Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૮ઃ ઉદ્દેશક ૨
कप्पोवग-वेमाणिय-देवकम्मासीविसे, अपज्जत्त-सोहम्मकप्पोवग-वेमाणियदेव - कम्म आसीविसे ?
गोयमा ! णो पज्जत्तसोहम्मकप्पोवगवेमाणियदेवकम्मासीविसे, अपज्जत्तसोहम्मकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ।
$3
एवं जाव णो पज्जत्त-सहस्सार-कप्पोवग-वेमाणियदेव कम्मासीविसे, अपज्जत्तसहस्सास्कप्पोवग-वेमाणियदेव कम्मासीविसे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો સૌધર્મ કલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે, તો તે શું પર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે કે અપર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્ત સૌધર્મ કલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોતા નથી પરંતુ અપર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોય છે.
એ રીતે પર્યાપ્ત સહસ્રાર કલ્પોપપન્નક વૈમાનિક દેવ પર્યંતના દેવો કર્મ આશીવિષ હોતા નથી પરંતુ અપર્યાપ્ત સહસાર કલ્પોપપત્રક વૈમાનિક દેવ પર્યંતના કર્મ આશીવિષ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આશીવિષના બે ભેદ કરીને તેનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે.
આશીવિષ :– આશીનો અર્થ છે– દાઢ, જે જીવોની દાઢમાં વિષ હોય છે, તે આશીવિષ કહેવાય છે, આશીવિષ પ્રાણીના બે પ્રકાર છે. જાતિ આશીવિષ અને કર્મ આશીવિષ.
જાતિ આશીવિષ :– જે પ્રાણીની દાઢમાં જન્મથી જ ઝેર હોય તે જાતિ આશીવિષ કહેવાય છે. સાપ, વીંછી, દેડકા અને મનુષ્ય, તેમ તેના ચાર પ્રકાર છે. તે ચારેયનું વિષ સામર્થ્ય આ પ્રમાણે છે– (૧) વીંછીનું વિષ સામર્થ્ય અર્ધભરતક્ષેત્ર પ્રમાણ, (૨) દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, (૩) સર્પનું જંબૂઢીપ પ્રમાણ અને (૪) મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ છે. તેનો આશય એ છે કે કોઈ જીવ અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીર બનાવે અને વીંછી તેના પગમાં ડંખે, તો તેનું વિષ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. આ રીતે પ્રત્યેકનું વિષ સામર્થ્ય સમજવું જોઈએ. આ તેની શક્તિ માત્ર છે તેનો પ્રયોગ ત્રિકાલમાં થતો નથી.
કર્મ આશીવિષ :– લબ્ધિથી જે વિષરૂપ પરિણમન થાય તે કર્મ આશીવિષ કહેવાય છે. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને તપશ્ચર્યા આદિથી અથવા અન્ય કોઈ ગુણવૃદ્ધિથી આશીવિષ લબ્ધિ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિ દ્વારા શાપ આપીને બીજાનો નાશ કરી શકે છે. આશીવિષ લબ્ધિવાળા જીવ આઠમા દેવલોક સુધી જઈ શકે છે, તેનાથી ઉપરના દેવલોકમાં તેની ઉત્પત્તિ થતી નથી. જેણે પૂર્વભવમાં આશીવિષ લબ્ધિનો