Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૮
શ્રી ભગવતી સૂત્ર–૩
(૨) એક જીવ પહેલી નરકમાં, બે જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં, (૧+૨+૧)
(૩) બે જીવ પહેલી નરકમાં, એક જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં, (૨+૧+૧) ઉત્પન્ન થાય
છે.
આ ત્રણે વિકલ્પને ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫ સાથે ગુણતાં ૩૫×૩ = ૧૦૫ ભંગ થાય છે.
સંક્ષિપ્તમાં કહીએ તો સાતે નરકના સ્થાનમાં સંયોગી ભંગને પદ સંખ્યા કહે છે. તે નિશ્ચિત છે, તેમાં વધઘટ થતી નથી. સાતે નરકમાં ઉત્પન્ન થતાં જીવોના સંયોગી ભંગને વિકલ્પ સંખ્યા કહે છે અને જીવોની સંખ્યા પ્રમાણે તેની સંખ્યામાં વધઘટ થાય છે. પદ સંખ્યા અને વિકલ્પ સંખ્યાને ગુણતાં ઉત્પન્ન થતા જીવોની ભંગ સંખ્યા પ્રાપ્ત થાય છે.
આ રીતે વિવિધ સ્થાનોમાં ઉત્પન્ન થતાં વિવિધ જીવોના વિવિધ પ્રકારના ભંગો થાય છે.
ત્રણ નૈરયિક પ્રવેશનક ભંગ ઃ
१३ तिणि भंते ! णेरइया णेरइय-पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए दो आहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; जाव अहवा एगे सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा दो सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; जाव अहवा दो सक्करप्पभाए एगे असत्तमाए होज्जा ।
एवं जहा सक्करप्पभाए वत्तव्वया भणिया, तहा सव्वपुढवीणं भाणियव्वं जाव अहवा दो तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં ત્રણ નૈરયિક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! (૧) ત્રણે ય નૈરયિક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ (૨-૬) ત્રણે ય અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ અસંયોગી સાત ભંગ થાય છે.