Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
श्री भगवती सूत्र-3
અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) નિર્ધમ અગ્નિ. જ્યારે વાસુદેવ ગર્ભમાં આવે છે, ત્યારે વાસુદેવની માતા સાત સ્વપ્ન જુએ છે. જ્યારે બલદેવ ગર્ભમાં આવે છે, ત્યારે બલદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી ચાર મહાસ્વપ્ન જુએ છે અને માંડલિક રાજાની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને । જાગૃત થાય છે, હે દેવાનુપ્રિય ! પ્રભાવતીરાણીએ એક મહાસ્વપ્ન જોયું છે. આ સ્વપ્ન ઉદાર-ઉત્તમ છે. તે આરોગ્ય, સંતુષ્ટિ અને દીર્ઘાયુ પ્રદાયક છે યાવત્ કલ્યાણકારી અને મંગલકારી છે. તેથી આપને અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિય ! નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થયા પછી પ્રભાવતી દેવી, આપના કુલમાં ધ્વજ સમાન યાવત્ અનેકગુણ સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થાને પસાર કરીને યુવક થશે ત્યારે રાજ્યનો અધિપતિ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ આ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત્ મંગલકારી સ્વપ્ન જોયું છે.
૧૬
२७ तएणं से बले राया सुविणलक्खणपाढगाणं अंतिए एयमट्ठे सोच्चा णिस्सम हट्ठतुट्ठ करयल जाव कट्टु ते सुविणलक्खणपाढगे एवं वयासीएवमेयं देवाणुप्पिया! जाव से जहेयं तुब्भे वयह त्ति कट्टु तं सुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता सुविणलक्खणपाढए विउलेणं असण-पाणखाइम- साइमपुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलयित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणाओ अब्भुट्टेइ, अब्भुट्टेत्ता जेणेव पभावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पभावइं देवि ताहिं इट्ठाहिं जाव महुर सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे -संलवमाणे एवं वयासी एवं खलु देवाणुप्पिए! सुविणसत्थंसि बायालीसं सुविणा तीसं महासुविणा बावत्तरिं सव्वसुविणा दिट्ठा। तत्थ णं देवाणुप्पिए ! तित्थयरमायरो वा चक्कवट्टिमायरो वा तं चेव जाव अण्णयरं एगं महासुविणं पासित्ता णं पडिबुज्झति । इमे य णं तुमे देवाणुप्पिए ! एगे महासुविणे दिट्ठे, तं ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा, तं ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव मंगलकारए णं तुमे देवी! सुमिणे दिट्ठे त्ति कट्टु पभावई देवि ताहिं इट्ठाहिं कंताहिं जाव महुर-सस्सिरीयाहिं वग्गूहिं दोच्चं पि तच्चं पि अणुबूहइ । ભાવાર્થ:- ત્યાર પછી સ્વપ્નપાઠકો પાસેથી ઉપરોક્ત સ્વપ્ન ફળ સાંભળીને અને અવધારણ કરીને, બલરાજા હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને હાથ જોડીને સ્વપ્નપાઠકોને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિયો ! જેવું આપે સ્વપ્નફળ કહ્યું છે તે તે જ પ્રકારે છે’– આ રીતે કહીને સ્વપ્નના અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર दुर्यो. त्यार पछी स्वप्नपाठोने विपुल अशन, पान, जाहिभ, स्वाहिभ, पुष्प, वस्त्र, सुगंधयुक्त पहार्थो, માળા અને અલંકારોથી સત્કારિત કર્યા, સન્માનિત કર્યા અને આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું