Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૨) શ્રુતજ્ઞાનનો વિષય:- દ્રવ્યથી સંપૂર્ણ દસ પૂર્વધર આદિ શ્રુતકેવળી, શ્રુતજ્ઞાન દ્વારા ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને ઉપયોગપૂર્વક જાણે છે, અને દેખે છે. ક્ષેત્રથી ઉપયોગ યુક્ત શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના ક્ષેત્રભૂત સર્વ ક્ષેત્રને જાણે-દેખે છે. કાલથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વકાલને જાણે-દેખે છે. ભાવથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની ઔદયિકાદિ સમસ્ત ભાવોને અથવા પર્યાયોને જાણે છે. યદ્યપિ અભિલાપ્ય ભાવોનો અનંતમો ભાગ જ શ્રત દ્વારા પ્રતિપાદિત થાય છે તથાપિ પ્રસંગાનુપ્રસંગથી સર્વ અભિલાપ્ય ભાવો શ્રુતજ્ઞાનનો વિષય છે. તેથી તેની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની સર્વભાવોને ઉપયોગયુક્ત હોય ત્યારે જાણે છે અને દેખે છે', તેમ કહ્યું છે. (૩) અવધિજ્ઞાનનો વિષય દ્રવ્યથી - અવધિજ્ઞાની જઘન્ય તૈજસ અને ભાષા વર્ગણાના દ્રવ્યોને જાણે છે, ઉત્કૃષ્ટ બાદર અને સૂક્ષ્મ સર્વ પુદ્ગલ દ્રવ્યોને જાણે છે અને અવધિદર્શનથી દેખે છે. ક્ષેત્રથીઃ- અવધિજ્ઞાની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે અને ઉત્કૃષ્ટ લોક સંદેશ અસંખ્યાત ખંડ હોય તો તેને પણ જાણી-દેખી શકે છે. અર્થાત્ તે તે પ્રમાણના ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણે-દેખે છે. કારણ કે ક્ષેત્ર તો અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય નથી. કાલથી :- અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગને તથા ઉત્કૃષ્ટ અતીત-અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલને જાણે-દેખે છે અર્થાત્ તેટલા કાલ સુધીમાં રહેલા પદાર્થોની અવસ્થાઓને જાણે દેખે છે. કારણ કે કાલ પણ અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય નથી. ભાવથી - અવધિજ્ઞાની જઘન્ય અનંત ભાવોને અને ઉત્કૃષ્ટ અનંત ભાવોને જાણે-દેખે છે. તે અનંત દ્રવ્યોના કેટલાક ભાવોને જાણે છે પરંતુ પ્રત્યેક દ્રવ્યના અનંતભાવો(પર્યાયો)ને જાણતા દેખતા નથી. પ્રત્યેક દ્રવ્યના અનંત ભાવોને કેવળી જ જાણી શકે છે, છઘ0ો જાણી શકતા નથી. તેથી જ અવધિજ્ઞાની પ્રત્યેક દ્રવ્યના સંખ્યાત કે અસંખ્યાત ભાવોને(પર્યાયને જાણી શકે છે. તે ભાવો પણ સમસ્ત પર્યાયોના અનંતમાં ભાગરૂપ હોય છે, તેમ જાણવું. (૪) મન:પર્યવસાનનો વિષય :- મન:પર્યવજ્ઞાન સંજ્ઞી જીવોના મનના પર્યાયને જાણે છે. સંજ્ઞી જીવો કોઈ પણ વસ્તુનું ચિંતન કરે ત્યારે તે ચિંતનીય વસ્તુના આધારે તેની મનોવર્ગણા ભિન્ન ભિન્ન આકારે પરિણત થાય છે. મનરૂપે પરિણત થયેલા ભિન્ન ભિન્ન આકારોને મન:પર્યવજ્ઞાની સાક્ષાત્ જાણે છે અને આકારના આધારે ચિત્તનીય વસ્તુનો નિર્ણય તે મતિજ્ઞાન દ્વારા અનુમાન પ્રમાણથી કરે છે. જે રીતે કોઈ માનસશાસ્ત્રી વ્યક્તિનો ચહેરો જોઈને તેના મનોગત ભાવોને અનુમાનથી જાણે છે. તે જ રીતે મન:પર્યવજ્ઞાની પણ મનોગત આકૃતિઓને પ્રત્યક્ષ જોઈને, અનુમાનથી તેનો નિર્ણય કરે છે. આ રીતે મન:પર્યવજ્ઞાનીના નિર્ણયમાં મતિનો ઉપયોગ થાય છે. તે બુદ્ધિની સામાન્ય અને વિશિષ્ટતાના આધારે મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. જુમતિ મન:પર્યવજ્ઞાન અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન.
જુમતિ મનઃ૫ર્થવજ્ઞાન - ઋજુ એટલે સરલ, સીધુ કે સામાન્ય. મતિ એટલે બુદ્ધિ. જે મન:પર્યવજ્ઞાન સાથે પર્યાલોચના કરનાર બુદ્ધિ સામાન્ય છે, તેને ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહે છે. તે કોઈ પણ વિષયને સામાન્યરૂપે જાણે છે. યથા- આ વ્યક્તિ ઘટનું ચિંતન કરે છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન - વિપુલ એટલે વિશેષ અથવા વિશાળ. જે મન:પર્યવજ્ઞાન સાથે પર્યાલોચના