Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૧૦ : ઉદ્દેશક-૧
૪૮૫
શરીરના ભેદ-પ્રભેદ :
૬ ૬ ખં ભંતે ! રીરા પળત્તા ? ગોયમા ! પંચ રીરા પળત્તા, तं जहा - ओरालिए जाव कम्मए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરી૨.
१० ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! ओगाहणासंठाणं णिरवसेसं भाणियव्वं जाव अप्पाबहुगं ति । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ! ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા અવગાહના સંસ્થાન પદમાં વર્ણિત સમસ્ત વર્ણન અલ્પ બહુત્વ સુધી કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શરીર સંબંધી સર્વ કથન પ્રજ્ઞાપના સૂત્રના અવગાહન-સંસ્થાન નામના એકવીસમા પદના અતિદેશપૂર્વક કર્યું છે.
-
ઔદારિક શરીર :– (૧) જે શરીર ઉદાર-સ્થૂલ પુદ્ગલોનું બન્યું હોય તે ઔદારિક શરી૨. (૨) જે ઉદાર-મોક્ષના પ્રયોજનભૂત છે તે ઔદારિક શરીર. (૩) જે ઉદાર-અવગાહનાની અપેક્ષાએવિશાળ છે તે ઔદારિક શરીર છે.
વૈક્રિય શરીર ઃ— જે શરીર વિવિધ રૂપો બનાવવામાં સમર્થ હોય તે વૈક્રિય શરીર છે. તે નારકો અને દેવોને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે.
આહારક શરીર :- · ચૌદ પૂર્વધર મુનિવર આહારક લબ્ધિજન્ય ઉત્તમ પુદ્ગલોથી જે શરીર બનાવે તે આહારક શરીર છે. તે શરીરની સહાયતાથી મુનિરાજ તીર્થંકરના દર્શનાદિ કરવા જઈ શકે છે, પ્રશ્નનું સમાધાન કરી શકે છે.
તૈજસ શરીર :– તેજોમય પુદ્ગલોનું બનેલું હોય, જે આહાર પાચનનું કાર્ય કરે છે અને તેજોલબ્ધિવંત પુરુષ તેના દ્વારા તેજોલેશ્યા મૂકે છે.
કાર્યણ શરીર ઃ– કર્મના પુદ્ગલથી બનેલું શરીર. જેના દ્વારા જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણત કરે છે.
પાંચ શરીરના સ્વરૂપને આઠ દ્વારથી આ પ્રમાણે સમજી શકાય છે.