Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૨
[ ૩૯]
શતક-૧ર | પરિચય જજે,
જે
આ શતકમાં દશ ઉદ્દેશક છે. જેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ ઉદેશકમાં શ્રાવસ્તી નિવાસી શંખ અને પુષ્કલી આદિ શ્રમણોપાસકની ધર્મશ્રદ્ધા તેમજ શ્રમણોપાસકચર્યાનું પ્રતિપાદન અને અંતે ત્રણ પ્રકારની જાગરિકાનું વર્ણન છે.
(૨) બીજા ઉદ્દેશકમાં જયંતિ શ્રમણોપાસિકાના અનેક પ્રશ્નો અને પ્રભુના ઉત્તરો તેમજ જયંતિ શ્રાવિકાનો વિરક્તભાવ, સંયમ સ્વીકાર આદિ વિષયો પ્રતિપાદિત છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં સાત નરક પૃથ્વીઓના નામ, ગોત્ર આદિનું અતિદેશાત્મક વર્ણન છે. (૪) ચોથા ઉદ્દેશકમાં બે પરમાણુથી લઈને દશ પરમાણુ યાવતુસંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુના સ્કંધરૂપે પરિણત થવાના અને તેના ભેદ થવાના વિવિધ વિકલ્પોનું નિરૂપણ છે. તત્પશ્ચાત્ સંઘાત અને ભેદથી થતાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તનનું કથન છે.
(૫) પાંચમા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનના પર્યાયવાચી શબ્દો, ૧૮ પાપસ્થાન વિરતિ તેમજ અવગ્રહાદિ મતિજ્ઞાનના ચાર ભેદ, ચાર પ્રકારની બુદ્ધિ, ઉત્થાનાદિ પાંચ, સાતમા આકાશાન્તરથી વૈમાનિકોના આવાસ, પંચાસ્તિકાય, આઠ કર્મ, છલેશ્યા, પાંચ શરીર, ત્રણ યોગ, અતીતાદિ કાલ અને ગર્ભગત જીવાદિમાં વર્ણાદિ ઇત્યાદિ અનેક વિષયોનું કથન છે. () છઠ્ઠા ઉદ્દેશકમાં રાહુ નામના દેવની શક્તિ, તેની ઋદ્ધિ, તેના નામાંતર વગેરેનું વર્ણન છે. તે ઉપરાંત કહ્યું છે કે– રાહુના ગમનાગમનથી વિવિધ પ્રકારે ચંદ્રની કળા આચ્છાદિત થાય છે તેને લોકો રાહુ દ્વારા ચંદ્રનું ગ્રહણ, ભેદન, વમન કે ભક્ષણ કહે છે પણ ખરેખર તે આચ્છાદન માત્ર છે. ત્યાર પછી ધ્રુવ રાહુ અને પર્વરાહુનું સ્વરૂપ તથા તેના કાર્યનું કથન છે. અંતે ચંદ્ર અને સૂર્યના શશી અને આદિત્ય નામનું રહસ્ય અને તેના સુખનું નિરૂપણ છે. (૭) સાતમા ઉદ્દેશકમાં અસંખ્ય કોટા કોટિ યોજન પ્રમાણ લોકમાં એક આકાશપ્રદેશ પણ એવો નથી કે જે જીવના જન્મ-મરણથી સ્પર્ધાયેલ ન હોય અર્થાત્ જીવોએ સર્વ આકાશ પ્રદેશોને જન્મ મરણથી સ્પર્શ કર્યો છે. આ કથનને બકરાથી ભરેલા વાડાના દષ્ટાંતપૂર્વક સિદ્ધ કર્યું છે. તેમજ વિવિધ રીતે જીવના અનંત સંસાર પરિભ્રમણને સ્પષ્ટ કર્યું છે. (૮) આઠમા ઉદ્દેશકમાં મહદ્ધિક દેવની, નાગ(સર્પ અથવા હાથી) મણિ અને વૃક્ષાદિમાં ઉત્પત્તિ અને તેના પ્રભાવની ચર્ચા કરી છે. તેમજ નિઃશીલ, વ્રતાદિ રહિત, મહાવાનર, કુકડા, દેડકા, સિંહ, વાઘ તથા ઢંક,