Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૬ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
આદિ ગુણસંપન્ન હતા, તો કાળના સમયે કાળ કરીને તે લાન્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવોમાં દેવપણે શા માટે ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! તે જમાલી અણગાર, આચાર્ય અને ઉપાધ્યાયના શ્રેષી હતા. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર અને અવર્ણવાદ બોલનાર હતા, યાવત તે મિથ્યાભિનિવેશ દ્વારા પોતાને, અન્યને અને ઉભયને બ્રાન્સ અને મિથ્યાત્વી કરતા હતા. તેથી અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરવા છતાં અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કશ કરીને, ત્રીસ ભક્ત અનશનનું છેદન કરીને પણ તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળના સમયે કાળ ધર્મ પામીને લાત્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવોમાં, કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થયા. ६४ जमाली णं भंते ! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिइ?
गोयमा ! चत्तारि, पंच(णेरइय) तिरिक्खजोणिय-मणुस्सदेवभवग्गहणाई संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिज्झिहिइ जाव अंतं काहिइ ॥ सेवं અંતે ! તે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જમાલી દેવ, દેવલોકમાંથી દેવના આયુષ્યનો ક્ષય કરીને ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર-હે ગૌતમ! તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવ કરી, તેટલો કાળ સંસાર પરિભ્રમણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલીના સંસાર પરિભ્રમણ કાલનું પ્રતિપાદન છે.
યદ્યપિ જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી આદિ તપોગુણ સંપન્ન હતા, પરંતુ આચાર્ય-ઉપાધ્યાયના પ્રત્યેનીક હોવાથી અને મિથ્યાભિનિવેશ હોવાથી, સ્વ-પર અને ઉભયને ભ્રાન્ત કરવાથી, તેમજ તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ આદિ ન કરવાથી કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થયા છે.
ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સાધક જીવનમાં ચારિત્ર પાલનની અપેક્ષાએ શ્રદ્ધાનું અને સત્ય પ્રરૂપણાનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાની ખામી અને અસત્ય પ્રરૂપણા વ્યક્તિને મિથ્યા માર્ગે લઈ જાય છે. તેમજ તે વ્યક્તિને અંત સમયે આલોચનાદિના ભાવ પણ જાગૃત થતાં નથી. તેથી જ શ્રદ્ધાથી પતિત થયેલા જીવનું પરિભ્રમણ વધી જાય છે.
જમાલીદેવ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ તે ત્રણ ગતિના ચાર-પાંચ