Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
૪૪૯ ]
तएणं से जमाली अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अतियाओ बहुसालाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पंचहि अणगारसएहिं सद्धिं बहिया जणवयविहारं विहरइ ।।
ભાવાર્થ :- ત્યાર પછી એક દિવસ જમાલી અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા, આવીને ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું પાંચસો અણગારની સાથે આ જનપદની બહાર(અન્ય જનપદોમાં) વિહાર કરવા ઇચ્છું છું.
આ સાંભળીને, શ્રમણ ભગવાન મહાવીરે જમાલી અણગારની આ વાતને આદર ન આપ્યો, કે સ્વીકાર ન કર્યો, તેઓ મૌન રહ્યા. ત્યારે જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને બીજીવાર, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું- હે ભંતે ! આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું પાંચસો અણગારની સાથે અન્ય જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું.
જમાલી અણગારના બીજીવાર, ત્રીજીવાર આ વાત કહેવા છતાં પણ શ્રમણ ભગવાન મહાવીરે આ વાતને આદર આપ્યો નહીં, સ્વીકાર કર્યો નહીં પરંતુ મૌન રહ્યા.
ત્યારે જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, બહુશાલક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને પાંચસો અણગારો સાથે અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલી અણગારની સ્વતંત્ર વિચરણની ઇચ્છા અને તેના પ્રત્યુત્તર રૂપે પ્રભુનો મૌન સંકેત પ્રતીત થાય છે.
- કોઇપણ શ્રમણો કે ગૃહસ્થો જ્યારે જ્યારે પોતાની ઇચ્છા પ્રભુ સમક્ષ પ્રગટ કરે ત્યારે તીર્થકરો આજ્ઞા રૂપે 'નાસુ જેમ સુખ ઉપજે તેમ કરો, તે એક જ ઉત્તર આપે છે. આગમોમાં આવા અનેક દાંતો જોવા મળે છે.
જમાલી અણગારના સ્વતંત્ર વિચરણમાં ભવિષ્યની અનિષ્ટતાને જોઈને પ્રભુએ આજ્ઞા આપી નહીં. તેમજ 'નહજુદું શબ્દ પ્રયોગ પણ કર્યો નહીં પરંતુ મૌન રહ્યા. પ્રભુનું મૌન જ આજ્ઞા નિષેધને કે ભવિષ્યની અનિષ્ટતાને સૂચિત કરે છે. જમાલીને મિથ્યાત્વનો ઉદય - |४७ तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था, वण्णओ ।