Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૨
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ પરિચય
| છે
જે
જે
*
નવમાં શતકમાં ૩૪ ઉદ્દેશક છે. તેના વિષયો આ પ્રમાણે છે. પ્રથમ ઉદ્દેશકમાં જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ સૂત્રનો અતિદેશ કરીને જંબૂઢીપનું સ્વરૂપ, તેનો આકાર, લંબાઈ પહોળાઈ તેમજ તેના ક્ષેત્રો, નદીઓ આદિનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં જંબૂઢીપના જ્યોતિષી દેવોનું કથન જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક છે. ૩થી ૩૦ ઉદ્દેશકમાં જંબૂદ્વીપના મેરુપર્વતથી દક્ષિણમાં સ્થિત ૨૮ અંતર્દીપનું વર્ણન જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક છે. એક-એક અંતર્લીપનો એક-એક ઉદ્દેશક છે. એકત્રીસમા ઉદ્દેશકમાં કેવળી આદિ દશવિધ સાધકો પાસેથી શ્રવણ કર્યા વિના જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર અસોચ્યા કેવળીનું વિસ્તૃત વર્ણન છે અને અંતે સોચ્ચા કેવળી વિષયક પણ કથન કર્યું છે. બત્રીસમાં ઉદ્દેશકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ગાંગેય અણગાર દ્વારા પુછાયેલા પ્રશ્નો છે, જેમાં ૨૪ દંડકવર્તી જીવોની સાન્તર-નિરંતર ઉત્પત્તિનું વર્ણન છે. તેમજ પ્રવેશનક સંબંધી અનેક સંયોગી ભંગોનું વિસ્તૃત વર્ણન છે અને અંતે ગાંગેય અણગારે પ્રભુ મહાવીરના શાસનમાં પંચમહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી, ત્યાં સુધીનું પ્રતિપાદન છે. તેત્રીસમા ઉદ્દેશકમાં બે વિભાગ છે. પૂર્વાર્ધમાં પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું કથાનક, પ્રભુ મહાવીરનું પદાર્પણ, દેવાનંદા અને ઋષભદત્તનું પ્રભુના દર્શનાર્થે ગમન, ધર્મ શ્રવણ, તેમજ પ્રભુના દર્શન માત્રથી જ દેવાનંદાને વાત્સલ્યભાવનું વહન વગેરે પ્રસંગો અંકિત છે. અંતે માતા-પિતા બંનેનું પ્રવજ્યાગ્રહણ અને મોક્ષગમન પર્યતનું નિરૂપણ છે. ઉત્તરાર્ધમાં જમાલીનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. પ્રભુ મહાવીર સમીપે સંયમ સ્વીકાર કર્યા પછી પ્રભુની આજ્ઞા વિના જ પૃથક વિહાર, શરીરમાં મહારોગની ઉત્પત્તિ અને સંસ્તારક બિછાવવાના નિમિત્તથી ઉત્સુત્ર પ્રરૂપણા વગેરે પ્રસંગો આલેખિત છે. અંતે ગૌતમના બે પ્રશ્નોના ઉત્તર આપવામાં અસમર્થ જમાલી દ્વારા વિરાધનાનું અને કિલ્વિષી દેવોમાં ઉત્પત્તિનું સવિસ્તર વર્ણન છે. ચોત્રીસમા ઉદ્દેશકમાં પુરુષ દ્વારા અશ્વઘાત સંબંધી તથા ઘાતકને વૈરસ્પર્શ સંબંધી લાગતી ક્રિયાઓનું પ્રતિપાદન છે. તેમજ એકેન્દ્રિય જીવોને શ્વાસોચ્છવાસ સંબંધી ક્રિયા, વાયુકાયને વૃક્ષ, મૂલાદિ કંપિત કરવાની ક્રિયા સંબંધી પ્રરૂપણા છે.