Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈરાગ્યવાન જમાલીનો તેની માતા સાથેનો વાર્તાલાપ છે. તેમાં જમાલીએ પોતાના શ્રદ્ધાપૂર્વકનો વૈરાગ્યભાવ, કામભોગની અસારતા, જીવનની અનિત્યતા વગેરે ભાવો પ્રગટ કર્યા છે અને માતાએ તેને સંયમી જીવનની કઠિનાઈઓનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. વૈરાગ્યનો વિજ્ય અને દીક્ષાની આજ્ઞા :३१ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्म-याओ ! जं णं तुब्भे ममं एवं वयह, एवं खलु जाया ! णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवले तं चेव जाव पव्वइहिसि; एवं खलु अम्मयाओ ! णिग्गंथे पावयणे कीवाणं, कायराणं, कापुरिसाणं, इहलोगपडिबद्धाणं, परलोगपरंमुहाणं, विसयतिसियाणं दुरणुचरे पागयजणस्स; धीरस्स, णिच्छियस्स, वयसियस्स णो खलु एत्थं किंचि वि दुक्करं करणयाए, तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए ।
तएणं तं जमालिं खत्तियकमारं अम्मापियरो जाहे णो संचाएंति विसयाणुलोमाहि य, विसयपडिकूलाहि य बहूहिं आघवणाहि य, पण्णवणाहि य आघवेत्तए वा जाव विण्णवेत्तए वा, ताहे अकामाई चेव जमालिस्स खत्तियकुमारस्स णिक्खमण अणुमण्णित्था । ભાવાર્થ:- ત્યારે જમાલીકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! આપે મને કહ્યું છે કે હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવલી પ્રરૂપિત છે યાવતું ત્યાર પછી તું પ્રવ્રજિત થજે. પરંતુ તે માતા-પિતા ! નિગ્રંથ પ્રવચન મંદ શક્તિવાળા કલીબ(ચંચળચિત્તવાળા), કાયર(મંદ સામર્થ્યવાળા) અને કાપુરુષો(ડરપોક) તથા આ લોકમાં આસક્ત, પરલોકથી પરાડગમુખ, વિષયભોગોની તૃષ્ણાવાળા, સાધારણ પુરુષો માટે દુષ્કર છે. ધીર, સાહસિક, દેઢ નિશ્ચયવાળા, નિશ્ચિત કર્તવ્યોને પૂર્ણ કરવામાં પ્રયત્નશીલ પુરુષો માટે તેનું પાલન કરવું જરા પણ કઠિન નથી.
તેથી હે માતા-પિતા ! આપ મને દીક્ષાની આજ્ઞા આપો. આપની આજ્ઞા પ્રાપ્ત થતાં હું શ્રમણ ભગવાન મહાવીર પાસે સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું.
જ્યારે જમાલીકુમારના માતા-પિતા વિષયમાં અનુકૂળ અને પ્રતિકૂળ અનેક યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞપ્તિઓ દ્વારા તેને સમજાવવામાં, વિશેષ સમજાવવામાં સમર્થ થયા નહીં, ત્યારે અનિચ્છાએ જમાલીકુમારની દીક્ષા માટે અનુમત થઈ ગયા અર્થાત્ દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપી દીધી.