Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શાનઃ-તે અવધિજ્ઞાનીને મતિ અને શ્રુતજ્ઞાન તો હોય જ છે તેથી તેને મતિ, શ્રુત અને અવધિ તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે મન:પર્યવજ્ઞાની હોય અને પછી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, તો તે ચાર જ્ઞાનથી યુક્ત બને છે. વેદ- જો અક્ષીણવેદીને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તો તે સવેદક હોય છે, તે સમયે તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા પુરુષનપુંસકવેદી હોય અને અવેદી હોય તો ક્ષીણવેદી જ હોય છે. ઉપશાંતવેદી હોતા નથી. આ કથન ભવિષ્યમાં થનારા કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. આ પાઠથી એ સ્પષ્ટ થાય છે ચરમ શરીરી જીવ સોચ્યા કેવળી હોય કે અસોચ્ચા કેવળી હોય તે ઉપશમ શ્રેણી કરતા નથી અર્થાત્ સૈદ્ધાંતિક માન્યતાનુસાર એક ભવમાં બે પ્રકારની (ઉપશમ અને ક્ષપક) શ્રેણી થતી નથી. કર્મગ્રંથ અનુસાર એક ભવમાં બે પ્રકારની શ્રેણી થાય છે.
કષાય - સકષાયી અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો તે ચારિત્રયુક્ત હોવાથી સંજ્વલનના ચારે કષાય હોય છે. જ્યારે તે ક્ષપકશ્રેણીસ્થ હોય અને સંજ્વલન ક્રોધના ક્ષય પછી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો ત્રણ કષાય, ક્રોધ-માનના ક્ષય પછી અવધિજ્ઞાન થાય તો બે કષાય અને ક્રોધ, માન, માયા તે ત્રણેના ક્ષય પછી અવધિજ્ઞાન થાય તો એક કષાય હોય છે અને અકષાયાવસ્થા પ્રાપ્ત થયા પછી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો તે અકષાયી હોય છે. અસોચ્ચા અને સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિ:હિના દ્વારા
અસોચ્ચા અવધિજ્ઞાની T સોચ્ચા અવધિની
લેશ્યા
જ્ઞાન
૩ વિશુદ્ધ ૩ જ્ઞાન ૩યોગ
લેશ્યા ૪ જ્ઞાન ૩યોગ
યોગ ઉપયોગ સંઘયણ સંસ્થાન અવગાહના
વજઋષભનારાચ
વજઋષભનારાચ
જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ
આયુ
જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ
વેદ
સવેદી-પુરુષવેદ, પુરુષ નપુંસકવેદ,
જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ સવેદી–સ્ત્રીવેદ, પુરુષવેદ, પુરુષ નપુંસકવેદ, અવેદી-ક્ષીણવેદી સકષાયી-સંજ્વલન ૪, ૩, ૨, ૧ કષાય અથવા અકષાયી-ક્ષીણ કષાયી
કપાય
સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ