Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૭૩ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચગતિક(તિર્યંચગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેમાં નિયમથી બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. ३४ मणुस्सगइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! तिण्णि णाणाई भयणाए, दो अण्णाणाई णियमा । देवगइया जहा णिरयगइया । सिद्धगइया जहा सिद्धा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યગતિક(મનુષ્યગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમથી હોય છે. દેવગતિક (દેવગતિમાં જતા વાટે વહેતા)જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથનનિરયગતિક જીવોની સમાન સમજવું જોઈએ. સિદ્ધગતિક જીવોનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ અર્થાતુ તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે જ્ઞાનલબ્ધિનું કથન વીસ દ્વારના માધ્યમથી કર્યું છે. તેની દ્વાર ગાથા આ પ્રમાણે છે—
गइ इंदिए य काए, सुहुमे पज्जत्तए भवत्थे य । भवसिद्धिए य सण्णी, लद्धि उवओग जोगे य ॥१॥ लेस्सा कसाय वेए आहारे, णाण उवओग काले ।
अंतर अप्पाबहुयं च, पज्जवा चेव दाराई ॥२॥ ગાથાર્થ:- (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) સૂક્ષ્મ, (૫) પર્યાપ્ત, (૬) ભવસ્થ, (૭) ભવસિદ્ધિક, (૮) સંજ્ઞી, (૯) લબ્ધિ, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ, (૧૨) વેશ્યા, (૧૩) કષાય, (૧૪) વેદ, (૧૫) આહાર, (૧૬) જ્ઞાનોપયોગ-જ્ઞાનનો વિષય, (૧૭) કાલ, (૧૮) અંતર, (૧૯) અલ્પબદુત્વ અને (૨૦) પર્યાય; આ વીસ દ્વાર છે.
પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ ગતિ દ્વારના માધ્યમથી તે તે જીવોમાં સંભવિત જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે. નરકગતિક :- જે જીવ મરીને નરકમાં જવા માટે વિગ્રહગતિમાં-અંતરાલગતિમાં વર્તી રહ્યો છે, તેને નરકગતિક જીવ કહેવાય છે અર્થાત્ વાટે વહેતા નારક જીવો નરકગતિક કહેવાય.
સમ્યગુદષ્ટિ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય નરકમાં જાય, તો તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે. તે જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોવાથી વાટે વહેતી અવસ્થામાં પણ તેને અવધિજ્ઞાન હોય છે અને જો તે