Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬૮
]
શ્રી ભગવતી સૂત્ર-૩
આ રીતે વ્યંજનાવગ્રહના- ૪ ભેદ, અર્થાવગ્રહના-ભેદ, ઈહાના- ૬ભેદ, અવાયના-૬ભેદ ધારણાના - ૬ભેદ = કુલ ૨૮ ભેદ થાય છે. તે પ્રત્યેકના બાર બાર ભેદ થાય. બહુ, બહુવિધ, અલ્પ, અલ્પવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ, ધ્રુવ, અધ્રુવ. તે ૧૨ ભેદથી ગુણતા ૨૮૪ ૧૨ = ૩૩૬+ અશ્રતનિશ્રિત ચાર પ્રકારની બુદ્ધિ( ત્પાતિકી, વનયિકી, કાર્મિકી, પારિણામિકી)= ૩૪૦ થાય છે.
(૨) શ્રુતજ્ઞાન :- (૧) મતિજ્ઞાન પછી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન છે અથવા (૨) વાચ્ય-વાચક સંબંધ દ્વારા શબ્દથી સંબંધિત અર્થને ગ્રહણ કરનારું ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. જેમ કે અમુક ચોક્કસ આકારવાળી વસ્તુ જલધારણાદિ ક્રિયા કરવામાં સમર્થ છે અને તે ઘટ શબ્દથી વાચ્ય છે. આ રીતે શબ્દની પર્યાલોચના(વિચારણા) કર્યા પછી તેના અર્થનું જ્ઞાન થાય, તે શ્રતજ્ઞાન છે (૩) ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતો શ્રત(ગ્રંથાનુસારી બોધ) તે શ્રુતજ્ઞાન છે. તેના ચૌદ ભેદ છે.
૩) અવધિજ્ઞાન :- ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણનારું પ્રત્યક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેના બે પ્રકાર છે ભવપ્રત્યય અને ગુણ પ્રત્યય.
(૧) ભવપ્રત્યય અવધિજ્ઞાન જે અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં ભવ જ નિમિત્ત હોય તેને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહે છે, જેમ કે નારકી અને દેવોને જન્મથી અવધિજ્ઞાન હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. (૨) ગુણપ્રત્યય અવધિજ્ઞાન જે અવધિ જ્ઞાનમાં વિશેષ પ્રકારની તપ સાધના કારણ હોય તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જે અવધિજ્ઞાન થાય તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. (૪) મન:પર્યવજ્ઞાન :- ઇન્દ્રિય અને મનની સહાયતા વિના અઢીદ્વીપ ક્ષેત્રના સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન મન:પર્યવજ્ઞાન છે. તેના પણ બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. (૫) કેવળજ્ઞાન - મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ ત્રિલોકવર્તી અને ત્રિકોલવર્તી સમસ્ત પદાર્થોને યુગપદ્ હસ્તામલકવત્ જાણનારું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. અજ્ઞાન :- મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તેથી ક્રમશઃ મિથ્યાત્વીની મતિ, મતિ અજ્ઞાન; શ્રત, શ્રુતઅજ્ઞાન અને અવધિ, વિર્ભાગજ્ઞાન કહેવાય છે. વિર્ભાગજ્ઞાન :- જેમાં વિરુદ્ધ ભંગ–વિકલ્પ ઉઠે તે વિભંગજ્ઞાન કહેવાય છે. તેના અનેક ભેદ છેગ્રામસંસ્થિત, નગરસંસ્થિત આદિ. ગ્રામનું આલંબન હોવાથી ગ્રામાદિનું વિભંગ જ્ઞાન થાય તો તે ગ્રામાદિના આકારવાળું હોય છે અને તેથી તેને ગ્રામસંસ્થિત કહે છે. આ રીતે દરેક શબ્દના અર્થ સમજી લેવા જોઈએ. મતિ અજ્ઞાન આદિના ભેદ-પ્રભેદ મતિજ્ઞાનની સમાન સમજી લેવા જોઈએ.
મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન, મિથ્યાત્વીને થતું ન હોવાથી તેના અજ્ઞાન નથી.
જીવોમાં જ્ઞાન-અજ્ઞાન - २४ जीवाणं भंते ! किं णाणी अण्णाणी ?