Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિદર્શન અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તેમાં કેટલાકને ત્રણ જ્ઞાન અને કેટલાકને ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન છે તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે. જે અજ્ઞાની છે તેમાં નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
કેવલદર્શન સાકારોપયોગયુક્ત જીવોનું કથન કેવળજ્ઞાનલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં દશમાં ઉપયોગ દ્વારની અપેક્ષાએ જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. ઉપયોગ:- ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. તેના બે ભેદ છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગ :- પાંચ જ્ઞાન અને ત્રણે અજ્ઞાનનો ઉપયોગ તે સાકારોપયોગ છે. તેમાં એકથી ચૌદ ગુણસ્થાન હોવાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. અનાકારોપયોગ:- ચાર દર્શનનો ઉપયોગ તે અનાકારોપયોગ છે. તેમાં પણ એકથી ચૌદ ગુણસ્થાન હોવાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
મતિ-ઋતજ્ઞાન સાકારોપયોગ :- તે જીવો માત્ર જ્ઞાની જ હોય અને તેમાં ચાર જ્ઞાન ભજનાથી હોય છે અર્થાત બે જ્ઞાન, ત્રણ જ્ઞાન કે ચાર જ્ઞાન હોય છે. મતિ,શ્રુત જ્ઞાન હોય ત્યારે કેવળજ્ઞાન હોતું નથી.
અવધિ-મન:પર્યવજ્ઞાન સાકારોપયોગ – તે બંનેમાં ચાર જ્ઞાન ભજનાથી હોય છે અર્થાત્ તેમાં ન્યૂનતમ ત્રણ જ્ઞાન–મતિ શ્રુત સહિત અવધિ જ્ઞાન અથવા મતિ શ્રુત સહિત મન:પર્યવજ્ઞાન હોય છે. કોઈ જીવોને ઉત્કૃષ્ટ ચાર જ્ઞાન- મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યવજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન સાકારોપયોગ :- તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. મતિ-ગ્નત અશાન સાકારોપયોગ :- તે જીવો અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે અર્થાત્ કેટલાક જીવોને મતિ-શ્રત બે અજ્ઞાન હોય છે અને કેટલાક જીવોને વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. વિભગન્નાને સાકારોપયોગ :- તે જીવ પણ અજ્ઞાની જ હોય છે તેમાં ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે.
ચક-અચક્ષદર્શન અનાકારોપયોગ :- આ બંને ઉપયોગમાં જ્ઞાન અજ્ઞાન બંને હોય છે. તેમાં કેવળજ્ઞાન છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે કારણ કે કેવળી ભગવાનને ચક્ષુ, અચક્ષુ કે અવધિદર્શન નથી.
અવધિદર્શન અનાકારોપયોગ :- તે જીવ જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાનની ભજના હોય છે અને ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. અવધિદર્શન હોય તે જીવને અવશ્ય અવધિજ્ઞાન