Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૫
૧૨૯]
કોઈપણ ભંગથી પ્રતિક્રમણ, સંવર કે પ્રત્યાખ્યાન કરી શકે છે.
શ્રાવકો હિંસાદિના પ્રત્યાખ્યાન કરે છે ત્યારે અતીતકાલીન પાપનું પ્રતિક્રમણ, વર્તમાનકાલીન પાપનો સંવર અને ભવિષ્યકાલીન પાપના પ્રત્યાખ્યાન કરે છે. ગોશાલકના અનુયાયીઓને આજીવિકોપાસક કહે છે. તેના મુખ્ય શ્રાવકો ૧૨ હતા. તે ગોશાલકને જ અરિહંત (દેવ સ્વરૂપ) માનતા હતા, માતા-પિતાદિનો આદર કરતા. અહિંસા ધર્મના પાલન માટે પાંચ બહુબીજક ફળ- ઉમ્બરફળ, વડના ફળ, બોર, શેતુર અને પીપળાના ફળનો તથા કંદમૂળનો ત્યાગ કરતા હતા. બળદાદિ પશુઓને નિલંછન કરતા નહીં કે નાક વિંધતા નહીં. ત્રણ પ્રાણીની હિંસા રહિત આજીવિકા ચલાવતા હતા. આ પ્રકારનો આચાર હોવા છતાં તેઓ એકાંત નિયતિવાદી હતા. પાંચે સમવાયને સ્વીકારતા ન હતા. માટે તેઓની દેવ, ગુરુ, ધર્મ વિષયક માન્યતા મિથ્યા હતી. જિનેશ્વરના અનુયાયી શ્રમણોપાસકોને સુદેવ, સદ્ગુરુ અને સધર્મની દઢતમ શ્રદ્ધા હોય છે અને તેમની આજ્ઞાનુસાર જીવનવ્યવહાર કરે છે. અહિંસાધર્મનું પાલન કરવા મહારંભના કારણભૂત પંદર કર્માદાનનો સર્વથા ત્યાગ કરે છે. તેઓ ગૃહસ્થ જીવનમાં મહત્તમ ધર્મારાધનાનું લક્ષ્ય રાખી, યથાશક્ય ધર્મનું આરાધન કરીને, પવિત્ર જીવન જીવીને, દેવગતિને પ્રાપ્ત કરે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સંપૂર્ણતયા શ્રાવકાચારનું પ્રતિપાદન છે.