. દેવોની કાયસ્થિતિ [સંચિઠ્ઠણા દ્વાર] : | ३० भवियदव्वदेवे णं भंते ! भवियदव्वदेवे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । एवं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा वि जाव भावदेवस्स; णवरं धम्मदेवस्स जहणेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी । ભાવાર્થ • પ્રશ્ન– હે ભગવન્ ! ભવિક દ્રવ્ય દેવ, ભવિક દ્રવ્ય દેવ રૂપે કેટલો કાલ રહે છે ? = ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહે છે. જે રીતે ભવસ્થિતિનું કથન કર્યું, તે જ રીતે સંસ્થિતિ-કાયસ્થિતિનું પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે ધર્મદેવની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે. વિવેચન : સંધિકળા :– કાયસ્થિતિને જ સંચિૠણા કહે છે અને કાયસ્થિતિ એટલે તે પર્યાયનો નિરંતર અવસ્થાનકાલ. પાંચ પ્રકારના દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ સમાન છે. કારણ કે ભવિકદ્રવ્યદેવ, નરદેવ આદિ પાંચ પ્રકારના દેવ મરીને પુનઃ તે જ દેવ પદને પ્રાપ્ત કરી શકતા નથી. ધર્મદેવની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. કારણ કે તે ગુણસ્થાનની પ્રાપ્તિમાં અંતર્મુહૂર્તનો સમય વ્યતીત થાય છે. પરંતુ તે ગુણસ્થાનની પ્રાપ્તિ પછી તેની સંસ્થિતિ પરિણામની અપેક્ષાએ એક સમયની છે યથા– કોઈ ધર્મદેવ, અસંયમ ભાવને પ્રાપ્ત કરીને અંતે એક સમય માત્ર ધર્મદેવના ભાવને પ્રાપ્ત કરે અને પછી તરત જ તેનું મૃત્યુ થાય તો ધર્મદેવનો સંચિટ્ટણા કાલ પરિણામોની અપેક્ષાએ એક સમયનો હોઈ શકે છે. દેવોનું અંતર ઃ | ३१ भवियदव्वदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं अणंतं कालं; वणस्सइकालो ।

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875