Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તે જ રીતે ઉત્કૃષ્ટ દર્શનારાધના કરનાર પણ તે જ ભવમાં સિદ્ધ થાય અથવા વચ્ચે એક દેવ ભવ કરીને ત્યાર પછીના મનુષ્ય ભવમાં સિદ્ધ થાય છે. તે ઉપરાંત કોઇ કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોમાં જાય છે અર્થાત્ તે ઉત્કૃષ્ટ આરાધક જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી વૈમાનિક દેવ અને મનુષ્યના જ ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જો દેવનો ભવ કરે તો માત્ર કલ્પાતીત દેવોનો જ ભવ કરે છે અર્થાત્ બાર દેવલોકથી ઉપરના દેવોમાં જ ઉત્પન્ન થાય છે.
૨૭૬
મધ્યમ જ્ઞાનારાધક વર્તમાન મનુષ્યભવની અપેક્ષાએ બીજા મનુષ્યભવમાં(વચ્ચે એક દેવ ભવ કરીને) સિદ્ધ થાય છે. મધ્યમ જ્ઞાનારાધક તે જ ભવમાં સિદ્ધ થતા નથી. જો તે જ ભવમાં સિદ્ધ થાય તો તે ઉત્કૃષ્ટ જ્ઞાનના આરાધક હોય છે.
મધ્યમ જ્ઞાનારાધક જો બીજા મનુષ્યભવમાં સિદ્ધ ન થાય તો ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી. ત્રીજા મનુષ્યભવમાં(વચ્ચે બે ભવ દેવના કરીને) અવશ્ય સિદ્ધ થાય છે. તે જ રીતે મધ્યમ દર્શનારાધક અને મધ્યમ ચારિત્રારાધક પણ જઘન્ય બે મનુષ્ય ભવ અને ઉત્કૃષ્ટ ત્રણ મનુષ્ય ભવ કરીને મુક્ત થાય છે.
જઘન્ય જ્ઞાનારાધક જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ સાત ભવ દેવલોકના અને આઠ ભવ મનુષ્યોના તેમ ઉત્કૃષ્ટ પંદરમા ભવે સિદ્ધ થાય છે. તે જ રીતે જઘન્ય દર્શનારાધક અને ચારિત્રારાધક પણ જઘન્ય ત્રીજે અને ઉત્કૃષ્ટ પંદરમા ભવે સિદ્ઘ થાય છે.
નિષ્કર્ષ :(૧) આ રીતે જઘન્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય ત્રીજે, ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષમાં જાય છે. (૨) મધ્યમ જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય બીજે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય છે. (૩) ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ બીજે ભવે મોક્ષે જાય છે. પુદ્ગલના વર્ણાદિ પરિણામ :
१४ कइविहे णं भंते ! पोग्गलपरिणामे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पोग्गलपरिणामे पण्णत्ते, तं जहा- वण्णपरिणामे ધરિણામે, રસરિણામે, પાતળીગામે, સંડાળગિામે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુદ્ગલ પરિણામના કેટલા પ્રકાર છે ?
-
ઉત્તર– હે ગૌતમ ! પાંચ પ્રકાર છે, યથા– (૧) વર્ણ પરિણામ, (૨) ગંધ પરિણામ (૩) રસ પરિણામ (૪) સ્પર્શ પરિણામ (૫) સંસ્થાન પરિણામ.
१५ वण्णपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- कालवण्णपरिणामे जाव सुक्किल्ल वण्ण परिणामे । एवं एएणं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे अट्ठविहे ।