Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૧) મનુષ્ય બાંધે છે (૨) મનુષ્યાણી બાંધે છે (૩) અનેક મનુષ્ય બાંધે છે (૪) અનેક મનુષ્યાણી બાંધે છે (૫) એક મનુષ્ય, એક મનુષ્યાણી બાંધે છે (૬) એક મનુષ્ય, અનેક મનુષ્યાણી બાંધે છે (૩) અનેક મનુષ્ય, એક મનુષ્યાણી બાંધે છે (૮) અનેક મનુષ્ય, અનેક મનુષ્યાણી બાંધે છે. પૂર્વપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ પશ્ચાતકૃત ત્રણે વેદના ૨૬ ભંગ થાય છે.
૧૭૨
ત્રણે કાલની અપેક્ષાએ પણ ઐપિયિક કર્મબંધના આઠ ભંગ થાય છે. સૂત્રકારે ભવાકર્ષ(અનેક ભવની અપેક્ષાએ) અને ગ્રહણાકર્ષ(એક ભવની અપેક્ષાએ)ની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ કર્યું
ઐપિધિક કર્મની કાલ મર્યાદા ઃ– ઐર્યાપથિક બંધ સાદિ સાન્ત હોય છે, કારણ કે વીતરાગ અવસ્થામાં તેનો પ્રારંભ થાય અને અયોગી અવસ્થામાં તેનો અંત આવે છે. તેથી તેમાં અન્ય વિકલ્પો સંભવિત નથી. ઐય્યપથિક કર્મનો બંધ સર્વેથી સર્વબંધ થાય છે.
સાંપરાધિક બંધ :- સકષાયીજીવોના કર્મબંધને સાંપરાયિક બંધ કરે છે. ચારે ગતિના જીવોને અને મનુષ્યગતિમાં એકથી દશ ગુણસ્થાન પર્યંત સાંપરાધિક બંધ હોય છે.
આ બંધ ચારે ગતિમાં અને સર્વેદી અવસ્થામાં શાશ્વત છે. તેમાં એકત્વ કે બહુત્વની વિવક્ષા શક્ય ન હોવાથી તેના ભંગ થતા નથી પરંતુ અવેદીમાં આ બંધ અશાશ્વત છે. તેથી તેમાં પૂર્વવત્ પશ્ચાત્કૃત ત્રણે વેદની અપેક્ષાએ ૨૬ ભંગ થાય છે.
સાંપરાયિક બંધમાં ત્રિકાલની અપેક્ષાએ ચાર ભંગ થઈ શકે છે– (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— અભવ્ય જીવ. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– ભવ્ય જીવ. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે– ઉપશમ શ્રેણી પર સ્થિત જીવ. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં– ક્ષપક શ્રેણી પર સ્થિત જીવ. સાંપરાયિક બંધની કાલ મર્યાદા :– અભવી, ભવી અને ઉપશમ શ્રેણી પર સ્થિત જીવની અપેક્ષાએ આ બંધની સ્થિતિના ક્રમશઃ અનાદિ અનંત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત, ત્રણ વિકલ્પ થાય છે. ચોથો વિકલ્પ સાદિ અનન્ત શક્ય નથી.
=
પરીષહ ઃ– સંયમ માર્ગમાં આવતા કષ્ટોને સમભાવપૂર્વક, નિર્જરાના લક્ષે સહન કરવા તેને પરીષહ કહે છે. તેના ૨૨ પ્રકાર છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બે પરીષહ છે– પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ. વેદનીય કર્મના ઉદયે અગિયાર પરીષહ છે— ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મેલ પરીષહ. દર્શન મોહનીય કર્મના ઉદયે દર્શન પરીષહ છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સાત પરીષહ છે... અરતિ, અચેલ, સ્ત્રી, નિષિદ્યા, યાચના, આક્રોશ, સત્કારપુરસ્કાર પરીષહ. અંતરાય કર્મના ઉદયે એક અલાભ પરીષહ થાય છે.
પ્રત્યેક ગુણસ્થાને કર્મના ઉદયાનુસાર પરીષહ આવે છે. એક જીવ એક સમયમાં બે વિરોધી પરીષહોનું વેદન કરતા નથી. જેમ કે શીતનો પરીષહ હોય ત્યારે ઉષ્ણ પરીષહ હોતો નથી. તે રીતે ચર્ચા