Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૧ ]
भंडं अणुगवेसइ ? गोयमा ! तस्स णं एवं भवइ- णो मे हिरण्णे, णो मे सुवण्णे, णो मे कंसे, णो मे दूसे, णो मे विपुलधण-कणग-रयण-मणि-मोत्तिय संख-सिल-प्पवालरत्तरयणमाईए संतसारसावएज्जे, ममत्तभावे पुण से अपरिण्णाए भवइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ सयं भंडं अणुगवेसइ, णो परायगं भंडं अणुगवेसइ । શબ્દાર્થ - સંતસારસાવજે - સારભૂત દ્રવ્ય. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે ભાંડ તેના માટે અભાંડ બની જાય છે તો આપ તેમ શા માટે કહો છો કે તે શ્રાવક પોતાના ભાંડનું અન્વેષણ કરે છે, અન્યના ભાંડ(સામાન)નું અન્વેષણ કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! સામાયિક આદિ કરનાર તે શ્રાવકના આ પ્રકારના પરિણામ હોય છે કે ચાંદી મારી નથી, સુવર્ણ મારું નથી, કાંસાના વાસણ આદિ સામાન મારો નથી, વસ્ત્ર મારા નથી, તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા પ્રવાલ(મૂંગા) અને રક્ત રત્ન(પારાગાદિ મણિ) ઇત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય મારા નથી. તેમ છતાં તેના પરના મમત્વ ભાવોના તેણે પ્રત્યાખ્યાન કર્યા નથી, તેથી હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે તે શ્રાવક પોતાના સામાનનું અન્વેષણ કરે છે, અન્યના સામાનનું અન્વેષણ કરતા નથી. | ४ समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ जायं चरेज्जा, से णं भंते ! किं जायं चरइ, अजायं चरइ ?
गोयमा ! जायं चरइ, णो अजायं चरइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં સ્થિત શ્રાવકની પત્નીની સાથે કોઈ વ્યક્તિ દુરાચરણ કરે તો શું તે વ્યક્તિ શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે કે શ્રાવકની પત્ની સિવાયની અન્ય સ્ત્રીની સાથે દુરાચરણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે વ્યક્તિ શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે પરંતુ અન્ય સ્ત્રી સાથે દુરાચરણ કરતો નથી. | ५ तस्स णं भंते ! तेहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहि सा जाया अजाया भवइ ? गोयमा ! हता भवइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરવાથી શું તે શ્રાવકની તે પત્ની “અપત્ની’ થઈ જાય છે? ઉત્તર- હા, ગૌતમ ! શીલવ્રત યાવતુ પૌષધની સાધના સમયે શ્રાવકની તે પત્ની, અપત્ની થઈ જાય છે. | ६ से केणं खाइणं अटेणं भंते ! एवं वुच्चइ- जायं चरइ णो अजायं चरइ ?