Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૮ : ઉદ્દેશક-૧૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! પાંચ પ્રકાર છે, યથા– (૧) કાળો વર્ણ પરિણામ યાવત્ શુકલ વર્ણ પરિણામ. આ રીતે ક્રમશઃ કથન કરતાં બે પ્રકારના ગંધ પરિણામ, પાંચ પ્રકારના રસ પરિણામ અને આઠ પ્રકારના સ્પર્શ પરિણામ જાણવા જોઈએ.
૨૭૭
| १६ संठाणपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणपरिणामे जाव आययसंठाणपरिणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંસ્થાન પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે યથા– પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણામ.
વિવેચન :
=
પુદ્ગલ પરિણામ :– પુદ્ગલની એક અવસ્થાથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું તે પુદ્ગલ પરિણામ કહેવાય છે. તેના મૂળ ભેદ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પાંચ છે. તેમાં વર્ણના પાંચ, ગંધના બે, રસના પાંચ, સ્પર્શના આઠ અને સંસ્થાનના પાંચ ભેદ, આ રીતે ૨૫ ઉત્તરભેદ થાય છે. તે પચ્ચીસ ભેદ પ્રસિદ્ધ અને . સુગમ છે.
પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ -
૧૭ ને મંતે ! પોળતત્યિાયપટ્સે કિ બ, વબવેસે, બાર, બનેસા; उदाहु दव्वं च दव्वदेसे य, उदाहु दव्वं च दव्वदेसा य, उदाहु दव्वाई च दव्वदेसे य, उदाहु दव्वाइं च दव्वदेसा य ?
નોયના ! સિય લબ્ધ, સિય વ્યવેસે; નો વબ્બારૂં, નો વધ્વરેતા, णो दव्वं च दव्वदेसे य, णो दव्वं च दव्वदेसा य, णो दव्वाइं च दव्वदेसे य, णो दव्वाइं च दव्वदेसा य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ (૧) દ્રવ્ય છે (૨) દ્રવ્યદેશ છે (૩) બહુદ્રવ્ય છે (૪) બહુ દ્રવ્ય દેશ છે અથવા (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) તે કથંચિત્ એક દ્રવ્ય છે (૨) કથંચિત્ એક દ્રવ્ય દેશ છે પરંતુ (૩) બહુ દ્રવ્ય નથી, (૪) બહુ દ્રવ્ય દેશ પણ નથી (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ પણ નથી (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ નથી (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્યદેશ નથી. (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ નથી.