Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
|२८ अंतराइए णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एगे अलाभ परीसहे समोयरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અંતરાય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક અલાભ પરીષહનો સમવતાર થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરીષહના પ્રકાર અને પરીષહના કારણરૂપ કર્મ પ્રકૃતિનો નિર્દેશ છે. પરીષહનું સ્વરૂપ:
મfsળવનનિરાઈ પરષોઢવ્યાપરીષહ I તત્ત્વાર્થ સૂત્ર ૯૮
સંયમ માર્ગથી ચુત થયા વિના, આવેલા શારીરિક કે માનસિક કષ્ટોને નિર્જરાના લક્ષે સહન કરવા, તે પરીષહ છે. તેના બાવીસ પ્રકાર છે, તે પરીષહોનો વિસ્તાર ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયન પ્રમાણે જાણવો. પરીષહ અને કર્મનો સંબંધ –
કર્મ
પરીષહ નામ
ગુણસ્થાન
પરીષહ સંખ્યા
પ્રજ્ઞા, અજ્ઞાન
જ્ઞાનાવરણીય કર્મના ઉદયે વેદનીય કર્મોદયે
દર્શન મોહનીય કર્મોદયે ચારિત્ર મોહનીય કર્મોદયે
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મેલ દર્શન પરીષહ અરતિ, અચેલ, સ્ત્રી, નિષધા, યાચના, આક્રોશ, સત્કાર પુરુસ્કાર
જ
૫ | અંતરાય કર્મોદયે
અલાભ
સાધક જીવનમાં આવતી કોઈ પણ પ્રતિકૂળતા કર્મજન્ય હોય છે. આગમકારે આ બાવીસ પરીષહ કયા કર્મજનિત છે, તેનો ઉલ્લેખ કર્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
પૂર્વોક્ત ચાર કર્મના ઉદયથી પરીષહ ઉત્પન્ન થાય છે અને તે તે પરિસ્થિતિને સમભાવથી સહન કરવી તે પરીષહ વિજય છે.